SearchBrowseAboutContactDonate
Page Preview
Page 659
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ તર્કરહસ્યદીપિકા સંબંધનો અસંભવ અમે પહેલાં સિદ્ધ કરી દીધો છે, એટલે સાધ્ય અને સાધનમાં સંયોગાદિ સંબંધના અસંભવને કારણે તેમનામાં વિશેષણવિશેષ્યભાવનો પણ અભાવ છે. 432. નાપિ સાધ્યસાધનોસ્તાનાવ્યું તે, સાધ્યસાધનયોતિન્દ્રसिद्धयोर्भेदाभ्युपगमेन तादात्म्यायोगात् तादात्म्ये च साध्यं साधनं चैकतरमेव भवेन्न द्वयं कथंचित्तादात्म्ये तु जैनमतानुप्रवेशः स्यात् । 432. સાધ્ય અને સાધનમાં તાદાત્મ્ય સંબંધ પણ ઘટતો નથી, કેમ કે સાધ્ય તો અસિદ્ધ હોય છે અને સાધન તો સિદ્ધ હોય છે, આમ જ્યારે તેમની વચ્ચે આટલો મોટો ભેદ છે આકાશ-પાતાળ જેટલું અંતર છે - ત્યારે તેમની વચ્ચે તાદાત્મ્ય સંભવે જ કેવી રીતે ? વળી, જો સાધ્ય અને સાધન વચ્ચે તાદાત્મ્ય માનવામાં આવે તો તાદાત્મ્ય હોવાથી તે બેનો અભેદ થઈ જાય, પછી તો કાં તો સાધ્ય એકલું રહે કાં તો સાધન, અભેદમાં બન્ને ન બચી શકે. આ તો મોટી આપત્તિ કહેવાય. તેમાંથી બચવા તમે નૈયાયિકો જો સાધ્ય અને સાધનમાં કથંચિત્ તાદાત્મ્ય સ્વીકારશો તો તમે જૈન મતનો અનેકાન્ત સ્વીકાર્યો ગણાશે, જે તમને સ્વીકાર્ય નથી. - 433. तदुत्पत्तिस्तु कार्यकारणभावे संभविनी कार्यकारणभावश्चार्थक्रियासिद्धौ सिध्येत् । अर्थक्रिया च नित्यस्य क्रमाक्रमाभ्यां सहकारिषु सत्स्वसत्सु च जनकाजनकस्वभावद्वयानभ्युपगमेन नोपपद्यते । अनित्यस्य तु सतोतो वा सा न घटते सतः समसमयवर्तिर्नि व्यापारायोगात्, व्यापारे वा स्वस्वकारणकाल एव जातानामुत्तरोत्तरसर्वक्षणानामेकक्षणवर्तित्वप्रसङ्गात्, सकलभावानां मिथः कार्यकारणभावप्रसक्तेश्च, असतश्च सकलशक्तिविकलत्वेन कार्यकारणासंभवात्, अन्यथा शशविषाणादेरपि तत्प्रसङ्गात् । तदित्थं साध्यादीनां संबन्धानुपपत्तेरकान्तमते पक्षधर्मत्वादि हेतुलक्षणमसंगतमेव स्यात्, तथा च प्रतिबन्धो दुरुपपाद एव । 433. સાધ્ય અને સાધનમાં કાર્યકારણભાવ હોય તો જ તેમનામાં તદુત્પત્તિ સંબંધ સંભવે. કાર્યકારણભાવ તો ત્યારે સિદ્ધ થાય જ્યારે કારણ અર્થક્રિયાકા૨ી અર્થાત્ કાર્યકારી સિદ્ધ થાય. તમારા નૈયાયિક મતમાં તો કારણ કાર્યકારી સિદ્ધ થઈ શકતું જ નથી. તમે નૈયાયિકો કેટલીક વસ્તુઓને નિત્ય માનો છો અને કેટલીકને અનિત્ય માનો છે, તમે વસ્તુઓને નિત્યાનિત્ય ઉભયસ્વભાવ તો માનતા નથી, અને નિત્ય વસ્તુ અર્થક્રિયાકારી (કાર્યકારી) ઘટતી નથી તેમજ અનિત્ય વસ્તુ પણ અર્થક્રિયાકારી ઘટતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy