________________
પ્રકરણ ૭]
રસના-લેલતા. લેલતા દાસી–“આ મારી શેઠાણી પરમ ગિની છે. એ ભૂત અને ભવિષ્યના સર્વ બનાવો બરાબર જાણે છે અને સમજે છે.
તેની મારા ઉપર ઘણી મહેરબાની હોવાથી હું પણ સુની ઓળખાણ. તેમના જેવી જ થઈ છું. (ભૂત ભવિષ્ય બરાબર જાણું
છું.) જુએ, વાત આ પ્રમાણે છેઃ 'કર્મપરિણામ રાજાના રાજ્યમાં એક અસંવ્યવહાર નામનું નગર છે. તમે બન્ને એ અસંવ્યવહાર નગરમાં ઘણે વખત રહ્યા હતા. ત્યાર પછી એ કર્મપરિણામ રાજાના હુકમથી તમે બન્ને એકાક્ષનિવાસ નગરે આવી પહોંચ્યા અને ત્યાર પછી તમે બન્ને “વિકલાક્ષનિવાસ નગરે આવ્યા. એ વિકલાક્ષનિવાસ નગરમાં ત્રણ પાડાઓ છે અને તમને યાદ હોય તે તેના પહેલા પાડામાં દ્વિહૃષીક (બે ઇંદ્રિય) નામના કુળપુત્રો વસે છે. એ ફળપુત્રોમાં જ્યારે તમે વસતા હતા ત્યારે કર્મપરિણામ મહારાજનો બરાબર હુકમ ઉઠાવવાને લીધે રાજાએ તમારા ઉપર રાજી થઈને આ વદનકેટર નામને બગીચે તમને ઈનામમાં આપ્યો, તમારી જીવાઈ માટે તમને તે અર્પણ કર્યો અને તે બગીચાના તમને માલીક બનાવ્યા. એ બગીચામાં આ એક મોટું બીલ તો સાધારણ રીતે જ રહેલું છે. આ તો મારી ઉત્પત્તિની પૂર્વકાળની વાર્તા થઈ. ત્યાર પછી વિધિ ( નસીબ) એ વિચાર કર્યો કે આ બન્ને બાપડા બાઈડી વગરના છે તેથી તેઓ સુખે રહી શકતા નથી, તેથી તેઓને સુંદર સ્ત્રી પરણાવી આપું. દયા કરવામાં નિરંતર તત્પર રહેતા એ વિધિએ ત્યાર પછી તમારે માટે એ મહાબીલમાં મારી શેઠાણી (રચના)ને બનાવીને મૂકી દીધી અને મને (લેલતાને ) તેની દાસી તરીકે બનાવી. આ પ્રમાણે હકીકત આપને વિદિત થાય.”
જડ કુમારે ઉપરની સર્વ હકીકત સાંભળીને વિચાર કર્યો કે-અહો! આતે હું ધારતે હતો તેવી જ વાત નીકળી. આ રસનાને વિધિએ અમારે જ માટે બનાવી છે! સાબાશ છે મારી બુદ્ધિને ! કેવી હકીકત મને એકદમ માલૂમ પડી આવી !!
૧ કર્મ પરિણામ રાજાના સ્વરૂપ માટે જુઓ પૃ. ૨૫૮-ર૬૨ નેટ્સ. ૨ જુઓ પૃષ્ઠ ૩૦૦ પરની નોટ, ના. ૨ ૩ એકાક્ષનિવાસ નગરના વર્ણન માટે જુઓ પૃ. ૩૧૩.
૪ આ હકીકત બીજા પ્રસ્તાવમાં વિસ્તારથી બતાવાઈ ગઈ છે. જુઓ સદરહુ પ્રસ્તાવનું પ્રકરણ આઠમું.
૫ વિક્લાક્ષનિવાસ અને તેને પાડાઓના વર્ણન માટે જુઓ પૃ. ૩ર૦ ૬ જુઓ પૃ. ૩૨૧,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org