________________
૩૭૬
- તર્કરહસ્યદીપિકા नुमेयाः स्युः, तथा धर्मास्तिकायादयोऽपि किं न स्वकार्यानुमेया भवेयुः । धर्मास्तिकायादीनां कार्याणि चामूनि । तत्र धर्मो गत्युपग्रहकार्यानुमेयः, अधर्मः स्थित्युपग्रहकार्यानुमेयः, अवगाहोपकारानुमेयमाकाशं, वर्तनाद्युपकारामुमेयः कालः, प्रत्यक्षानुमानावसेयाश्च पुद्गलाः ।
199. શંકા- તમે જૈનો જે દૂર દેશ ગયેલા દેવદત્તની વાત કરો છો તે તો . આપણામાંના કોઈને તો પ્રત્યક્ષ થઈ જ જાય છે. દેવદત્ત ભલે તેના ગામના લોકોને ન દેખાય પણ જે ગામ ગયો છે તે ગામના લોકોને તો દેખાય છે જ. તેથી તેનું અસ્તિત્વ તો માની શકાય છે પરંતુ આ ધર્માસ્તિકાય આદિ તો ક્યારેય કોઈને કોઈ રીતે પ્રત્યક્ષ થતા નથી, એટલે તેમનું અસ્તિત્વ કેમ મનાય? તેમની અનુપલબ્ધિથી તો તેમનો અભાવ નિશ્ચિત થાય છે.
જૈન ઉત્તર- જેવી રીતે દેવદત્ત આદિ દેશાત્તરવર્તી પુરુષોને પ્રત્યક્ષ થતા હોવાથી તેમનું અસ્તિત્વ નિશ્ચિત થાય છે તેવી જ રીતે ધર્માસ્તિકાય આદિ પણ કેવલજ્ઞાનીઓને કેવલજ્ઞાન દ્વારા પ્રત્યક્ષ થતા હોવાથી તેમનું પણ અસ્તિત્વ નિશ્ચિત થાય છે જ. તો પછી તેમને અસ્તિત્વ ધરાવતા કેમ ન માનવા? અથવા, જેવી રીતે પરમાણુઓ સદા અપ્રત્યક્ષ હોવા છતાં પણ પોતાનાં સ્થૂળ કાર્યો દ્વારા અનુમિત થાય છે તેવી જ રીતે ધર્માસ્તિકાય આદિ અમૂર્ત (અરૂપી) હોવા છતાં તેમનાં ગતિ, સ્થિતિ આદિમાં સહકારિતારૂપ કાર્યો દ્વારા અનુમિત થાય છે જ, કેમ અનુમિત ન થાય? ધર્માસ્તિકાય આદિનાં નીચે જણાવેલાં કાર્યો તો પ્રસિદ્ધ છે. ગતિમાં અપેક્ષાકરણ હોવું એ ધર્મદ્રવ્યનું કાર્ય છે. સ્થિતિમાં અપેક્ષાકારણ હોવું એ અધર્મદ્રવ્યનું કાર્ય છે. રહેવા માટે અવકાશ આપી દ્રવ્યોને મદદ કરવી, ઉપકાર કરવો એ આકાશનું કાર્ય છે. અને દ્રવ્યોની વર્તના, પરિણમન આદિમાં મદદ કરવી એ કાલનું કાર્ય છે. આ કાર્યો દ્વારા ધર્મ આદિ અમૂર્ત દ્રવ્યોનું અનુમાન થઈ શકે છે. પુદ્ગલના સ્થૂળ સ્કન્ધો તો પ્રત્યક્ષ ગ્રાહ્ય છે તથા સૂક્ષ્મ સ્કન્ધો તેમ જ પરમાણુઓનું તેમનાં સ્થૂળ સ્કલ્પરૂપ કાર્યો ઉપરથી અનુમાન થાય છે.
_200. નાશાય: સ્વાનુયા ભવતુ, ઘમઘન તુ થમ્ अत्रोच्यते युक्तिः, धर्माधर्मी हि स्वत एव गतिस्थितिपरिणतानां द्रव्याणामुपगृह्णीतोऽपेक्षाकारणतया आकाशकालादिवत्, न पुनर्निर्वर्तककारणतया, निर्वर्तकं हि कारणं तदेव जीवद्रव्यं पुद्गलद्रव्यं वा गतिस्थितिक्रियाविशिष्टं, धर्माधर्मों पुनर्गतिस्थितिक्रियाविशिष्टानां द्रव्याणामुपकारकावेव न . पुनर्बलाद्गतिस्थितिनिर्वर्तकौ । यथा च सरित्तटाकहदसमुद्रेष्ववेगवाहित्वे
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org