SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪ तदाभासता, यथा तिमिराद्युपप्लुतं ज्ञानं चन्द्रादावविसंवादकत्वात्प्रमाणं तत्संख्यादौ च तदेव विसंवादकत्वादप्रमाणम् । प्रमाणेतरव्यवस्थायाः विसंवादाविसंवादलक्षणत्वादिति स्थितमेतत् - प्रत्यक्षं परोक्षं च द्वे एव प्रमाणे । अत्र च मतिश्रुतावधिमनःपर्यायकेवलज्ञानानां मध्ये मतिश्रुते परमार्थतः परोक्षं प्रमाणम् अवधिमनःपर्यायकेवलानि तु प्रत्यक्षं प्रमाणमिति । 329. તેથી એક જ જ્ઞાન જે અંશમાં અવિસંવાદી હોય તે અંશમાં પ્રમાણ છે અને જે અંશમાં વિસંવાદી હોય તે અંશમાં અપ્રમાણ યા પ્રમાણાભાસ છે. ઉદાહરણ તરીકે તિમિરરોગીને એક જ ચન્દ્રમાં દ્વિચન્દ્રનું થતું જ્ઞાન, અર્થાત્ તિમિરરોગીનું દ્વિચન્દ્રજ્ઞાન ચન્દ્રાંશમાં યથાર્થ યા અવિસંવાદી હોવાથી ચન્દ્રાંશમાં પ્રમાણ છે પરંતુ તે જ દ્વિચન્દ્રજ્ઞાન ત્વાંશમાં અયથાર્થ યા વિસંવાદી હોવાથી દ્વિત્પાંશમાં અપ્રમાણ છે. ચન્દ્ર તો છે પણ બે નથી. [જ જ્ઞાનમાં અવિસંવાદી અંશ અધિક હોય છે તે જ્ઞાનને વ્યવહારમાં પ્રમાણ કહેવામાં આવે છે અને જે જ્ઞાનમાં વિસંવાદી અંશ અધિક હોય છે તે જ્ઞાનને વ્યવહારમાં અપ્રમાણ કહેવામાં આવે છે. ઉદાહરણાર્થ, કસ્તૂરીમાં ગન્ધ ઉત્કટ હોવાથી તેને ગન્ધદ્રવ્ય કહેવામાં આવે છે. ‘પર્વત પર ચન્દ્ર ઉગી રહ્યો છે' આ સત્ય જ્ઞાન પણ ચન્દ્રાંશમાં પ્રમાણ હોવા છતાં ‘પર્વત પર’ આ અંશમાં અપ્રમાણ છે.] પ્રમાણની વ્યવસ્થ્ય અવિસંવાદથી અને અપ્રમાણની વ્યવસ્થા વિસંવાદથી થાય છે અર્થાત્ જે જ્ઞાન અવિસંવાદી તે પ્રમાણ અને જે જ્ઞાન વિસંવાદી તે અપ્રમાણ. તેથી છેવટે એ સ્થિર થયું કે પ્રમાણ બે જ છે પ્રત્યક્ષ અને પરોક્ષ. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલજ્ઞાન આ પાંચ જ્ઞાનોમાં મતિ અને શ્રુત વસ્તુતઃ પરોક્ષ પ્રમાણ છે જ્યારે અવિધ, મનઃપર્યાય અને કેવલજ્ઞાન પ્રત્યક્ષ છે. [હા, લોકવ્યવહારમાં મતિજ્ઞાનની પ્રત્યક્ષ તરીકે પ્રસિદ્ધિ હોવાના કારણે તેને સાંવ્યવહારિક યા ગૌણ પ્રત્યક્ષ પણ કહેવામાં આવે છે.] તર્કરહસ્યદીપિકા - Jain Education International 330. અથોત્તરાર્ધ વ્યાસ્ત્રાયતે। ‘અનન્તધર્મ વસ્તુ' ત્યાતિ । प्रमाणाधिकारे प्रमाणस्य प्रत्यक्षस्य परोक्षस्य च विषयस्तु ग्राह्यं पुनरनन्तधर्मकं वस्तु, अनन्तास्त्रिकालविषयत्वादपरिमिता धर्माः - स्वभावाः सहभाविनः क्रमभाविनश्च स्वपरपर्याया यस्मिंस्तदनन्तधर्ममेव स्वार्थे कप्रत्ययेऽनन्तधर्मकमनेकान्तात्मकमित्यर्थः । अनेकेऽन्ता अंशा धर्मा वात्मा स्वरूपं यस्य तदनेकान्तात्मकमिति व्युत्पत्तेः, वस्तु - सचेतनाचेतनं सर्वं दव्यम्, अत्र अनन्तधर्मकं वस्त्विति पक्षः, प्रमाणविषय इत्यनेन For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy