SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો અધિકાર સાંખ્યમત अथ तृतीयोऽधिकारः सांख्यमतम् 1. अथादौ सांख्यमतप्रपन्नानां परिज्ञानाय लिङ्गादिकं निगद्यते । त्रिदण्डा एकदण्डा वा कौपीनवसना धातुरक्ताम्बराः शिखावन्तो जटिनः क्षुरमुण्डा मृगचर्मासना द्विजगृहाशनाः पञ्चग्रासीपरा वा द्वादशाक्षरजापिन: परिव्राजकादयः । तद्भक्ता वन्दमाना ॐ नमो नारायणायेति वदन्ति, ते तु नारायणाय नम इति प्राहुः । तेषां च महाभारते बीटेति ख्याता दारवी मुखवस्त्रिका मुखनिःश्वासनिरोधिका भूतानां दयानिमित्तं भवति । यदाहुस्ते પ્રાઈવિતોડનુયાન શ્વાસેર્નફ્રેન નન્તવઃ हन्यन्ते शतशो ब्रह्मनणुमात्राक्षरवादिनाम् ॥१॥" 1. હવે સાંખ્યમતનું પરિજ્ઞાન કરવા માટે સાંખ્યોનાં લિંગો વેશ આદિનું નિરૂપણ કરીએ છીએ. સાંખ્ય પરિવ્રાજકો ત્રણ દંડોના કે એક દંડના ધારકો હોય છે. તેઓ એકમાત્ર લંગોટી પહેરે છે કે ગેરુથી રંગેલા લાલ વસ્ત્રો પહેરે છે. તેઓ માથે શિખા (ચોટલી) રાખે છે કે જટાધારણ કરે છે. તેઓ અસ્ત્રાથી માથું મુંડાવે પણ છે. તેઓ મૃગચર્મનું આસન વાપરે છે. તેઓ દ્વિજોના ઘરે ભોજન કરે છે. તેઓ પાંચ કોળિયા જેટલો આહાર લે છે. તેઓ દ્વાદશાક્ષરમત્રનો જાપ કરે છે. તેમના ભક્તો તેમની વન્દના કરતી વખતે “3ૐ નમો નારાયણાય' કહે છે. પરિવ્રાજકો ભક્તોને “નારાયણાય નમઃ' કહી આશીર્વાદ આપે છે. તે દયાળુ પરિવ્રાજકો મુખમાંથી નીકળતા ઉષ્ણ શ્વાસથી જીવોની રક્ષા કરવા માટે એક દારવી (લાકડાની) મુખવસ્ત્રિકા પહેરે છે. મહાભારતમાં આ મુખપત્રિકાને “બીટા' કહી છે. તે પરિવ્રાજકો કહે છે, “હે બ્રાહ્મણ, એક હ્રસ્વ અક્ષરને ઉચ્ચારતી વખતે પણ નાક વગેરેમાંથી નીકળતા એક શ્વાસથી જ સેંકડો જંતુઓની હિંસા થાય છે.” 2. ते च जलजीवदयार्थं स्वयं गलनकं धारयन्ति, भक्तानां चोपदिशन्ति। "षट्त्रिंशदङ्गलायामं विंशत्यङ्गलविस्तृतम् । दृढं गलनकं कुर्याद्भूयो जीवान्विशोधयेत् ॥१॥ प्रियन्ते मिष्टतोयेन पूतराः क्षारसंभवाः । क्षारतोयेन तु Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy