________________
પ્રકરણ ૭)
રસના-લલતા. એક ચુંબન કર્યું અને માથું સુંવ્યું. પછી “બહુ સારું ભાઇ!” એમ કહીને તેને પોતાના ખોળામાં બેસાડ્યો. પછી વિચક્ષણ કુમારે પોતાના પિતા શુદય સામું જોઈને કહ્યું “પિતાજી! આ પ્રકર્ષિ નાનું બાળક છે છતાં તેને વિનય જોયો? એની બોલવાની યુક્તિસરની પદ્ધતિ જોઈ? એના વચનમાં ઉભરાઈ જતે સ્નેહ જોવામાં આવ્યો?”
શુદયે જવાબમાં કહ્યું “વત્સ! એમાં નવાઈ જેવું શું છે? તારા અને બુદ્ધિ-દેવીના છોકરાનું તો એવું જ વર્તન હોવું જોઈએ. પણ ભાઈ! છોકરાની વહુ (બુદ્ધિદેવી )ના સંબંધમાં કે પૌત્ર (પ્રકર્ષ) ના સંબંધમાં પ્રશંસા કરવી એ અમને યોગ્ય નથી અને ખાસ કરીને તારી પાસે અમારે તે વાત કરવી ન જ જોઈએ; કારણ કે વ્યવહારમાં
प्रत्यक्षे गुरवः स्तुत्याः, परोक्षे मित्रबान्धवाः।
भृतकाः कर्मपर्यन्ते, नैव पुत्रा मृताः स्त्रियः॥ ગુરૂની તેમની સમક્ષ સ્તુતિ કરવી, મિત્ર અને સગાની તેમની ગેરહાજરીમાં સ્તુતિ કરવી, નોકરના સંબંધમાં કામ થઈ રહ્યા પછી તેને છેડે તેનાં વખાણ કરવાં, પુત્રનાં વખાણ ન જ કરવાં અને સ્ત્રીનાં વખાણ તેના મરણ પછી કરવાં. છતાં એ પુત્રવધૂ અને પૌત્રના અતિ મહાન ગુણે જઈને તેઓના વખાણ કર્યા વગર મારાથી રહી શકાતું
નથી. તારી ભાર્યા આ બુદ્ધિદેવી ચંદ્રની ચંદ્રિકાની બુદ્ધિ પ્રશંસા. માફક સુંદર રૂપવાળી છે, તારા જેવી જ છે, ગુણમાં
વધારે કરનારી છે, ઘણું ભાગ્યશાળી છે, પતિ ઉપરના એહમાં તત્પર છે, ચાલાક છે, સર્વે કાર્યોમાં અત્યંત કુશળ છે, બળ સંપાદન કરી આપે તેવી છે, ઘરને ભાર ઉપાડવામાં ઘણું શક્તિવાળી છે, એની દષ્ટિ ઘણી વિશાળ છે છતાં એને સૂક્ષ્મ દષ્ટિવાળી કહેવામાં આવે છે અને સવાંગ સુંદર હોવા છતાં જડાત્માના મનમાં
૧ માથું સુંઘવાનો રિવાજ અત્યારે પણ બંગાળામાં પ્રચલિત છે. એ વાત્સલ્ય ભાવ બતાવે છે. પિતા માતા કે વડીલે પુત્રનું માથું સુંધે છે.
૨ વિરોધાભાસ છે. વિશાળ-લાંબી નજરવાળી છે અને સાથે સલમ-બારી. કીથી હકીકત સમજનારી છે.
સુંદર દેહવાળી સ્ત્રી તરફ કોઈને દ્વેષ થવો ન જોઈએ, પ્રેમ થે જોઈએ; પણ જડ પ્રાણીઓને સ્વાભાવિક રીતે બુદ્ધિ તરફ દ્વેષ હોય છે, બુદ્ધિના વાંધા હોય છે. આ વિરોધાભાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org