SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ સાંખ્યમત वादिनः । ते च स्वमतस्य महिमानमेवमामनन्ति । तदुक्तं माठरप्रान्ते "हस पिब ललखाद मोद नित्यं भुझ्वच भोगान् यथाभिकामम्। यदि विदितं ते कपिलमतं तत्प्राप्स्यसि मोक्षसौख्यमचिरेण ॥१॥" शास्त्रान्तरेऽप्युक्तम्"पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । शिखी मुण्डी जटी वापि मुच्यते नात्र संशयः ॥२॥ ॥३३॥ 4. સાંખ્યોની વસતી બનારસમાં ઘણી બધી છે. ઘણા બધા સાંખ્ય સાધુઓ એક એક મહિનાના ઉપવાસ કરે છે. બ્રાહ્મણો અચિમાર્ગથી ઊલટા ધૂમમાર્ગના અનુયાયીઓ છે. સાંખ્યો અર્ચિમાર્ગને અનુસરે છે. તેથી બ્રાહ્મણોને વેદ પ્રિય છે અર્થાત બ્રાહ્મણો વેદમાર્ગી છે અને યાજ્ઞિક અનુષ્ઠાનો કરે છે. સાંખ્યો વૈદિકી હિંસાથી વિરક્ત રહીને આધ્યાત્મિક સાધના કરે છે. સાંખ્યો પોતાના સાંખ્યમતના મહિમાનું વર્ણન આ પ્રમાણે કરે છે. માઠર પોતાની વૃત્તિના અન્તભાગમાં કહે છે, “ખૂબ હસો, મજાથી પીઓ, લાડ-આનન્દ કરો, ખૂબ ખાઓ, ખુશીથી મોજ કરો, હમેશા રોજેરોજ ઇચ્છાનુસાર ભોગો ભોગવો. આમ જે કંઈ આનન્દ મેળવવા કરવાની ઇચ્છા થાય તેને ખટકો રાખ્યા વિના કરો. આવું બધું કરવા છતાં પણ જો તમે કપિલમતને સારી રીતે સમ્યકપણે સમજી લેશો તો વિશ્વાસ રાખો કે તમારી મુક્તિ તદન નજીક છે, તમે કપિલમતના પરિજ્ઞાનમાત્રથી સધળી મોજમજા કરવા છતાં પણ શીધ્ર જ મોક્ષસુખ પામવાના.” બીજા શાસગ્રન્થમાં કહ્યું છે, “સાંખ્યમતના પચ્ચીસ તત્ત્વોને સમ્યકપણે યથાતથ જાણનારાની ભલે તે ઇચ્છે તે આશ્રમમાં રહે, ભલે તે ઇચ્છે તો ચોટલી રાખે, માથું મૂંડાવે કે જટા ધારણ કરે – મુક્તિ નિશ્ચિત છે, એમાં કોઈ સંશય નથી.” (૩૩) 5. શાસ્ત્ર: સાંદ્મમતિમુપતિ सांख्या निरीश्वराः केचित्केचिदीश्वरदेवताः । सर्वेषामपि तेषां स्यात्तत्त्वानां पञ्चविंशतिः ॥३४॥ 5. હવે શાસ્ત્રકાર આચાર્ય સાંખ્યમતનું નિરૂપણ કરે છે– કેટલાક સાંખ્યોનિરીશ્વરવાદી છે અને કેટલાક સાંખ્યો ઈશ્વરને દેવ માને છે, પરંતુ બધા જ સાંખ્યો પચ્ચીસ તત્ત્વોનો સ્વીકાર કરે છે. (૩૪). 6. શાસ્ત્ર–રિત્ સાંસ્થા નિત ફેશો છેલ્લે નિરીશ્વર, વોવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy