________________
જૈનમત
૩૪૩ હોવા છતાં સચેતન જણાય છે, તેવી જ રીતે પાણીને પણ સચેતન માનવું જોઈએ. વળી ઈંડામાં પક્ષીનું શરીર સાવ પાણી જેવું જ પ્રવાહી હોય છે, તે સમયે તેમાં હાથ, પગ, ચાંચ આદિ કોઈ અવયવ વ્યક્ત યા પ્રગટ થયા નથી હોતા. તે જ પ્રમાણે સચેતન છે તે જ પ્રમાણે પાણી પણ સચેતન છે. પાણી ઈંડામાં રહેલા તરલ પદાર્થની જેમ જ સજીવ છે. અનુમાનપ્રયોગ- વલોવ્યા વિનાનું, અતાડિત જલ સચેતન છે કેમકે શસ્ત્ર આદિથી તાડિત ન થયેલું તે પ્રવાહી છે. જેમ હાથીના સ્થૂળ શરીરનું મૂલ ગર્ભવર્તી કલલ પ્રવાહી હોવા સાથે સચેતન છે, તેમ જલ પણ પ્રવાહી હોવા સાથે સચેતન છે. મૂત્ર આદિ પ્રવાહી મૂત્રાશય આદિથી તાડિત હોય છે, તેથી તેઓ પ્રવાહી હોવા છતાં સજીવ નથી. તેથી “શસ્ત્ર આદિથી અતાડિત’ એ વિશેષણથી મૂત્ર આદિની વ્યાવૃત્તિ થઈ જાય છે.
149. તથા સત્ય તોયમ, અનુપતિવવત્થાત, મઘમધ્યસ્થિતकललवदिति । इदं वा प्राग्वज्जीववच्छरीरत्वे सिद्धे सति प्रमाणम् । सचेतना हिमादयः क्वचित्, अप्कायत्वात्, इतरोदकवदिति । तथा क्वचन चेतनावत्य आपः, खातभूमिस्वाभाविकसंभवात्, दर्दुरवत् । अथवा सचेतना अन्तरिक्षोद्भवा आपः, अभ्रादिविकारे स्वत एव संभूय पातात्, मत्स्यविदित ।
149. જેમ ઇંડાની અંદર રહેલો પાતળો પ્રવાહી પદાર્થ, પ્રહાર યા તાડનથી મુક્ત રહેતાં, સચેતન હોય છે તેમ અતાડિત જલ પણ સચેતન હોય છે કેમ કે તે પણ અતાડિત પ્રવાહી પદાર્થ છે. જ્યારે લાકડી આદિ સાધનોથી પાણીને વલોવવામાં આવે , આઘાત કરવામાં આવે, કોઈપણ રીતે તેને ફટકારવામાં આવે ત્યારે તે અચેતન બની જાય. તેથી હેતુમાં “અતાડિત’ વિશેષણ મૂકવામાં આવ્યું છે. પહેલાં અતાડિત હોવાથી સજીવ પાણીને પછી તાડન કરતાં તે જ પાણી નિર્જીવ બની જાય છે એમ પહેલાંની જેમ સમજવું. કોઈ કોઈ બરફ વગેરે પણ સચેતન હોય છે કેમ કે તેઓ જલકાય છે. જેમ કે અન્ય પાણી, જમીનમાંથી સ્વાભાવિકપણે નીકળતું પાણી સચેતન હોય છે કેમ કે તે પૃથ્વી ખોદતાં જ સ્વાભાવિકપણે નીકળે છે, જેમ જમીન ખોદતાં સચેતન દેડકાં નીકળે છે તેમ. વાદળોમાંથી વરસતું પાણી સચેતન હોય છે કેમ કે વાદળો બંધાતાં તે આપોઆપ વરસે છે, જેમ કે વાદળોમાંથી વરસતી સચેતન માછલીઓ. જેવી રીતે ચોમાસામાં વાદળોમાં ઠંડી, ગરમી આદિના નિમિત્તથી માછલીઓ ઉત્પન્ન થઈ વરસે છે તેવી જ રીતે પાણી પણ વાદળોના વિકારથી ઉત્પન્ન થઈવરસે છે, તેથી સચેતન છે. - 150. તથા શીતાને ખૂશ શીરે પતિ નદીવિષ્યજોડો વદ વદુર્વहुतरे च बहुतरो य ऊष्मा संवेद्यते स जीवहेतुक एव, अल्पबहुबहुतर
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org