SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ તર્કરહસ્યદીપિકા મનુષ્ય પ્રવૃત્તિ કરે છે તે સાધ્ય અર્થને (વસ્તુને) પ્રયોજન કહેવામાં આવે છે. (૨૫) ' ' 62. વ્યાવ્યા—અયં વિશદ્રોઽસ્ત ક્ષેષે ‘સિદ્ધા યોઽમવુદ્ઘતિ', મસ્તિ પ્રશ્ને ‘વિ તે પ્રિયં’, અસ્તિ નિવારણે ‘વિં તે તેિન’, અસ્ત્યપત્નાપે ‘વ્ઝિ તેન્દ્ ધારવામિ', અહ્ત્વનુનને ‘વિંજ તેન્દ્ર પ્રિયં ોમિ', અસ્ત્યવજ્ઞાને 'સ્ત્યાमुल्लापयते', अस्ति वितर्के 'किमिदं दूरे दृश्यते, ' इह तु वितर्के दूरावलोकनेन पदार्थसामान्यमवबुध्यमानस्तद्विशेषं संदिहानो वितर्कयति, एतत् प्रत्यक्षमूर्ध्वस्थितं वस्तु किं तर्फे स्थाणुर्वा पुरुषो वेति । यः संदिग्धोऽनेककोटिपरामर्शी प्रत्ययो विमर्शः, स संशयो मतः संमत इति । ---- 62. શ્લોકની વ્યાખ્યા— ‘’િ શબ્દના અનેક અર્થો થાય છે, જે નીચે જણાવ્યા છે. (૧) અહીં ‘’િ શબ્દ અધિક્ષેપ અર્થાત્ તિરસ્કારના અર્થમાં પ્રયુક્ત છે – ‘તે શું મિત્ર કહેવાય જે દ્રોહ કરે ?’ (૨) અહીં તેનો પ્રયોગ પ્રશ્નના અર્થમાં થયો છે — ‘આપને શું પ્રિય છે ?’ (૩) અહીં તેનો પ્રયોગ નિવારણ અર્થાત્ રોકવાના અર્થમાં થયો છે ‘તમારા ૨ડવાથી શું લાભ છે ? અર્થાત્ ન રડો.’ (૪) અહીં તે અપલાપના અર્થમાં પ્રયુક્ત છે - ‘શું હું તારો દેણિયાત છું ?' (૫) અહીં તેનો પ્રયોગ અનુનયના અર્થમાં થયો છે — ‘હું આપની શું સેવા કરું ?’ (૬) અહીં તે અવશાના અર્થમાં પ્રયુક્ત છે ‘તને કોણ બોલાવે છે ?' (૭) તેનો પ્રયોગ વિતર્કના અર્થમાં પણ થાય છે, જેમ કે ‘આ દૂર શું દેખાય છે ?’ પ્રસ્તુત સંદર્ભમાં ‘’િ શબ્દનો અર્થ વિતર્ક છે. દૂરથી જોતાં પદાર્થસામાન્યનું જ ચાક્ષુષ જ્ઞાન થયા પછી વિશેષાંશનું પ્રત્યક્ષ ન થવાના કારણે સંદેહ કરતો તે વિતર્ક કરે છે કે ‘આ જે સામે ઊંચી દેખાતી વસ્તુ છે તે શું વૃક્ષનું ઠૂંઠું છે કે પુરુષ છે ?' તાત્પર્ય એ કે અનેક કોટિઓ વચ્ચે દોલાયમાન અસ્થિર પતિપત્તિરૂપ સંદિગ્ધ જ્ઞાનને સંશય કહે છે. ‘વિ’ અર્થાત્ વિરુદ્ધ કોટિઓ વચ્ચે દોલાયમાન ‘મર્શ’ અર્થાત્ જ્ઞાનને વિમર્શ અર્થાત્ સંશય કહે છે. 7 63. अथ प्रयोजनम्, यदर्थित्वाद्यस्य फलस्यार्थित्वमभिलाषुकत्वे यदर्थित्वं, तस्मात् प्रवर्तते तत्तदीयसाधनेषु यत्नं कुरुते तत्तु तत्पुनः साध्यं कर्तव्यतयेष्टं प्रयोजनं फलं यस्य वाञ्छया कृत्येषु प्रवर्तते तत्प्रयोजनमित्यर्थः । प्रयोजनमूलत्वाच्च प्रमाणोपन्यासप्रवृत्तेः प्रमेयान्तर्भूतमपि प्रयोजनं पृथगुपदिश्यते ॥२५॥ 63. હવે પ્રયોજનનું નિરૂપણ કરવામાં આવે છે. જે ફલને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી તેની પ્રાપ્તિનાં સાધનોને એકઠાં કરવા માટે યત્ન કરવામાં આવે છે તે કર્તવ્યરૂપે ઇષ્ટ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy