________________
નને નવી દિશાએ દોરે તેવો છે, જીવનનાં સાધ્યો સ્પષ્ટ કરે તે છે, વિચારમાં નાખી દે તેવો છે અને તેમાં પણ કેટલાક પ્રસંગે તો હૃદયને પીગલાવે તેવા છે, જાગૃત કરે તેવા છે, દૂર જોવાને બદલે નીચું જોવરાવે તેવા છે, આગળ જવાને બદલે અંદર જોવાનું કરે તેવા છે, અન્યને બદલે છેતાને જોવરાવે તેવા છે, સામેનો વિચાર કરવાને બદલે પોતાનો ખ્યાલ કરાવે તેવા છે, સ્થળ રસિકતાને બદલે સત્ય રસનું ભાન કરાવે તેવા છે અને એકંદરે સંસાર કેવો છે, શા માટે છે, કેટલા વખત સુધીનો છે, કોને માટે છે, કોને માટે નથી અને આ બધી ઘુંચવણોનો નિકાલ કેમ થાય તેનો ખ્યાલ કરાવવા આ ગ્રંથ જેવું અન્ય કોઈ પુસ્તક મારા જોવામાં આવ્યું નથી. ગ્રંથ મોટો છે એમ ધારવા કરતાં એમાંનો કોઈ પણ પ્રસંગ નકામો છે એમ શોધવાની જરૂર છે. એના પ્રત્યેક પ્રસંગ પર પ્રકરણો લખાય તેવી તેમાં વિશાળતા અને અર્થગંભીરતા છે.
આ ધમાધમના કાળમાં આવા ગ્રંથો ખરેખર વાંચવાની જરૂર છે. આપણે ક્યાં ઘસડાઈએ છીએ, કોણ ઘસડે છે, શામાટે ઘસડે છે, એવું ક્યાં સુધી ચાલશે, આપણે માર્ગ કયો છે, સાધ્ય શું છે, રસ્તો કયો લીધો છે અને એવી રીતે તણાતાં જતાં કેવા હાલ થયા અને થશે–એનો વિચાર કરવાની જરૂર છે, એનો ખ્યાલ કરવાની જરૂર છે, એની ચોખવટ કરવાની જરૂર છે, એનું પ્રથક્કરણ કરવાની જરૂર છે. આ ગ્રંથ એ બાબતમાં ઘાયું અજવાળું પાડશે. બાકી આખી વાર્તા દરમ્યાન વામદેવની જેમ બેસી રહે કે નિપુણ્યકની જેમ ઠીંકરાની ચિંતા કરે તો તેને આ ગ્રંથ વાંચવો, ન વાચવો-સરખું જ છે. આ ગ્રંથ જીવનના પ્રત્યેક પ્રસંગને ચીતરનાર હોઈ લગભગ દરેક પ્રસંગે વિચારમાં રાખવા યોગ્ય છે, એને વિચારપૂર્વક વાંચવાથી પ્રત્યેક પ્રસંગે થતું નાટક જેવાશે, મોહરાયના પ્રપંચો અનુભવાશે અને બહુ બહુ જાણવાલાયક મળી આવશે. માત્ર દ્રાષ્ટ્રની સાધ્યતા. સાપેક્ષતા અને સ્પષ્ટતા રાખવાની જરૂર છે, અવલોકનની આવશ્યકતા છે અને પ્રથમ સમુચ્ચય અને પછી પ્રથક્કરણ કરી મનોવિકારોનો ઊંડો અભ્યાસ કરવાની જરૂર છે. શોધકને આમાંથી નવનીત મળશે, જિજ્ઞાસુને બોધ મળશે, માર્ગશોધકને રસ્તા સૂજી આવશે અને મુમુક્ષુને ઇષ્ટ ચીજ સાંપડશે. આ હકીકતમાં જરા પણ અતિશયોક્તિ નથી. પ્રેમભાવે, સહકારી ભાવે, સાપેક્ષભાવે એનાં વાંચન મનન અને ચિંતવનની જરૂર છે.
આખું અવતરણ મારા કાકા શ્રી કુંવરજી આણંદજી એ તપાસી આપ્યું, પન્યાસશ્રી મેઘવિજયજીએ મૂળ ગ્રંથ સાથે રાખી સુધારી આપી અનેક ઉપયોગી સૂચના કરી તે માટે તેઓશ્રીનો આભાર માનવાની તક લઉ છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org