________________
૧૯૫
સાંખ્યમત येतन. (४१).
17. व्याख्या-एवममुनोक्तप्रकारेण सांख्यमते चतुर्विशतितत्त्वरूपं प्रधानम् । प्रकृतिर्महानहंकारश्चेति त्रयं पञ्च बुद्धीन्द्रियाणि, पञ्च कर्मेन्द्रियाणि, मनश्चेकं, पञ्च तन्मात्राणि, पञ्च भूतानि चेति चतुर्विंशतितत्त्वानि रूपं स्वरूपं यस्य तच्चतुर्विंशतितत्त्वरूपं प्रधानं प्रकृतिनिवेदितम् । तथा चोक्तम्
"प्रकृतेर्महांस्ततोऽहंकारस्तस्माद्गणश्च षोडशकः। तस्मादपि षोडशकात्पञ्चभ्यः पञ्च भूतानि ॥"
[सांख्यका० ३३] इति । 17. શ્લોકવ્યાખ્યા - આ રીતે ઉક્ત પ્રકારે સાંખ્યમતમાં ચોવીસ તત્ત્વરૂપ પ્રધાન નામનું તત્ત્વ છે. પ્રકૃતિ, મહતું અને અહંકાર એ ત્રણ, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, મન, પાંચ તન્માત્રાઓ અને પાંચ ભૂતો એમ ચોવીસ તત્ત્વો જેનું રૂપ અર્થાત્ સ્વરૂપ છે એવા પ્રધાનનું અર્થાત્ પ્રકૃતિનું નિરૂપણ કર્યું. કહ્યું પણ છે, “પ્રકૃતિમાંથી મહાન, મહામાંથી અહંકાર, અહંકારમાંથી સોળનો ગણ અને સોળના ગણની અંતર્ગત જે પાંચ તન્માત્રાઓ છે તેમાંથી પાંચ મહાભૂતો ઉત્પન્ન થાય છે.” [सivist, 33].
18. अत्र प्रकृतिर्न विकारः, अनुत्पन्नत्वात् । बुद्ध्यादयश्च सप्त परेषां कारणतया प्रकृतयः, कार्यतया च विकृतय उच्यन्ते । षोडशकश्च गणो विकृतिरेव कार्यत्वात् । पुरुषस्तु न प्रकृतिर्न विकृतिः, अनुत्पादकत्वादनुत्पन्नत्वाच्च । तथा चेश्वरकृष्णः सांख्यसप्ततौ
"मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥१॥
[सांख्यका० ३] इति । 18. આ ચોવીસ તત્ત્વોમાં પ્રકૃતિ કોઈનો વિકાર નથી અર્થાત્ કોઈનું કાર્ય નથી કેમ કે તે કોઈનાથી ઉત્પન્ન થઈ નથી અર્થાત્ તેનું કોઈ કારણ નથી. મહતું આદિ સાત અર્થાત્ મહત્, અહંકાર અને પાંચ તન્માત્રાઓ એ સાત કાર્યોના ઉત્પાદક કારણો હોઈ, પ્રકૃતિ છે અને તેઓ તેમનાં કારણોથી ઉત્પન્ન થયાં હોઈ કાર્યો છે અને એટલે કૃતિ પણ છે. સોળનો ગણ એટલે કે બાકી રહેલાં સોળ તત્ત્વો અર્થાત્ પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org