________________
૭૮૪
ઉપમિતિ ભવપ્રપંચા કથા.
[ પ્રસ્તાવ જ
દ્વેષ ઉત્પન્ન કરે તેવી છે. વળી નિર્મળમાનસ નગરના મલક્ષય રાજા અને સુંદરતા દેવી જે પુત્રીને જન્મ આપે તેનું વર્ણન કરવાને કાણુ સમર્થ થઇ શકે ? એવી પુત્રીમાં કહેવા જેવું હાય પણ શું ? પ્રમાણે હોવાથી પ્રકર્ષનું વર્ણન પણ અત્યારે અહુ કરવાની જરૂર નથી. એની માતાવડે ( બુદ્ધિદૈવીવડે) એ પણ અનંત ગુણને ધારણ કરનાર થતા જાય છે. વત્સ વિચક્ષણ ! વધારે તે શું કહું? પણ ટુંકામાં કહું તા લોકોમાં તું ખરેખર ભાગ્યશાળી છે, કારણ કે તને આવું મહાભાગ્યશાળી સુંદર કુટુંબ પ્રાપ્ત થયું છે. પુત્ર! આટલા માટે જ તને હમણા હમણા રસનાના લાભ થયા છે એ હકીકત સાંભળીને અમારા મનમાં ઘણી ચિંતા થઇ આવી છે, કારણ કે અમારા ધારવા પ્રમાણે એ સ્ત્રી કાઇ પણ રીતે તારે ચેાગ્ય નથી અને અમને એમ લાગે છે કે આ રસના શાક્ય તરીકે કામ કરીને બુદ્ધિદેવીના નાશ કરનારી અથવા તેને હેરાન કરનારી રખે થઇ ન પડે! અને કદાચ ખાસ કરીને 1તાની શાક્યના પુત્ર પ્રકર્ષને આગળ વધતા અટકાવી ન દે ! આથી અમે ઘણા ચિંતામાં પડી ગયા છીએ; પણ હાલ કાળ વિલેમ ન કરો અને પ્રસ્તુત કાર્યની તૈયારી કરે. રસનાની મૂળશુદ્ધિ જાણ્યા પછી જેમ ચોગ્ય લાગશે તેમ કરી લેવાશે. વળી પ્રકર્ષ કુમારને તેના મામા ઉપર ઘણા એહ છે તેથી વિમર્શ સાથે તેને માકલવાના વિચાર કર્યો તે પણ બહુ ઠીક કર્યું છે. એ કામ તો દૂધમાં સાકર મેળવવા જેવું થયું છે. હવે એ વિમર્શ અને પ્રકર્ષ–મામા ભાણેજ રસનાની મૂળશેાધ કરવા માટે ભલે જાય. તમારે એના સંબંધમાં જરા પણ ચિંતા કરવા જેવું નથી એમ મને લાગે છે.”
વિચક્ષણ કુમારે અને બુદ્ધિદેવીએ શુભેોદય પિતાનાં આ વચના માથે ચઢાવ્યાં. ત્યાર પછી વિમર્શ અને પ્રકર્ષ વડીવિદાય થયા. લને પગે પડ્યા, ઉચિત ક્રિયા સર્વે કરી અને રસના સંબંધી શેાધ કરવા-ખાસ કરીને તેની મૂળ ઉત્પ ત્તિની ખરી હકીકત મેળવવા મામા ભાણેજ વિદાય થયા.
Jain Education International
૧ બુદ્ધિ દેવીની ઉત્પત્તિ માટે જુએ પૃષ્ટ. ૭૬૬,
For Private & Personal Use Only
www.jainelibrary.org