________________
૮૧૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
'
તેને
શત્રુઓ એકઠા મળી સામે થાય તે પણ તેએ તેને એકલાને પહોંચી શકતા નથી, પરંતુ એક વખત એ મહારાજા એ સિંહાસન પરથી “ નીચે ઉતરી બીજી જગ્યાપર બેસે એટલે ગમે તેવા નબળા કાચા “ પાચા પુરૂષ હોય તે પણ તેના ઉપર જય મેળવી શકે છે. ભદ્ર! “ અહિરંગ લોકો એ સિંહાસન સામે જ્યારે પણ જુએ ત્યારે એ “ સિંહાસન તે લેાકેાને માટે અનર્થ કરે છે, ભયંકર આપદા “ માથે નાખે છે અને સખ્ત હેરાનગતિ કરે છે. જ્યાં સુધી લોકો “ ( બહિરંગ ) એ સિંહાસન ઉપર નજર નાખતા નથી—તેની સામું “ જોતા નથી ત્યાં સુધી જ તેની સુંદર બુદ્ધિ સારે અને સાચે “ રસ્તે પ્રવર્તે છે, પરંતુ એકવાર આ સિંહાસન ઉપર દૃષ્ટિ પડી અને “ તેમાં મન પરોવાયું એટલે બાપડાની સારી બુદ્ધિ રહી શકતી “ નથી અને આખરે તેએ મહા પાપિષ્ટ વૃત્તિ અને વર્તનવાળા થઇ “ જાય છે. અગાઉ તારી પાસે (પ્રમત્તતા) નદી, (તદ્વિલસિત) બેટ, “ ચિત્તવિક્ષેપ મંડપ, અને ( તૃષ્ણા ) વેદિકાની શક્તિ વર્ણવી તે સર્વ “ શક્તિ અહીં કેંદ્રસ્થ થઇને આવી રહેલી છે, આ સિંહાસનમાં એ “ નદી એટ વિગેરે સર્વત્ર શક્તિએ સ્થાન પામેલી છે. વિપર્યાસ “ સિંહાસન આવા પ્રકારનું છે તે તું ખરાખર લક્ષ્યમાં લેજે.
મહામેાહ રાજા,
“ ભાઈ પ્રકર્ષ! હવે તું એ સિંહાસનપર બેઠેલા મહામેાહુ રાજાનું < વર્ણન ખાસ લક્ષ્ય દઇને સાંભળજે: એ માહરાજાનું' અવિદ્યા નામનું “ શરીર છે. જો કે ઘડપણને લીધે તે ઘણું જીર્ણ થઇ ગયું છે તે પણ “ એ દુનિયામાં સારી રીતે પ્રખ્યાતિ પામેલું છે. માહરાજાનું એ “ અવિદ્યા શરીર જો કે તદ્દન ઘરડું મુખ થઇ ગયું છે તે પણ “ પેાતાની શક્તિથી આ દુનિયામાં તે શું શું કરી શકે છે તે તું હવે “ અરાબર ધ્યાન દઈને સાંભળઃ અનિત્ય વસ્તુઓમાં તે નિત્યપણાનું “ ભાન કરાવે છે, અપવિત્ર વસ્તુઓને તે મહા પવિત્ર અને શુદ્ધ “ મનાવે છે, દુ:ખથી ભરપૂર વસ્તુઓને તે સુખરૂપ બતાવે છે, “ અનાત્મ વસ્તુઓમાં આત્મરૂપપણું દેખાડી આપે છે, એટલું જ નહિ પણુ શરીર વિગેરે પુદ્ગલના સમૂહોમાં તે મમતા ઉત્પન્ન કરી જાણે “ તે પ્રાણીનાં પાતાનાં ઢાય તેવા ભાવ ઉત્પન્ન કરે છે. આવી રીતે
CC
'
? મહામેહનું અવિદ્યામય શરીર છે. અજ્ઞાન જ મેાહનું કારણ છે. દેખીતું જ્ઞાન હાય તા પણ સમ્યગ્ બેધ વગરનું જ્ઞાન અજ્ઞાન જ છે. સેહરાજાનું અવિદ્યા શરીર બતાવવામાં ઘણી ચતુરાઇ વાપરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org