________________
પ્રકરણ ૯] ચિત્તવૃત્તિ અટવી.
૮૦૯ જણાશે કે એ રાજા (મેહરાજા) ના સામંત રાજાઓ (Feudatory chiefs or Allies) બીજા છે તે આ મંડપમાં આજુબાજુ છૂટા છુટા બેસી ગયા છે, જ્યારે મેહરાજાનું કુટુંબ તો એ વેદિકા ઉપર જ બેઠું છે. “ આ વેદિકા મોહરાજાને અને તેના કુટુંબીઓને તો ખાસ કરીને બહુ જ “વહાલી છે. એ વેદિકા ઉપર બેસીને મહારાજા અત્યંત ગર્વિષ્ટ નજરથી “સર્વ કે ઉપર દૃષ્ટિપાત કરે છે અને જાણે પિતાનું સર્વ કાર્ય સિદ્ધ “થઈ ગયું હોય તેમ મનમાં મલકાયા કરે છે. એ વેદિકા પણ પોતાની ઉપર બેઠેલાં મહામહ રાજાના આખા કુટુંબને પોતાના સ્વભાવથી જ પ્રસન્ન કરે છે. ભદ્ર! બહિરંગ લેક એ વેદિકા ઉપર બેસવા આવે અને બેસી જાય તે પછી એના શા હાલ થાય તે કહેવાની Kશી જરૂર છે? એવાનું દીર્ઘ (આમિક) જીવન તો કયાંથી જ રહે?
વળી એક બીજી મોટા આશ્ચર્યની વાત એ છે કે આ તૃષ્ણવેદિક “અહીં રહી રહી પોતાની શક્તિથી આખી દુનિયાને ચક્રપર ચઢાવે
છે અને સર્વને ભમાવે છે. વિપર્યાસ સિંહાસન
ભદ્ર! આવી રીતે વેદિકા સંબંધી હકીકત તને કહી સંભKળાવી. સંસારઅટવીમાંથી વહેતી પ્રમત્તતા નદીની વચ્ચે આવી રહેલા “તદ્વિલસિત બેટમાં જે ચિત્તવિક્ષેપ નામને મંડપ દેખાય છે તેમાં
રહેલી ઉપર વર્ણવેલી તૃષ્ણવેદિકા ઉપર વિપસ નામનું સિંહા“સન છે તેની હકીકત તને હવે જરા વિસ્તારથી કહું છું તે “બરાબર લક્ષ્યમાં લે. એ વિપર્યાસ સિંહાસનની રચના મહામહ રાજાને માટે જ વિધિએ કરેલી છે. એ મોહરાજાનું આવડું મોટું કેમાં “પ્રસિદ્ધિ પામેલું રાજ્ય છે અને એ રાજાની બીજી જે જે સંપત્તિ
દેખાય છે તેનું કારણ એ સિંહાસન છે. જ્યાં સુધી એ મહામહ “ રાજા પાસે એ સિહાસન છે ત્યાં સુધી મારા માનવા પ્રમાણે તેનું “રાજ્ય છે અને તેની રાજ્યસંપત્તિ પણ ત્યાં સુધી જ છે. જ્યાં સુધી “એ મહારાજા આ સિંહાસન પર બેઠા હોય છે ત્યાં સુધી તેના સર્વ
૧ આ સર્વ રાજાઓનું વર્ણન પ્રકરણ અઢારમાં આગળ આવે છે. એ રાજાઓ વેદિકા પર બેસતા નથી પણ ચિત્તવિક્ષે૫ મંડ૫માં છૂટા છૂટા બેસે છે એવી કલ્પના કરવી.
૨ વિપર્યાસઃ ઉલટા સુલટા વિચારો, ગડબડગોટા. સિંહાસન એટલે રાજ્યાસન, The chair. પ્રમુખસ્થાનની ખુરશી-આસન.
૩ મનમાંથી વિપર્યાસ નીકળી ગયા એટલે સંસારને અંત નજીક આવતા Mય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org