________________
Jain Education International
પ્રકરણ ૧૧] વેાહલ કથા--અટવી આદિની યાજના.
૯૨૧
પછી પોતાના સર્વ મિત્ર મંડળના પરિવારસહિત તેમ જ અંતઃપુરની પેા તાની સુંદરીઓને સાથે લઇને પોતે બગીચામાં જવા નીકળ્યા. રસ્તામાં અંદી લાકા તેની બિરૂદાવળી બેાલતા હતા અને તે સર્વને દાન આપતા હતા. મહા આડંબરપૂર્વક અનેક પ્રકારના વિલાસ કરતા અને આ નંદના અનુભવ કરતા તે સુંદર બગીચામાં સર્વની સાથે પહોંચ્યા.
અગીચામાં પહોંચ્યા પછી પાતે એક સારા આસનપર નિરાંતે બેઠા. પછી ઉજાણી માટે આણેલ ભાજનની જાદી જાદી વાનીએ તેની સમક્ષ પીરસવામાં આવી. એમાંથી પણ એણે થોડો થોડો આહાર કરી લીધા. દરેક વસ્તુ થોડી થોડી ખાધી. તે વખતે જંગલના પવન પણ તેને લાગ્યો. તે સર્વ કારણને લઇને તેના તાવ વધી ગયા. હવે તે વખતે તેની સાથે સમયજ્ઞ' નામના વૈદ્યના દિકરો જે વૈદ્યકના ધંધામાં ઘણા કુશળ હતા તે આવ્યા હતા તેણે જોઇ લીધું કે કોઇ પણ કારણથી વેલ્રહલકુમાર રાગી થયા જણાય છે, તેને કોઇ જાતની પીડા જરૂર થાય છે પણ તે બેાલતા નથી. આ પ્રમાણે વિચાર કરીને તેણે કુમારના લમણે ( કપાળની બાજુનાં હાડકાંએ ) હાથ દીધો અને નાડ જોઇ તુરત જ નિર્ણય કરી લીધા કે કુમારના શરીરમાં તાવ ભરાઈ આવ્યા છે.
ઉપર જણાવ્યા તેવા નિશ્ચય થતાં જ સમયજ્ઞે કુમારને કહ્યું “ દેવ ! તમારે હવે કાંઇ પણ ખાવું યોગ્ય નથી, તેમ કરવાથી તમને ઘણું નુકસાન થશે. જીએ ! અત્યારે જ તમારૂં શરીર અંદરખાનેથી ધગધગી જાય છે અને તમને તાવ આવી ગયો હૈાય તેમ ચાખું જણાય છે, તમારી આંખેા માંદા માણસની પેઠે લાલ થઇ ગઇ છે, મુખ પણ તેજસ્વી અને લાલચોળ થઇ ગયું છે, લમણાંમાંથી ધડધડ અવાજ થાય છે, નાડીએ જેસબંધ ચાલે છે, બહારની ચામડી જાણે બળતી હોય તેવી થઇ ગઇ છે, હાથમાં જાણે અંગારા ઉઠે છે અને એ સર્વ સખ્ત તાવ આવ્યાનાં ચિહ્નો છે, તેથી તમે હવે ભાજન આરોગવાનું છેડી દે, આ સામેના પવન ન આવે એવા બંધ ઓરડામાં જાઓ અને ત્યાં જઈને તદ્દન આરામ લેા, એકદમ લાંઘણુ કરો, ઉકાળેલું પાણી પી અને આ અજીર્ણ અને તાવનાં કારણેાની પ્રતિકૂળ ક્રિયાઓ છે
૧ સમયજ્ઞઃ સમય એટલે (૧) વખત અને (૨) શાસ્ત્ર. વખત જાણનારરાજાની–કુમારની દૃષ્ટિએ અને રહસ્ય સમજનાર શાસ્ત્રાર્થે દૃષ્ટિએ. આગળ ભાવાર્થે વાંચતાં આ ભાવ સ્પષ્ટ થશે.
૧૭
For Private & Personal Use Only
www.jainelibrary.org