________________
૪૯૯
જૈનમત જે ગ્રાહક છે તે પ્રત્યક્ષ છે એ સિદ્ધ થાય છે એમ કહેવું ન જોઈએ, કારણ કે પોતાના સ્વરૂપરૂપ અર્થનું ગ્રાહક' એટલો જ અર્થ પણ “અર્થનું ગ્રાહક પદનો થાય છે.
જેન- બાહ્યાર્થનિષેધક વિજ્ઞાનવાદીઓ વગેરે “અર્થગ્રાહક પદનો પોતાના સ્વરૂપ માત્રનું ગ્રાહક' જ અર્થ કરવાના એમ વિચારીને જ હરિભદ્રસૂરિએ તે અર્થઘટનનો પ્રતિષેધ કરવા ખાતર જ શ્લોકમાં “ગ્રહણક્ષયા' પદ મૂક્યું છે. ગ્રહણક્ષયા' પદથી જે યોગાચાર આદિ ચિંતકો સમસ્ત જ્ઞાનોને બાહ્ય અર્થના ગ્રાહકન કહેતાં કેવળ પોતાના જ સ્વરૂપમાત્રના ગ્રાહક માને છે તેમનો નિરાસ કરવામાં આવ્યો છે. જેમ અન્તઃસંવેદન પોતાના સ્વરૂપને જાણવા વ્યાપાર કરે છે તેમ તે બાહ્ય ઘટ, પટ વગેરે બાહ્ય પદાર્થોને પણ જાણવા વ્યાપાર કરે છે. જો જ્ઞાન બાહ્ય પદાર્થોને જાણતું જ ન હોય અને કેવળ પોતાના સ્વરૂપને જ જાણતું હોય તો બધાં પ્રાણીઓને નિયત બાહાદેશમાં નીલાદિ પદાર્થોનો એકસરખો પ્રતિભાસ થાય જ નહિ. [વિજ્ઞાનવાદીઓના મતે જ્ઞાન પોતે જ નીલ આદિ આકારોમાં પ્રતિભાસિત થાય છે. જો એવું જ હોય તો જ્ઞાનરૂપ નીલ આદિ બહાર નિયત સ્થાનમાં ન દેખાવા જોઈએ તથા બધાં પ્રાણીઓને સમાનપણે તેમનું એકસરખું પ્રત્યક્ષ ન થવું જોઈએ, જ્ઞાનનો આકાર તો સ્વસંવેદ્ય હોય છે, સર્વસંવેદ્ય નથી હોતો. પરંતુ નીલ આદિ પદાર્થ તો નિશ્ચિત બાહ્ય પ્રદેશમાં સૌને સમાનપણે એકસરખો પ્રતિભાસિત થાય છે.] તેથી બાહ્ય નીલ આદિ પદાર્થોનું અસ્તિત્વ અવશ્ય માનવું જોઈએ.
_365. મથ રિલૂપચૈવ તથા તથા પ્રતિમાનાન્ન હાઈમિતિ રે; तर्हि बहिरर्थवत् स्वज्ञानसंतानादन्यानि संतानान्तराण्यपि विशीर्येरन् । अथ संतानान्तरसाधकमनुमानमस्ति, तथाहि-विवक्षितदेवदत्तादेरन्यत्र यज्ञदत्तादौ व्यापारव्याहारौ बुद्धिपूर्वको व्यापारव्याहारत्वात्, संप्रतिपन्नव्यापारव्याहारवदिति । संतानान्तरसाधकमनुमानं स्वस्मिन् व्यापारव्याहारयोर्जानकार्यत्वेन प्रतिबन्धनिश्चयादिति चेत्, न एतस्यानुमानस्यार्थस्येव स्वप्नदृष्टान्तेन भ्रान्ततापत्तेः, तथाहि-सर्वे प्रत्यया निरालम्बनाः प्रत्ययत्वात्, स्वप्नप्रत्ययवदिति, तदभिप्रायेण यथा बहिरर्थग्रहणस्य निरालम्बनतया बाह्यार्थाभावस्तथा संतानान्तरसाधनस्यापि निरालम्बनतया संतानान्तराभावः स्यादिति ।
365. વિજ્ઞાનવાદી- જ્ઞાન જ અનાદિ વાસનાઓના વિચિત્ર વિપાકના કારણે] તે તે નીલ આદિ આકારોમાં બાહ્યદેશમાં પ્રતિભાસિત થાય છે, બાહ્ય નીલ આદિ અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org