________________
ઉપમિતિ ભવપ્રપંચા થા. [પ્રસ્તાવ ૪ અવળા ચીરાવાળા સુંદર ઝાડેની બે મજાની હારે તેઓના જોવામાં આવી. તેઓ કેતુકથી એ ઝાડની બેવડી ઘટાની અંદર પેઠા તે ત્યાં તેઓએ એક મોટું બીલ (રાફડે-ગુફા) જોયું અને તે એટલું ઊંડું હતું કે એનો છેડો ક્યાં હશે તે જણાતું પણ ન હતું. આવું જબરજસ્ત બીલ જોઈને તે શું હશે તે આંખે ફાડી ફાડીને આશ્ચર્યથી બન્ને કુમારે જોવા લાગ્યા. ઘણું વખત સુધી એ બીલને ધારી ધારીને જોતાં તેમાંથી એક રાતા વર્ણવાળી મનહર લલના-સ્ત્રી પોતાની દાસી સાથે બહાર નીકળી આવતી તેઓના જોવામાં આવી. આવી રીતે એકાએક બહાર આવતી ઘણી સુંદર સ્ત્રીને જોઈને જડ કુમાર પિતાના મનમાં ઘણે હર્ષ પામ્યો અને વિપરીત અંતઃકરણવાળ થઈ તે વિચાર કરવા લા -અરે! આ તો કેઈ અપૂર્વ સ્ત્રી છે! આવી ઉત્તમ સ્ત્રી મેં કદિ જોઈ નથી! અહો ! શી એની સુંદરતા! કેવી રમણીય આકૃતિ! કેવું
મનહર રૂપ! કેવા સુંદર આકર્ષક ગુણો! અરે એ તે ૫૨ ૨મણીની શું કેઈ દેવની દેવી સ્વર્ગથી ભ્રષ્ટ થઈ આ મૃત્યુ જડપર અસર. લેકમાં આવેલી હશે અથવા તે શું પાતાળમાંથી
નીકળીને નાગકન્યા અહીં આવી હશે ! અથવા તે નહિ નહિ! મારે એ વિચાર બરાબર નથી! સ્વર્ગમાં અથવા પાતાળમાં પણ આવી સુંદર સ્ત્રી ક્યાંથી હોય? અને મૃત્યુલોકમાં તે આવી સ્ત્રીની વાર્તા પણ ક્યાંથી થઈ શકે? મને તો એમ લાગે છે કે એને સારામાં સારાં પરમાણુઓ વડે વિધિ (નસીબ-બ્રહ્મા)એ ભારે માટે ખાસ મારા ઉપર સંતુષ્ટ થઈને બનાવી છે! વળી એ બાળાની સાથે કઈ પુરૂષ જણાતું નથી અને તે બાળા ચપળ દષ્ટિથી મારી સામું વારંવાર જોયા કરે છે તેથી મારે માટે જ તેને બનાવીને આ વનમાં મૂકી હશે!! માટે હવે એ બાલિકાની નજીક જઈને એના નામની બરાબર પરીક્ષા કરૂં અને તેને સ્વીકારી લઉં! બીજે આડે અવળે વિચાર કરે શા કામનો ? વિચક્ષણ કુમારે પણ વદનકટરમાં આવેલા મોટા બીલમાંથી
નીકળતી એ સુંદર બાળાને જોઈ કે તરત તેના માપરરમણીએ કરેલી નમાં વિચાર આવ્યો કે-એક તે આ પારકી સ્ત્રી વિચક્ષણ પર અસર છે, એકલી છે, જંગલમાં છે અને મનહર છે એવી
સ્થિતિમાં એની સામું રાગથી જેવું ગ્ય નથી તેમ
૧ મહોમાં દાંતની બે હારે છે તેનું આ રૂપક છે. ૨ તાળવું અને નીચેના ભાગને પિલાણને દાંતની પછવાડેને ભાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org