________________
૨૪૮
તર્કરહસ્યદીપિકા છે. જાતિ તો અનેક વ્યક્તિઓમાં રહે છે, એક જ વ્યક્તિમાં રહેતી નથી.
36. મg a pોડ વાસી, તથાપિ &િ સત્તામાન , જ્ઞાનवत्त्वेन २, ज्ञानेच्छाप्रयत्नवत्त्वेन ३, तत्पूर्वकव्यापारेण ४, ऐश्वर्येण ५, वा क्षित्यादेः कारणं स्यात् । तत्राद्यपक्षे कुलालादीनामपि जगत्कर्तृत्वमनुषज्यते, सत्त्वाविशेषात् । द्वितीये तु योगिनामपि कर्तृत्वापत्तिः । तृतीयोऽप्यसांप्रतः, अशरीरस्य पूर्वमेव ज्ञानाद्याश्रयत्वप्रतिषेधात् । चतुर्थोऽप्यसंभाव्यः, अशरीरस्य कायवाक्कृतव्यापारवत्त्वासंभवात् ।
36. વારુ, ઈશ્વર દશ્ય હોય કે અદૃશ્ય હોય, જેવો હોય તેવો ભલે હો, તો પણ એ પ્રશ્ન તો ઊભો થાય છે જ કે તે પૃથ્વી આદિનો કર્તા (૧) પોતાની સત્તા માત્રથી છે (૨) કે જ્ઞાનવાળો હોવાથી છે (૩) કે જ્ઞાન અને ઇચ્છા અને પ્રયત્ન ત્રણેયવાળો હોવાથી છે, (૪) કે જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્ન એ ત્રણ પૂર્વક વ્યાપાર કરવાથી છે (૫) કે ઐશ્વર્યવાળો હોવાથી છે? (૧) જો કેવળ સત્તામાત્રથી (યા ઉપસ્થિતિ યા અસ્તિત્વ માત્રથી) ઈશ્વર જગતનો ક્ત હોય તો કુંભાર આદિ બધા જ જગતના કર્તા બની જાય કેમ કે સત્તા તો તેમનામાં પણ છે જ. જિો ઈશ્વર પોતાની નિષ્ક્રિય સત્તા યા વિદ્યમાનતા માત્રથી જ ઈશારો પણ કર્યા વિના જગતને ઉત્પન્ન કરતો હોય તો કુંભાર પણ કહી શકે કે “આ જગત મારી સત્તા યા ઉપસ્થિતિના કારણે ઉત્પન્ન થયું છે', કુંભાર જ કેમ? આપણે બધા નિત્ય અને વ્યાપક હોવાથી નિયાયિક મતે બધા જ આત્માઓ કૂટનિત્ય અને વિભુ છે) બધી જગાએ તથા સદા ઉપસ્થિતિ યા વિદ્યમાન જ છીએ અને તેથી આપણે બધા કહીશું કે “અમારી સત્તા યા ઉપસ્થિતિના કારણે આ ચરાચર જગત ઉત્પન્ન થયું છે.' નિષ્ક્રિય ઉપસ્થિતિ યા વિદ્યમાનતા માત્રથી જ જો “સૃષ્ટિકર્તા'નું મોટું પદ મળતું હોય તો વહેતી ગંગામાં કોણ હાથ ન ધુએ. બધા જ ઈશ્વર બની જશે.] (૨) જો સમસ્ત જગતનું પરિજ્ઞાન હોવા માત્રથી ઈશ્વર જગતનો કર્તા બનતો હોય, તો સર્વજ્ઞ યોગીઓને પણ સમસ્ત જગતનું પરિજ્ઞાન હોય છે જ એટલે તે બધા સર્વજ્ઞા યોગીઓ જગતના કર્તા બની જશે. (૩) અશરીરી ઈશ્વરમાં જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નનું હોવું તો મુક્ત આત્માઓની જેમ નિતાન્ત અસંભવ છે એ તો અમે પહેલાં જ દર્શાવી દીધું છે. તેથી જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નવાળો હોવાના કારણે પણ તે સૃષ્ટિકર્તા છે એમ કહી શકાય નહિ. (૪) “જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નપૂર્વક વ્યાપાર કરવાથી ઈશ્વર જગતનો કર્તા છે' એ ચોથો વિકલ્પ યા પક્ષ પણ અસંગત છે કેમ કે જ્યારે ઈશ્વરને શરીર જ નથી ત્યારે તે જ્ઞાન, ઇચ્છા અને પ્રયત્નપૂર્વક મન, વચન અને કાયાનો વ્યાપાર કરશે કેવી રીતે અને તે વ્યાપાર થશે ક્યાં? આત્માનો જ્ઞાનાદિપૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org