SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ તર્કરહસ્યદીપિકા 34. તથા વાતાલૈિયાપલિટાયું, અષ્ટમવાકુરાલી માવોચ્ચक्षेणाध्यवसायात् । अग्नेरनुष्णत्वे साध्ये द्रव्यत्ववत् । ननु तत्राप्यदृश्य ईश्वर एव कर्तेति चेत्, तन्न । यतस्तत्र तत्सद्भावोऽस्मादेवान्यतो वा प्रमाणात्सिध्येत् । प्रथमपक्षे चक्रकम् । अतो हि तत्सद्भावे सिद्धेऽस्यादृश्यत्वेनानुपलम्भसिद्धिः, तत्सिद्धौ च कालात्ययापदिष्टत्वाभावः, ततश्चास्मात्तत्सद्भावसिद्धिरिति । द्वितीयपक्षोऽप्ययुक्तः तत्सद्भावावेदकस्य प्रमाणान्तरस्यैवाभावात् । [34. આ કાર્યત્વ હેતુ પ્રત્યક્ષથી બાધિત પક્ષમાં પ્રવૃત્ત થતો હોવાના કારણે કાલાત્યયાપદિષ્ટ અર્થાત્ બાધિત પણ છે. ખેડ્યા વાવ્યા વિના ઊગી નીકળતાં જંગલી ઘાસ વગેરેની ઉત્પત્તિમાં કોઈ પણ બુદ્ધિમાન કર્તાનું પ્રત્યક્ષ થતું નથી. ઊલટું પ્રત્યક્ષથી તો ત્યાં કર્તાનો અભાવ નિશ્ચિત થાય છે. જેમ અગ્નિને અનુષ્ણ (શીત) સિદ્ધ કરવા માટે આપવામાં આવેલો દ્રવ્યત્વ હેતુ અગ્નિને ગરમ ગ્રહણ કરનાર પ્રત્યક્ષથી બાધિત પક્ષમાં પ્રયુક્ત થવાના કારણે બાધિત છે તેમ કાર્યત્વ હેતુ પણ જંગલી ઘાસ આદિમાં કર્તાના અભાવને ગ્રહણ કરનાર પ્રત્યક્ષથી બાધિત પક્ષમાં પ્રયુક્ત થવાના કારણે બાધિત છે. જો તમે તૈયાયિકો કહો કે જંગલી ઘાસ આદિમાં કર્તા અદશ્ય હોવાથી તેની અનુપલબ્ધિ છે તો તે કથન અયોગ્ય છે કેમ કે ત્યાં અદશ્ય કતાનો સદૂભાવ સિદ્ધ કરવો કઠિન છે. આપ તૈયાયિકો જ જણાવો કે જંગલી ઘાસ આદિનો અદશ્ય કર્તા પ્રસ્તુત અનુમાનથી જ સિદ્ધ થાય છે કે બીજા કોઈ પ્રમાણથી ? જો આ કાર્યત્વ હેતુવાળા અનુમાનથી અદશ્ય કર્તાની સિદ્ધિનો પ્રયત્ન કરશો તો ચક્રકદોષ આવશે. જ્યારે કાર્યત્વ હેતુથી કર્તાનો સભાવ સિદ્ધ થાય ત્યારે ખેડ્યા વાવ્યા વિના આપોઆપ ઊગી નીકળતા જંગલી ઘાસના કર્તાની અદેશ્ય હોવાથી અનુપલબ્ધિ મનાય, અને જ્યારે એ નિશ્ચય થઈ જાય કે જંગલી ઘાસના કર્તાની અનુપલબ્ધિ અદશ્ય હોવાના કારણે છે, ર્તાના અભાવના કારણે નથી ત્યારે કાર્યત્વ હેતુમાં અબાધિત વિષયતા આવે, તથા જયારે કાર્યત્વ હેતુ અબાધિત હોવાથી કાલાત્યયાપદિષ્ટ દોષથી રહિત બની જાય ત્યારે પેલા જંગલી ઘાસના કર્તાનો સદ્ભાવ સિદ્ધ કરી શકાય. આ રીતે ચક્રકદોષ આવે છે. તે જગલી ઘાસ આદિના કર્તાનો સદ્દભાવ સિદ્ધ કરનારું બીજું કોઈ જ પ્રમાણ નથી. 35. કસ્તુ વા તત્ર તત્સદ્ધિાવઃ, તથાણાષ્ટત્વે શરીરમાવઃ સરળ, विद्यादिप्रभावः, जातिविशेषो वा । प्रथमपक्षे कर्तृत्वानुपपत्तिः अशरीरत्वात्, मुक्तात्मवत् । ननु शरीराभावेऽपि ज्ञानेच्छाप्रयत्नाश्रयत्वेन स्वशरीरकरणे कर्तृत्वमुपपद्यत इत्यप्यसमीक्षिताभिधानं, शरीरसंबन्धेनैव तत्प्रेरणोपपत्तेः, शरीराभावे मुक्तात्मवत्तदसंभवात्।शरीराभावेच ज्ञानाद्याश्रयत्वमप्यसंभाव्यं, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy