________________
૭૮૦
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ વિમર્શ કહેવા લાગ્યો-“આમાં અયોગ્ય બેલતાં જ કેને આવડે છે! મોળી વાત કરે તેવા કેણ છે? એગ્ય પરીક્ષાપૂર્વક કરવામાં આવેલું સઘળું સુંદર જ હોય છે”
વિચારને પરિણામે રસનાની મૂળશુદ્ધિ કરવા માટે થયેલો નિર્ણય. તે માટે વિમર્શની થયેલી પસંદગી.
પ્રકઈનું મામા સાથે સહગામિત્વ, વિચક્ષણ કુમારે પોતાના મનમાં વિચાર કર્યો કે આ સર્વ સંબંધી વર્ગ જે સલાહ આપે છે તે બરાબર છે. વાત ખરી છે કે વિદ્વાન ભાણસે જે સ્ત્રીના કુળસંબંધી, શીળ સંબંધી અને આચારસંબંધી સર્વ હકીકત જાણી ન હોય તેને સંઘરવી યોગ્ય નથી, તેની સાથે પરિચય
કરવો ઉચિત નથી અને તેના પર વિશ્વાસ મૂકવામાં કુલશીળ આચારની લાભ નથી. હવે આ રચનાની ઉત્પત્તિ ક્યાંથી થઈ તપાસ જરૂરી લાગી. છે તે સંબંધી હકીકત મને લલતાએ અગાઉ કહી
છે તો ખરી, વળી એના શીલ અને આચાર કેવા છે તે સંબંધમાં પણ હમણું મારા જાણવામાં આવ્યું છે કે એ રસનાને સારું સારું ખાવા પીવાનું બહુ જ ગમે છે, તેની દાસી લોલતા પણ એ જ સલાહ આપે છે; પરંતુ કેણુ ડાહ્યો માણસ કુળવાન સ્ત્રીના વચન પર પણ વિશ્વાસ મૂકે? સાપણની ગતિની જેમ સ્ત્રીઓની ચિત્તવૃત્તિ નિરંતર વાંકીચૂંકી જ હોય છે, તેથી તેના ઉપર ભરોસો કેમ રાખી શકાય? જ્યારે કુળવાન ગૃહસ્થ સ્ત્રીના વચનપર પણ વિશ્વાસ ન મૂકાય તે પછી આવી એક દાસીના બેલવા ઉપર ભરોસે રાખવો એ તો ઠીક નહિ જ. શીલ અને આચાર સાથે વસવાથી ઘણે કાળે જ જાણી શકાય છે, એક બે વાર લબકઝબક (સહેજ સાજ ) મળવાથી શીલ અને આચારની કાંઈ ખરી ખબર પડતી નથી. વળી મારે આવો વધારે વિચાર શા માટે કરવો? મારા પિતાજી વિગેરેએ જે પ્રમાણે સલાહ આપેલ છે તે જ પ્રમાણે કર્યું અને આ રસનાની મૂળશુદ્ધિ બરાબર મેળવું. એની ઉત્પત્તિ ક્યાંથી છે એ હકીકત સમજીને ત્યાર પછી જેમ યોગ્ય લાગશે તેમ કરીશ.
૧ જુઓ પૃ. ૭૬૮-૭૦. ત્યાં લોલતાએ વિકલાક્ષ નગરથી રસના પરિચય બતાવ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org