________________
પ્રકરણ ૫]
નરસુંદરીના આપઘાત.
૭૫૫
હતા કે આવા અધમ પાપી દુરાત્માને પેલી કળાકૌશલ્યના ભંડાર જેવી સર્વાંગસુંદર નિપુણ નરસુંદરી યોગ્ય નથી. એ પાપીને નરસુંદરીથી વિયેાગ થયા તે તે ઘણું સારૂં થયું, તદ્દન યોગ્ય થયું, પણ એ ખાપડી સુંદર રૂપસૌભાગ્યવાળી ગુણીયલ સ્ત્રી અકાળે મરણ પામી એ સારૂં ન થયું.” વિગેરે વિગેરે અનેક પ્રકારનાં આકરાં વચને લોકે આલતાં હતાં તે સર્વ મારે સાંભળવાં પડતાં હતાં. અગૃહીતસંકેતા ! લોકો આવી રીતે મારે માટે બેાલતા હતા છતાં અત્યંત મોહને લીધે મારૂં જ્ઞાન તદ્દન નાશ પામવાની અણી ઉપર આવી ગયેલું હોવાથી હું તે મારા મનમાં વિચાર કરતા હતા કે અરે! ભલે લોકો મારી વિરૂદ્ધ ગમે તેવી વાતે કર્યા કરે અને ભલેને મારા પિતા મારો ત્યાગ કરે, પણ હજી મારૂં સારૂં ઇચ્છનાર વિપત્તિમાં મદદ કરનાર મૃષાવાદ અને શૈલરાજ મારી સાથે છે, તેએ મારા ખરા બંધુઓ છે, દુઃખમાંથી ઉગારનારા છે અને મારાપર સાચેા અહ રાખનારા છે. એમની કૃપાથી અત્યાર સુધી મેં ઘણીએ મજાક ઉડાવી છે, અનેકપર આધિપત્ય (શેઢાઇ) મેળવેલ છે અને વળી ભવિષ્યમાં કંઇકની ઉપર પ્રાધાન્ય મેળવીશ અને તેઓની સેાખતનાં રૂડાં (?) ફળ ચાખીશ-એ મામતમાં મારા મનમાં જરા પણ શંકા જેવું નથી.
દરેક ક્ષણે અને દરેક વખતે લોકો તરફથી અનેક પ્રકારની નિંદા સાંભળતા, તિરસ્કારાતા અને ભોંઠા પડતા હું દુ:ખસમુદ્રની વચ્ચે કેટલાંક વર્ષો સુધી તે નગરમાં રખડતા રખડતા પડી રહ્યો. મારે પુણ્યોદય નામને ત્રીજો મિત્ર હતા તે તે મારા વર્તનથી ઘણા જ કાપ કરી રહયા હતા અને તદ્દન નબળા થઇને એકદમ દુર્બળ થઇ ગયે હતા અને જો કે એ આપડાને મારા ઉપર કોઇ કોઇ વાર લાગણી થઇ આવતી હતી પણ મારા વર્તનને લીધે તેની દુર્બળતા વધતી જતી હતી તેથી તે મારે માટે કાંઇ કરી શકતા નહિ. આવી સ્થિતિમાં દુઃખમાં * કેટલાંક વર્ષોં એ નગરમાં ગાળ્યાં.
૧ આ વાર્તા સંસારીજીવ જે અત્યારે રિપુદારૂણ્યુ છે તે પેાતાના વીતક તરીકે કહે છે, અને અગૃહીતસંકેતા સાંભળે છે, સામે સદાગમ બેઠા છે અને બાજીમાં પ્રજ્ઞાવિશાળા અને ભવ્યપુરૂષ બેઠા બેઠા સર્વ સાંભળે છે.
૨ રિપુદારૂણનું ચરિત્ર જે માન મૃષાવાદનું પરિણામ બતાવનાર છે તેનાયર વધારે વિવેચન હવે આ પ્રસ્તાવના છેલ્લા બે પ્રકરણમાં થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org