________________
ઉપમિતિ ભવપ્રપંચા કથા. [ પ્રસ્તાવ ૪ વિચક્ષણ કુમારે મનમાં વિચાર કર્યો કે–આ વિધિ તે વળી કેણ છે? બરાબર સમજાય છે ! એ તે મહારાજ કર્મપરિણામ જ હેવા જોઈએ! બીજા તે કેનામાં આટલી બધી શક્તિ હોઈ શકે?
જડ (લોલતાને ઉદ્દેશીને)-“વારૂં ત્યાર પછી શું થયું? તારી વાત આગળ ચલાવ.” લેલતા દાસી–“કુમાર ! ત્યાર પછી મારી સાથે મારી શેઠાણી
તમારી બન્નેની સાથે નાના પ્રકારના ખાવાના સારા પૂર્વ સ્મરણે. સારા પદાર્થો ખાતી, જુદા જુદા રસથી ભરપૂર
પીણાંઓ પીતી અને મરજી આવે તેવી ચેષ્ટાઓ કરતી તમારી સાથે એ વિકલાક્ષનિવાસ નગરના ત્રણે પાડાઓમાં રહી અને ત્યાર પછી પંચાક્ષનિવાસમાં આવેલ મનુજગતિ નગરમાં તથા તેવાં જ અન્ય સ્થાનોમાં પણ તમારી સાથે વિચરી. આવી રીતે ઘણા કાળથી એ રસનાદેવી તમારી સાથે છે તેથી તમારે એક ક્ષણ કાળ પણ વિરહ સહન કરી શકતી નથી અને કદાચ તમે એ બાપડીનો જરા પણ તિરસ્કાર કરે છે તે એને એકદમ મૂછ આવી જાય છે એટલે બધે તેને તમારા ઉપર પ્રેમ છે. આટલા માટે હું કહું છું કે મારે તમારી સાથે ઘણા કાળથી ઓળખાણું પીછાન છે. હવે આપને બન્નેને એ વાત બરાબર ધ્યાનમાં આવી હશે.”
જડકુમારની રસના લુબ્ધતા, જડ કુમારે લોલતાની એવી વાર્તા સાંભળી ત્યારે તે તો મનમાં ઘણે જ રાજી થઈ ગયો અને જાણે પિતાના સર્વ મનોરથ પરિપૂર્ણ થયા હોય એમ માનવા લાગ્યો. પછી તેણે લેલતા દાસીને કહ્યું
સુંદરી! તું કહે છે તેમ હોય તે ભલે! તારી શેઠાણીને અમારા નગરમાં પ્રવેશ કરાવ. અમારા એક ભવ્ય રાજમહેલમાં પોતાનો નિવાસ કરીને તારી શેઠાણું ભલે તેને પવિત્ર કરે. પછી ઘણું કાળસુધી ત્યાં તારી શેઠાણી સાથે સુખે રહીશું.”
૧ વિધિ નસીબ. બ્રહ્મા. તે પોતાનાં કર્મોને ઉદય જ છે. ટુંકામાં બહુ મુદ્દાની વાત કરી છે.
૨ પચાક્ષનિવાસઃ અગાઉ પૃષ્ઠ ૩૨૪ માં પંચાક્ષપશુસંસ્થાન નગરનું વર્ણન આવ્યું છે તે પણ પંચાક્ષનિવાસ નગરને ભાગ છે. મનુજગતિ નગરીનું વર્ણન પૃષ્ઠ ૨૫-૨૫૭ માં આવ્યું છે તે જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org