SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૬ ૧ એવો થવા લાગ્યો. નારિત વેનિ:પરંતુ સાંખ્ય, યોગ, ન્યાય અને વૈશેષિકનો ખરેખર તો વેદ સાથે કોઈ આન્તરિક સંબંધ છે જ નહિ. વેદાન્તનો પણ વેદ સાથે કોઈ સાચો સંબંધ નથી. મોટે ભાગે વેદ' શબ્દથી ઉપનિષદો જ સમજવામાં આવે છે અને ઉપનિષદોનો સંબંધ વેદતર પરંપરા સાથે છે, વેદ સાથે નથી. એટલે આસ્તિકનો અર્થ વેદ માનનાર અને નાસ્તિકનો અર્થ વેદ ન માનનાર કરી સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાન્તને આસ્તિકના વર્ગમાં મૂકવા અને જૈન, બૌદ્ધ તથા ચાર્વાકને નાસ્તિકના વર્ગમાં મૂકવામાં આવે છે તે યોગ્ય નથી. વળી, વૈદિક અને અવૈદિક દર્શનો એવો વિભાગ પણ યોગ્ય નથી. આવો વિભાગ બ્રાન્તિ ઉપજાવે છે અને મુક્ત મને તેમનાં મૂળની ખોજમાં વિઘ્ન ઊભું કરે છે. પાણિનિ અનુસાર “આસ્તિક” શબ્દનો અર્થ છે પરલોકમાં માનનાર અને નાસ્તિક' શબ્દનો અર્થ છે પરલોકમાં ન માનનાર. આ દષ્ટિએ ચાર્વાક સિવાય બધાં જ દર્શનો આસ્તિક ઠરે છે. જૈન અને બૌદ્ધો પણ પરલોકમાં માને છે અને પોતાને આસ્તિક જ ગણાવે છે. ખરેખર તો કોઈ દર્શનને વૈદિક, અવૈદિક, આસ્તિક કે નાસ્તિક લેબલ લાગડવું ઈષ્ટ લાગતું નથી. ચુસ્ત અને જડ વિભાગીકરણ મુક્ત વિચારણામાં બાધા ઊભી કરે છે. ભારતીય દર્શનની લાક્ષણિકતાઓ અને તેની પરના આક્ષેપો ભારતીય દર્શનનું લક્ષ્ય છે દુઃખમુક્તિ - મોક્ષ. આત્મત્તિક અને ઐકાન્તિક 9. "Regardless of all retrospective glorification of the Veda, even the 'orthodox' core of the tradition, as represented by the exegetic Mimamsa and the Dharmashastra, follows largely unvedic ways of thought and is oriented around a projection or fiction of the Veda. This is also true for those philosophical systems of Hinduism whose 'orthodoxy' is defined by their recognition of the authority of the Veda. While proclaiming the sanctity of the Veda, the Hindu tradition seems to be turning away from the vedic ways of thought and life." Tradition and Reflection, Wilhelm Halbfass, Delhi. 1992, p.2. २. वस्तुतः सांख्यदर्शन के लिए वैदिक मूल नहीं खोजना चाहिए ... सांख्यदर्शन की निरीश्वरवादिता, निवृत्तिपरायणता और श्रुतिविरोध से इस संकेत का समर्थन होता है और उसके मूल की श्रमणविचारधारा में खोज युक्तिसंगत प्रतीत होती है, न कि वैदिक विचारधारा में । बौद्धधर्म के विकास का इतिहास, डॉ. गोविन्दचन्द्र पाण्डेय पृ. १४-१५ ૩. મહાભાષ્ય, ૪.૪.૬૦. પરોકયુમ ઇa f૬ નાસ્તિત્વમ્ | ન્યાયમંજરીગ્રન્થિભંગ, પૃ.૮૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy