SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૫ જૈનમત તે પણ આ રીતે સર્વથા નિર્બાધ અને પ્રમાણસિદ્ધ હોઈ શકત નહિ. તેથી જૈન દર્શન જ સર્વજ્ઞપ્રણીત છે અને સત્ય છે. 476. अथानुक्तमपि किमपि लिख्यते । प्राप्यकारीण्येवेन्द्रियाणीति कणभक्षाक्षपादमीमांसकसाङ्ख्याः समाख्यान्ति । चक्षुः श्रोत्रेतराणि तथेति ताथागताः । चक्षुर्वर्जानीति स्याद्वादावदातहृदयाः । 476. હવે આચાર્ય હરિભદ્રસૂરિના મૂલ ગ્રન્થ ષગ્દર્શનસમુચ્ચયમાં જે વાતો કહી નથી તેમને પણ અહીં સંક્ષેપમાં જણાવીએ છીએ. નૈયાયિકો, વૈશેષિકો, મીમાંસકો અને સાંખ્યો ચક્ષુ આદિ બધી ઇન્દ્રિયોને પ્રાપ્યકારી, અર્થાત્ પોતાના વિષયોને પ્રાપ્ત કરીને – તેમની સાથે સાચેસાચ સંયોગ પામીને – જ તેમને જાણનારી છે એમ માને છે. બૌદ્ધો ચક્ષુ અને શ્રોત્ર સિવાયની બાકી રહેલી સ્પર્શન આદિ ત્રણ ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે. પરંતુ સ્યાદ્વાદી શુદ્ધ હૃદયવાળા જૈનો ચક્ષુ સિવાયની બાકી રહેલી શ્રોત્ર આદિ બધી ઇન્દ્રિયોને પ્રાપ્યકારી માને છે. - 477. શ્વેતામ્બરાળાં સંમતિનૈયઘવાત: સ્વાદાતારો ભાવાવतारिका तत्त्वार्थसूत्रं प्रमाणवार्त्तिकं प्रमाणमीमांसा न्यायावतारोऽनेकान्तजयपताकानेकान्तप्रवेशो धर्मसंग्रहणी प्रमेयस्त्नकोशश्चेत्येवमादयोऽनेके तर्कग्रन्थाः । दिगम्बराणां तु प्रमेयकमलमार्तण्डो न्यायकुमुदचन्द्र आप्तपरीक्षाष्टसहस्त्री सिद्धान्तसारो न्यायविनिश्चयटीका चेत्यादयः ॥ ५८ ॥ 477. શ્વેતામ્બર જૈનોએ રચેલા સન્મતિતર્ક, નયચક્રવાલ, સ્યાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, તત્ત્વાર્થસૂત્ર, પ્રમાણવાર્તિક, પ્રમાણમીમાંસા, ન્યાયાવતાર, અનેકાન્તજયપતાકા, અનેકાન્તપ્રવેશ, ધર્મસંગ્રહણી, પ્રમેયરત્નકોશ વગેરે અનેક તર્કગ્રન્થો છે.દિગમ્બર જૈનોએ રચેલા પ્રમેયકમલમાર્તંડ, ન્યાયકુમુદચન્દ્ર, આપ્તપરીક્ષા, અષ્ટસહસ્રી, સિદ્ધાન્તસાર તથા ન્યાયવિનિશ્ચયટીકા આદિ તર્કગ્રન્થો છે. (૫૮) इति श्रीतपागण भोऽङ्गणदिनमणिश्रीदेवसुन्दरसूरिपादपद्मोपजीविशिष्यश्रीगुणरत्नसूरिविरचितायां तर्करहस्यदीपिकाभिधानायां षड्दर्शनसमुच्चयटीकायां जैनमतस्वरूपनिर्णयो नाम चतुर्थोऽधिकारः । તપાગચ્છરૂપી આકાશમાં સૂર્ય જેવા પ્રતાપી શ્રી દેવસુન્દરસૂરિનાં ચરણકમળના ઉપાસક શિષ્યશ્રી ગુણરત્નસૂરિએ રચેલી તર્કરહસ્યદીપિકા નામની પફ્દર્શનસમુચ્ચયની ટીકાનો જૈનમતસ્વરૂપવર્ણન નામનો ચોથો અધિકાર પૂર્ણ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy