SearchBrowseAboutContactDonate
Page Preview
Page 605
Loading...
Download File
Download File
Page Text
________________ " તર્કરહસ્યદીપિકા धर्मिणोऽसत्त्वमेवेति वक्तव्यं धर्म्याधारविरहितानां केवलधर्माणामनुपलब्धेः, एकधर्म्याधाराणामेव च तेषां प्रतीतेः, उत्पद्यमानविपद्यमानधर्माणामनेकत्वेऽप्येकस्य तत्तदनेकधर्मात्मकस्य द्रव्यरूपतया ध्रुवस्य धर्मिणोबाधिताध्यक्षगोचरस्यापह्नोतुमशक्यत्वात्, अबाधिताध्यक्षगोचरस्यापि धर्मिणोऽपह्नवे सकलधर्माणामपह्नवप्रसङ्गात् । तथा च सर्वव्यवहारोच्छेदप्रसक्तिरिति सिद्धमनन्तधर्मात्मकं वस्तु । प्रयोगश्चात्र - विवादास्पदं वस्त्वेकानेकनित्यानित्यसदसत्सामान्यविशेषाभिलाप्यानभिलाप्यादिधर्मात्मकं, तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानत्वात्, यद्यथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानं तत्तथैव प्रमाणगौचरतयाभ्युपगन्तव्यम् यथा घटो घटरूपतया प्रतीयमानो घटतयैव प्रमाणगोचरोऽभ्युपगम्यते न तु पटतया तथैवास्खलत्प्रत्ययेन प्रतीयमानं च वस्तु, तस्मादेकानेकाद्यात्मकं प्रमाणगोचरतयाभ्युपगन्तव्यम् । ૫૧૪ 380, બૌદ્ધ— ઉત્પન્ન થતા અને નાશ પામતા ધર્મોને છોડીને કોઈ અતિરિક્ત ધર્મીનું (દ્રવ્યનું) અસ્તિત્વ જ નથી. ધર્મો જ પ્રતિક્ષણ ઉત્પન્ન થાય છે તથા નાશ પામે છે. તે ધર્મોમાં રહેનારો સ્થાયી, અનુસ્મૃત યા અન્વયી કોઈ ધર્મી નથી. કેવળ ક્ષણિક પર્યાયો જ છે, સ્થાયી યા ધ્રુવ દ્રવ્ય નામની કોઈ ચીજ જ નથી. ? જૈન— તમારે આમ ન કહેવું જોઈએ કેમ કે ધર્મરૂપ આધાર વિના નિરાધાર ધર્મોની ક્યાંય ઉપલબ્ધિ થતી નથી. ધર્મ કોઈ ને કોઈ આધારભૂત ધર્મીમાં જ પ્રતીત થાય છે. જો કે ઉત્પન્ન થતા અને નાશ પામતા ધર્મો અનેક છે તેમ છતાં તે અનેક ધર્મોનો આધારભૂત અનેકધર્માત્મક ધર્મી દ્રવ્યરૂપે એક અને ધ્રુવ(નિત્ય) છે. એવો ધર્મી પ્રત્યક્ષાદિ પ્રમાણોનો નિર્બાધપણે વિષય બને છે, તેથી તેનો લોપ કરવો શક્ય નથી. જો પ્રત્યક્ષસિદ્ધ નિર્બાધ ધર્મીનો લોપ કરવામાં આવે તો સમસ્ત ધર્મોનો પણ લોપ થઈ જાય, આધારનો લોપ થતાં આધેયોનો પણ લોપ થઈ જાય, અને આ રીતે ધર્મ અને ધર્મી બન્નેનો લોપ થતાં જગતના સમસ્ત પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારોનો ઉચ્છેદ થઈ જાય. આ રીતે બધી વસ્તુઓ અનન્તધર્માત્મક યા અનેકાન્તાત્મક સિદ્ધ થઈ જ જાય છે. અનુમાનપ્રયોગ – વિવાદાસ્પદ યા વિચારાધીન વસ્તુ એક, અનેક, નિત્ય, અનિત્ય, સત્, અસત્, સામાન્ય, વિશેષ, વાચ્ય, અવાચ્ય આદિ અનેકધર્મોવાળી છે, અનન્તધર્માત્મક છે, કેમ કે તે અનન્તધર્માત્મક રૂપવાળી જ નિર્બાધ પ્રતીતિનો વિષય બને છે, જે જે રૂપે નિર્બાધ પ્રતીતિનો વિષય બને છે તે તે રૂપે જ પ્રમાણનો વિષય બને છે, જેમ કે ઘટરૂપે નિર્બાધ પ્રતીતિમાં પ્રતિભાસિત થતો ઘડો ઘટરૂપે જ પ્રમાણનો વિષય બને છે, નહિ કે પટરૂપે. નિત્ય, અનિત્ય, એક, અનેક આદિ રૂપે સઘળી વસ્તુઓનો પ્રતીતિમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy