SearchBrowseAboutContactDonate
Page Preview
Page 664
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત પ૭૩ चावश्यमङ्गीकर्तव्यं, अन्यथा सकलानुमानेषु साध्यसाधनानामुक्तन्यायत उच्छेद एव भवेत् । तस्माद्भो एकान्तवादिन, निजपक्षाभिमानत्यागेनाविषादिनोऽक्षिणी निमील्य बुद्धिदृशमुन्मील्य मध्यस्थवृत्त्या युक्त्यानुसारैकप्रवृत्त्या तत्तत्त्वं जिज्ञासन्तो भवन्तोऽनेकान्तं कान्तं विचारयन्तु, प्रमाणेकमूलसकलयुक्तियुक्तं प्रागुक्तनिखिलदोषविप्रमुक्तम् तत्तत्त्वं चाधिगच्छतु । इति परहेतुतमोभास्करनामकं वादस्थलम् । ततः सिद्धं सर्वदर्शनसंमतमनेकान्तमतम् ॥५७॥ 439. વળી, તમે મૈયાયિકો કૃપા કરીને એ બતાવો કે તમે તમારા હેતુઓના સાધ્યને કેવળ સામાન્યરૂપ માનો છો, કે વિશેષરૂપ કે પરસ્પર નિરપેક્ષ ઉભયરૂપ કે પછી અનુભયરૂપ? આટલા જ વિકલ્પો સંભવે છે. સાધ્ય કેવલ સામાન્યરૂપ ઘટતું નથી કેમ કે કેવલ સામાન્ય તો ગધેડાના શિંગડા જેવું અસતુ છે, તે કોઈ પણ અર્થક્રિયા કરી શકતું નથી, તે કાર્યકારી નથી. તેથી કેવલ સામાન્યરૂપ સાધ્ય હોઈ શકે નહિ. કેવલ વિશેષરૂપ પણ સાધ્ય ઘટતું નથી. કેવલ વિશેષ તો બીજી વ્યક્તિઓમાં અનુગત હોતો નથી એટલે તેનો વ્યાપ્તિસંબંધ સંભવતો જ નથી, તેથી તેને સાધ્ય બનાવી ન શકાય. અર્થાત્ સાધ્યનું વિશેષરૂપ હોવું સંભવતું નથી. જેની હેતુ સાથે વ્યાપ્તિ સંભવતી જ ન હોય તેને હેતુ વડે સિદ્ધ કરી શકાય જ નહિ. પરસ્પર નિરપેક્ષ ઉભયપક્ષમાં તો સામાન્ય અને વિશેષ બન્ને પક્ષોમાં આવતા દૂષણોની આપત્તિ આવે. સામાન્યરૂપ પણ નહિ તેમ જ વિશેષરૂપ પણ નહિ એવો અનુભયરૂપ તો કોઈ પદાર્થ સંભવતો જ નથી, કાં તો તે સામાન્યરૂપ હોય કાં તો વિશેષરૂપ. પરસ્પર વ્યવચ્છંદાત્મક સામાન્ય અને વિશેષ બન્નેનો યુગપનિષેધ કરી શકાય નહિ. આમ જ્યારે અનુભયરૂપ પદાર્થનું અસ્તિત્વ જ નથી ત્યારે તે હેતુનો વ્યાપક બનીને સાધ્ય બની શકે જ નહિ. આમ સાધ્યધર્મીમાં અર્થાત્ પક્ષમાં સામાન્ય વિશેષાત્મક વસ્તુને સિદ્ધ કરવા માટે પરસ્પર સાપેક્ષ સામાન્ય વિશેષાત્મક હેતુનો પ્રયોગ કરવો એ જ તર્કસંગત છે. પરસ્પર સાપેક્ષ અર્થાત અન્યોન્યાનુપ્રવિષ્ટ અન્વય (સામાન્ય) અને વ્યતિરેક (વિશેષ) ઉભયથી ઘટિત સ્વભાવવાળો હેતુ સ્વીકારવો જોઈએ. આ પરસ્પર સાપેક્ષ સામાન્યવિશેષાત્મકતાના પક્ષને એકાન્ત પક્ષોને લાગતા દોષો લેશ પણ સ્પર્શતા નથી. તેથી હેતુનું સ્વરૂપ અનેકાન્તાત્મક જ માનવું જોઈએ. હેતુને એકાન્ત સ્વભાવવાળો માનવાથી તો ઉપર દર્શાવ્યા પ્રમાણે સમસ્ત સાધ્ય-સાધનોનો લોપ થઈ જાય અને પરિણામે અનુમાન માત્રનો ઉચ્છેદ થઈ જાય. તેથી તે એકાન્તવાદીઓ, જો આપ સૌ પોતાના પક્ષનું મિથ્યાભિમાન છોડીને શાન્તચિત્તે યોગીની જેમ ચર્મચક્ષુ બંધ કરી જ્ઞાનચક્ષુ ખોલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy