SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ તર્કરહસ્યદીપિકા અનુમાનો મોજૂદ હોવાથી નૈયાયિકોના આ બધા હેતુઓ પ્રક૨ણસમ છે. આ વિપરીત અનુમાનો વિરુદ્ધ પ્રકરણની ચિન્તા ઉપસ્થિત કરીને પહેલાંના મૂલ હેતુઓના સામર્થ્યને રુંધે છે. અકર્તૃત્વને સિદ્ધ કરનારાં અનુમાનો આ છે – ‘ઈશ્વર જગતનો કર્તા ન હોઈ શકે કેમ કે તેની પાસે જગતને રચવાનાં ઉપકરણો (ઓજારો) નથી, જેમ કે દંડ, ચાકડો, દોરી આદિ ઉપકરણોથી રહિત કુંભાર ઘડાને બનાવી શકતો નથી.’ ‘ઈશ્વર જગતનો કર્તા નથી કેમ કે તે સર્વવ્યાપી હોવાથી ક્રિયાશૂન્ય છે, જેમ કે આકાશ.’ ‘ઈશ્વર વિચિત્ર જગતનો કર્તા ન હોઈ શકે કેમ કે તે એક છે, એક સ્વભાવવાળો છે, જેમ કે આકાશ.’ આવાં અનેક પ્રત્યનુમાનો રજૂ કરી શકાય. 46. नित्यत्वादीनि तु विशेषणानि तद्व्यवस्थापनायानीयमानानि शण्ढं प्रति कामिन्यारूपसंपन्निरूपणप्रायाण्यपकर्णनीयान्येव । विचारासहत्व - ख्यापनार्थं तु किंचिदुच्यते । तत्रादौ नित्यत्वं विचार्यते तच्चेश्वरे न घटते । तथाहि--नेश्वरो नित्यः, स्वभावभेदेनैव क्षित्यादिकार्यकर्तृत्वात्, अप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावं कूटस्थं नित्यमिति हि नित्यत्वलक्षणाभ्युपगमात् । स्वभावभेदानभ्युपगमे च सृष्टिसंहारादिविरुद्धकार्यकारित्वमतिदुर्घटम् । नापि तज्ज्ञानादीनां नित्यत्वं वाच्यं प्रतीतिविरोधात्, ईश्वरज्ञानादयो न नित्या ज्ञानादित्वादस्मदादिज्ञानादिवदित्यनुमानविरोधाच्च । एतेन तदीयज्ञानादयो नित्या इत्यादि यदवादि तदपोहितमूहनीयम् । 46. ઈશ્વરની સિદ્ધિ માટે તેનાં નિત્યત્વ, સર્વજ્ઞત્વ વગેરે વિશેષણો રજૂ કરવાં એ તો કોઈ નપુંસકને ઉત્તેજિત કરવા તેની આગળ કોઈ કમનીય કામિનીનાં રૂપલાવણ્યની પ્રશંસા કરવા જેવું નિરર્થક અને હાસ્યાસ્પદ છે. જ્યારે મૂળમાં ઈશ્વર જ સિદ્ધ નથી ત્યારે તેના સર્વજ્ઞત્વ આદિ વિશેષણોની કથા સાંભળી કેવળ સમય જ બરબાદ કરવાનો છે. તેમ છતાં તે વિશેષણોની નિરર્થકતા દર્શાવવા થોડોક વિચાર કરીએ છીએ. સૌપ્રથમ ઈશ્વરની નિત્યતાનો વિચાર કરીએ. ઈશ્વર નિત્ય નથી કેમ કે તે પૃથ્વી, વન, પર્વત, નદી આદિ વિચિત્ર કાર્યોને વિભિન્ન સ્વભાવોથી બનાવે છે. [જો ઈશ્વરમાં સ્વભાવભેદ ન માનવામાં આવે તો આ વિચિત્ર કાર્યો ઉત્પન્ન થઈ શકે જ નહિ. એક સ્વભાવવાળી વસ્તુથી એકસરખાં જ કાર્યો ઉત્પન્ન થાય છે. પરંતુ ઈશ્વર રચના કરે છે, સંહાર કરે છે, ઇત્યાદિ વિરુદ્ધ કાર્યોને કરે છે, તેથી સૃષ્ટિ કરતી વખતે સંહાર કરવાના સ્વભાવનો અભાવ અને સંહાર વખતે સૃષ્ટિ કરવાના સ્વભાવનો અભાવ માનવો જ જોઈએ. જેનામાં સ્વભાવભેદ થાય તે નિત્ય ન રહી શકે.] જે વસ્તુ સદા એવી ને એવી જ રહેતી હોય, જેનામાં કોઈ નૂતન સ્વભાવ ઉત્પન્ન થતો જ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy