SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬૫ મીમાંસક-લોકાયતમત જ્ઞાન પ્રમાણ છે અને ઉત્તર ઉત્તર જ્ઞાન ફળ છે. પ્રમાણનો વિષય સામાન્યવિશેષાત્મક વસ્તુ છે. જ્ઞાન સદા પરોક્ષ છે. ભાદૃમતમાં જ્ઞાન અર્થપ્રાકટ્યરૂપ ફળ દ્વારા અનુમાનથી જ્ઞાત થાય છે જ્યારે પ્રાભાકરમતમાં જ્ઞાન સંવેદનરૂપ ફળ દ્વારા અનુમિત થાય છે. વેદ અપૌરુષેય છે, વેદનો રચનારો કોઈ પુરુષ નથી, વેદ અકર્તક છે, નિત્ય છે. વેદવિહિત હિંસાથી ધર્મ થાય છે. શબ્દ નિત્ય છે. સર્વજ્ઞ નથી. (વેદાન્તમતમાં અર્થાત્ ઉત્તરમીમાંસામાં) અવિદ્યા અપરનામ માયાના કારણે ભાસતું આખું જગત પારમાર્થિક સતું નથી, પરંતુ વ્યાવહારિક સત્ છે, કેવળ પરબ્રહ્મ જ પરમાર્થસત્ છે. (૭૬). 41. ૩પસંદડ્યાजैमिनीयमतस्यापि संक्षेपोऽयं निवेदितः । एवमास्तिकवादानां कृतं संक्षेपकीर्तनम् ॥७७॥ 41. ઉપસંહાર કરતાં આચાર્ય કહે છે– આ રીતે જૈમિનિમતનું સંક્ષિપ્ત નિરૂપણ સમાપ્ત થયું. તેની સાથે જ આસ્તિક દર્શનોનું સંક્ષેપમાં કરેલું નિરૂપણ પણ પૂર્ણ થયું. (૭૭). 42. व्याख्या-अपिशब्दान्न केवलमपरदर्शनानां संक्षेपो निवेदितो जैमिनीयमतस्याप्ययं संक्षेपो निवेदितः । वक्तव्यस्य बाहुल्यादल्पीयस्यस्मिन् सूत्रे समस्तस्य वक्तुमशक्यत्वात्संक्षेप एव प्रोक्तः । अथ प्रागुक्तमतानां सूत्रकृनिगमनमाह 'एवं' इत्यादि । एवम् इत्थमास्तिकवादानां जीवपरलोकपुण्यपापाद्यस्तित्ववादिनां बौद्धनैयायिकसांख्यजैनवैशेषिकजैमिनीयानां संक्षेपेण कीर्तनं वक्तव्याभिधानं संक्षेपकीर्तनं कृतम् ॥७७॥ 42. શ્લોકવ્યાખ્યા– શ્લોકગત અપિ” શબ્દ દ્વારા સૂચવાયું છે કે કેવળ અન્ય દર્શનોનું જ નિરૂપણ નથી કર્યું પણ જૈમિનિદર્શનનું પણ નિરૂપણ કરવામાં આવ્યું છે. કહેવાનું તો ઘણું બધું હતું પરંતુ ગ્રન્થની મર્યાદાને ધ્યાનમાં લેતાં આ સંક્ષિપ્ત સૂત્રગ્રન્થમાં સંક્ષેપમાં જ નિરૂપણ કરવું ઉચિત છે. નિરૂપણ સંક્ષિપ્ત હોવાથી સર્વગ્રાહી નિરૂપણ શક્ય નથી. હવે પહેલાં નિરૂપિત મતોનો ઉપસંહાર સૂચવવા સૂત્રકાર “એવં (આ રીતે)' પદનો પ્રયોગ કરે છે. એવું અર્થાત આ રીતે જીવ, પરલોક, પુણ્ય, પાપ આદિના અસ્તિત્વને માનનારાં બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક અને જૈમિનીય આ છ આસ્તિક દર્શનોનું સંક્ષેપમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. (૭૭) |43. નૈવ વિશેષમદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy