________________
પ૯૨
તર્કરહસ્યદીપિકા ઘોર અંધકારમાં ડૂબે છે. હિંસા કદી ધર્મરૂપ હતી નહિ અને કદી ધર્મરૂપ બનશે નહિ.”
469. તથા મવાન્ત પ્રાપ્ત નાં તૃHથે શ્રદ્ધાતિવિધાનં તવર્ણવવાरितरमणीयम् । तथा च तद्यूथिनः पठन्ति
"मृतानामपि जन्तूनां श्राद्धं चेत्तृप्तिकारणम् । तन्निर्वाणप्रदीपस्य स्नेहः संवर्धयेच्छिखाम् ॥१॥" इति
एवमन्यान्यपि पुराणोक्तानि पूर्वापरविरुद्धानि संदेहसमुच्चयशास्त्रादत्रावतार्य वक्तव्यानि ।
469. પરલોકમાં ગયેલ મૃત વ્યક્તિઓની તૃપ્તિ માટે શ્રાદ્ધ કરવું એ તો અવિચારી કૃત્ય છે, મૂર્ખતા છે. આપના જ યૂથના વિદ્વાનો કહે છે–“જો મરી ગયેલા જીવો શ્રાદ્ધમાં આપવામાં આવેલાં અન્નાદિથી તૃપ્ત થતા હોય તો બુઝાઈ ગયેલા દીપકમાં પણ તેલ ભરવાથી તેમાં જ્યોત પ્રકટવી જોઈએ.” આ જાતનાં પૂર્વાપરવિરોધી કથનો પુરાણોમાં ભર્યાં પડ્યાં છે, તે બધાંને “સદેહસમુચ્ચયશાસ્ત્ર'માંથી ઉદ્ભૂત કરી કહેવાં જોઈએ.
470. तथा नित्यपरोक्षज्ञानवादिनो भाट्टाः स्वात्मनि क्रियाविरोधात् ज्ञानं स्वाप्रकाशकमभ्युपगच्छन्तः प्रदीपस्य परं( स्वा)प्रकाशकमनङ्गीकुर्वन्तश्च कथं सद्भूतार्थभाषिणः ।
1470. જ્ઞાનને સદા પરોક્ષ માનનારા ભાટું મીમાંસકો જ્ઞાનને સ્વપ્રકાશક અર્થાત સ્વસંવેદી માનતા નથી. “એક જ ક્રિયામાં કર્તા અને કર્મ એક હોવામાં વિરોધની દલીલ તેઓ આપે છે. [ગમે તેટલી ધારદાર તલવાર કેમ ન હોય પરંતુ તે પોતે પોતાને કાપી શકે નહિ. આ તેમની દલીલનું દૃષ્ટાન્ત છે.] પરંતુ દીપકને તો તેઓ સ્વાપ્રકાશક માનતા નથી અર્થાત્ સ્વપ્રકાશક માને છે. જ્ઞાનને સ્વપ્રકાશક માનવામાં તેમને વિરોધ જણાય છે પણ દીપકને સ્વપ્રકાશક માનવામાં તેમને વિરોધ જણાતો નથી. આ તો તેમની પરસ્પરવિરોધી માન્યતાઓ થઈ. તેમને યથાર્થવાદી કેમ કહી શકાય?
471. તથા બ્રહદ્વૈતવાહિનોવિદ્યાવિવેન સન્માત્ર પ્રત્યક્ષબ્રિતિયન્તોऽपि न निषेधकं प्रत्यक्षमिति ब्रुवाणाः कथं न विरुद्धवादिनः, अविद्यानिरासेन सन्मात्रस्य ग्रहणात् ।
471. બ્રહ્માદ્વૈતવાદીઓ પ્રત્યક્ષથી અવિદ્યાને અલગ કરી, દૂર કરી, સન્માનનો સાક્ષાત્કાર કરે છે પરંતુ તેઓ પ્રત્યક્ષને નિષેધક – નિષેધ કરનાર ગણતા નથી. જ્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org