SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનમત [ચોથા કર્મગ્રન્થના પોતાના હિન્દી અનુવાદના ટિપ્પણમાં પંડિત સુખલાલજી આ પ્રશ્ન પરત્વે મહત્ત્વની વાત કહે છે : “તેરમા ગુણસ્થાનના સમયે આહારકત્વનો અંગીકાર ચોથા કર્મગ્રન્થમાં અને દિગમ્બર ગ્રન્થોમાં છે. જુઓ તત્ત્વાર્થસૂત્ર ૧.૮ ની સર્વાર્થસિદ્ધિ - મીહીરીનુવાન મોહારવુ મિથ્યાવીન યોગવેચત્તાનિ ા તેવી જ રીતે ગોમ્મસારના જીવકાષ્ઠની ૬૬૫ની અને ૬૯૭મી ગાથાઓ પણ જોવા જેવી છે. - ઉક્ત ગુણસ્થાનમાં અસાતવેદનીયનો ઉદય બન્ને સંપ્રદાયના ગ્રન્થોમાં (બીજો કર્મગ્રન્થ ગાથા ૨૨, ગોમ્મસાર કર્મકાર્ડંગાથા ૨૭૧) માનવામાં આવ્યો છે. આ જ રીતે તે સમયે આહારસંજ્ઞા ન હોવા છતાં પણ કાર્યણશરીરનામકર્મના ઉદયના કારણે કર્મયુગલોના ગ્રહણની જેમ ઔદારિકશરીરનામકર્મના ઉદયના કારણે દારિક પુદ્ગલોનું ગ્રહણ દિગમ્બર ગ્રન્થમાં (લબ્ધિસાર ગાથા ૬૧૪) પણ સ્વીકારાયું છે. આહારકત્વની વ્યાખ્યા ગોમ્મસારમાં એટલી બધી સ્પષ્ટ છે કે કેવલી દ્વારા દારિક, ભાષા અને મનોવર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરાય છે એ બાબતમાં કોઈ પણ સંદેહ રહેતો નથી (જીવકાર્ડ ગાથઆ ૬૬૩-૬૬૪). ઔદારિક પુગલોનું નિરન્તર ગ્રહણ પણ એક જાતનો આહાર છે જે “લોમાહાર' કહેવાય છે. આ આહાર લેવાય ત્યાં સુધી શરીરનો નિર્વાહ અને તેના અભાવમાં શરીરનો અનિર્વાહ. અર્થાત્ યોગ(પ્રવૃત્તિ)પર્યન્ત ઔદારિક પુગલોનું ગ્રહણ અન્વય-વ્યતિરેકથી સિદ્ધ છે. આ રીતે કેવલજ્ઞાનીમાં આહારકત્વ, તેના કારણભૂત અસાતવેદનીયનો ઉદય અને ઔદારિક પુગલોનું ગ્રહણ બન્ને સંપ્રદાયોમાં સમાનપણે માન્ય છે. બન્ને સંપ્રદાયોની આ વિચાર સમાનતા એટલી બધી છે કે તેની આગળ કવલાહારનો પ્રશ્ન વિચારશીલોની દૃષ્ટિમાં આપોઆપ ઊકલી જાય છે. કેવલજ્ઞાની કવલાહાર નથી કરતા એવું માનનારા પણ કેવલજ્ઞાની અન્ય સૂક્ષ્મ ઔદારિક પુદ્ગલોને ગ્રહણ કરે છે એ તો નિર્વિવાદ માટે જ છે. જેમના મતમાં કેવલજ્ઞાની કવલાહાર ગ્રહણ કરે છે તેમના મતે પણ તે પૂલ ઔદારિક પુદ્ગલો સિવાય બીજું કંઈ જ નથી. આમ કવલાહાર માનનાર અને ન માનનાર ઉભયના મતમાં કેવલજ્ઞાની દ્વારા કોઈ ને કોઈ પ્રકારના ઔદારિક પુગલોનું ગ્રહણ કરાવું સમાન છે. આવી પરિસ્થિતિમાં કલાકારના પ્રશ્નને વિરોધનું સાધન બનાવવું અર્થહીન છે.] 90. અથ તત્ત્વાન્યાદजीवाजीवौ तथा पुण्यं पापमानवसंवरौ । बन्धो विनिर्जरामोक्षौ नव तत्त्वानि तन्मते ॥४७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy