SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૬ તર્કરહસ્યદીપિકા संबन्धतस्त्वनन्तकालेनानन्तैः परैर्वस्तुभिः समं प्रस्तुतघटस्याघाराधेयभावोऽनन्तविधो भवति, ततस्तदपेक्षयाप्यनन्ताः स्वधर्माः । एवं स्वस्वामित्वजन्यजनकत्वनिमित्तिनैमित्तकत्वषोढाकारकत्वप्रकाश्यप्रकाशकत्वभोज्यभोजकत्ववाद्यवाहकत्वाश्रयाश्रयिभाववध्यवधकत्वविरोध्यविरोधकत्वज्ञेयज्ञापकत्वादिसंख्यातीतसंबन्धैरपि प्रत्येकमनन्ता धर्मा સાતવ્યા: I _342. તેવી જ રીતે આ ઘડો અન્ય અનન્ત દ્રવ્યોથી એક, બે, ત્રણ આદિ અનન્ત ધર્મોની અપેક્ષાએ વિલક્ષણ છે, તેથી તેમાં અન્ય પદાર્થોથી વિલક્ષણતા કરાવનાર અનન્ત ધર્મો વિદ્યમાન છે અને તેથી તે ઘડો વિશેષ યા વિલક્ષણતાની દૃષ્ટિએ પણ અનન્ત સ્વધર્મોવાળો છે. અનન્ત દ્રવ્યોમાંથી કોઈની અપેક્ષાએ આ ઘડામાં સ્થૂળતા, તો કોઈની અપેક્ષાએ કૃશતા, કોઈની અપેક્ષાએ સમાનતા, અસમાનતા, સૂક્ષ્મતા, સ્થૂળતા, તીવ્રતા, ચકચકાટપણું, સૌમ્યતા, પૃથુતા, સાંકડાપણું, નીચતા, ઉચ્ચતા, વિશાલમુખતા આદિ અનન્ત પ્રકારના ધર્મો મળે છે. આમ આ સ્થૂળતા આદિ ધર્મોની અપેક્ષાએ પણ ઘડામાં અનન્ત સ્વધર્મો છે. સંબંધની દૃષ્ટિએ અનન્તકાળમાં અનન્ત પરવસ્તુઓ સાથે પ્રસ્તુત ઘટનો આધારાધેયભાવ સંબંધ અનન્ત પ્રકારનો થાય છે, તેથી એ દૃષ્ટિએ પણ ઘટના અનન્ત સ્વધર્મો છે. તેવી જ રીતે આ સોનાના ઘડાનો પોતાના સ્વામી સાથે સ્વસ્વામિભાવ સંબંધ, ઉત્પન્ન કરનાર સોની સાથે જન્યજનકભાવ સંબંધ, સ્વામીમાં ધની આદિ વ્યવહાર કરાવવામાં યા જલ આદિ ખેંચવામાં નિમિત્તનૈમિત્તિકભાવ સંબંધ, કોઈ જલ લાવવું આદિ ક્રિયાઓમાં કર્તા, કર્મ, કરણ આદિ છયે કારકરૂપ સંબંધ, દીપક આદિ સાથે પ્રકાશ્યપ્રકાશકભાવ સંબંધ, જેના ઉપભોગનો વિષય હોય તે ભોક્તાની સાથે ભોજ્યભોજકભાવ સંબંધ, જે દૂધ, જલ આદિ પદાર્થોને વહન કરતો હોય તેમની સાથે વાહ્યવાહકભાવ સંબંધ અથવા જે ખચ્ચર આદિ પશુ વડે યા પનિહારી વડે વહન કરાતો હોય તેમની સાથે વાહ્યવાહકભાવ સંબંધ, જે સ્થાન પર મૂકેલો હોય તે સ્થાન સાથે અથવા તેમાં જે ચીજ મૂકી હોય તે ચીજ સાથે આધારાધેયભાવ સંબંધ, જે તે ઘડાને ફોડે યા ભાંગે છે અથવા જેના માથા સાથે અથડાવાથી તેના કપાળમાં ઘા પડે છે તેમની સાથે વધ્યઘાતકભાવ સંબંધ, તે ઘડાના કારણે જેમની સાથે વિરોધ થાય યા તેમાં રાખવાથી જે ચીજ બગડી જાય તેની સાથે વિરોધ્યવિરોધભાવ સંબંધ તથા જ્ઞાનની સાથે શેયજ્ઞાપકભાવ સંબંધ આદિ સંખ્યાતીત સંબંધો છે. આ સંબંધોની અપેક્ષાએ એક જ ઘડામાં અનન્ત સ્વભાવો યા ધર્મો છે. 343. તથા થે ચેડત્ર પદ વપરાયા મનસ્તાનતા રે, તેષામુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy