________________
તર્કરહસ્યદીપિકા
વિવાહસંબંધ થાય એ ખાતર વિવાહકાલે, પ્રાણોના નાશનો પ્રસંગ ઊભો થાય ત્યારે તથા સર્વ ધન હરાઈ જવાનો પ્રસંગ આવે ત્યારે અસત્ય બોલવામાં કોઈ દોષ નથી. આ પાંચ અસત્ય વચનો પાપરૂપ નથી'' [વસિષ્ઠધર્મસૂત્ર ૧૬. ૩૬] ઇત્યાદિરૂપે અસત્ય બોલવાની છૂટ આપવી, અસત્ય બોલવાનું કહેવું એમાં મીમાંસકોનો પૂર્વાપર વચનવિરોધ સ્પષ્ટ પ્રકટ થાય છે.
૫૯૦
466. तथादत्तादानमनेकधा निरस्य पश्चादुक्तम् यद्यपि ब्राह्मणो हठेन परकीयमादत्ते बलेन वा, तथापि तस्य नादत्तादानं, यतः सर्वमिदं ब्राह्मणेभ्यो दत्तं ब्राह्मणानां नु दौर्बल्याद्वृषलाः परिभुञ्जते, तस्मादपहरन् ब्राह्मणः स्वमादत्ते स्वमेव ब्राह्मणो भुङ्क्ते स्वं वस्ते स्वं ददातीति ।
466. વળી, ચોરીનો અનેક રીતે નિષેધ કર્યા પછી મીમાંસકો કહે છે, “જો કોઈ બ્રાહ્મણ બળથી કે છળથી બીજાનું ધન પડાવી લે તો પણ તે બ્રાહ્મણને ચોરીનું પાપ લાગતું નથી કેમ કે જગતની સઘળી સંપત્તિ બ્રાહ્મણોને જ આપવામાં આવી હતી, બ્રાહ્મણ જ આ જગતની સર્વ સંપત્તિના સ્વામી છે, બ્રાહ્મણોની દુર્બળતાના કારણે જ આ સંપત્તિ શુદ્રોના હાથમાં આવી છે, શૂદ્રો તે સંપત્તિનો ઉપભોગ કરે છે, તેથી બ્રાહ્મણો તેમની પાસેથી સંપત્તિ પડાવી લે તો તે પોતાની સંપત્તિ જ પાછી લઈ લે છે, પોતાની સંપત્તિને જ તે ભોગવે છે, પોતાની સંપત્તિ લઈને પોતાને આપે છે.” આમ એક તરફ ચોરી ન કરવાનો ઉપદેશ આપવો અને બીજી તરફ ચોરી કરવામાં કોઈ દોષ નથી એમ કહેવું, એટલું જ નહિ આડકતરી રીતે ચોરી કરવાની પ્રેરણા આપવી એ શું પરસ્પર વિરોધી વચનો નથી ?
] કૃતિ જ્ઞપિોમ્—
467. તથા ‘‘અપુત્રસ્ય ગતિનîસ્તિ'' [ "अनेकानि सहस्राणि कुमारब्रह्मचारिणाम् । दिवंगतानि विप्राणामकृत्वा कुलसंततिम् ॥१॥" इत्यादि ॥ तथा "न मांसभक्षणे दोषो न मद्ये न च मैथुने ।
प्रवृत्तिरेषा भूतानां निवृत्तिस्तु महाफला ॥ १ ॥ " [ मनु० ५ ।५६ ] इति स्मृतिगते श्लोके । यदि प्रवृत्तिर्निर्दोषा, तदा कथं ततो निवृत्तिस्तु महाफलेति व्याहतमेतत् ।
467. ઉપરાંત, એક સ્થાને તેઓ કહે છે કે “જેને પુત્ર નથી હોતો એવા અપુત્ર મનુષ્યની ગતિ થતી નથી' અને તેઓ જ અન્યત્ર કહે છે કે “હજારો બ્રહ્મચારી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org