________________
૧૨૬
તર્કરહસ્યદીપિકા फेनसमूहकाष्ठादिवहनत्वे च सति पूर्णत्वात्, तदन्यनदीवत् ।
42. શેષ એટલે કાર્ય. કાર્ય ઉપરથી કરવામાં આવતા કારણના અનુમાનને શેષવત્ અનુમાન કહે છે. ઉદાહરણાર્થ, નદીમાં આવેલું પૂર જોઈને ઉપરવાસ વરસાદ થયાનું અનુમાન, અહીં “કાર્ય' શબ્દથી કાર્યના ધર્મોને હેતુ જાણવા. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે– નદીના ઉપરવાસ પ્રદેશમાં વરસાદ થયો છે, કેમ કે નદીનો પ્રવાહ અતિ વેગવાળો છે, ફળો, ફીણ તથા લાકડાં વગેરેને વધાવી લઈ જનારો અને પૂરેપૂરો બે કાંઠે વહેવાવાળો છે, અન્ય પૂરવાળી નદીના પ્રવાહની જેમ. ___43. सामान्यतोदृष्टं नाम अकार्यकारणभूतेनाविनाभाविना लिङ्गेन यत्र लिङ्गिनोऽवगमः, यथा बलाकया सलिलस्येति । प्रयोगस्त्वयम्-बलाकाजहवृत्तिः प्रदेशो जलवान् बलाकावत्त्वात्, संप्रतिपन्नदेशवत् । यथा वान्यवृक्षोपरिदृष्टस्यादित्यस्यान्यपर्वतोपरिदर्शनेन गतेरवगमः । प्रयोगः पुनःरवेरन्यत्र दर्शनं गत्यविनाभूतं, अन्यत्र दर्शनत्वात्, देवदत्तादेरन्यत्र दर्शनवत् । अत्र यथा देवदत्तादेरन्यत्र दृष्टस्यान्यत्र दर्शनं व्रज्यापूर्वं, तथादित्यस्यापीति, अन्यत्र दर्शनं च न गतेः कार्यं संयोगादेर्गतिकार्यत्वात् ।
43. કાર્ય અને કારણથી ભિન્ન એવા કોઈ પણ અવિનાભાવી સાધનથી (અર્થાત્ લિંગથી, હેતુથી) સાધ્યનું અનુમાન કરવું એ સામાન્યતોદષ્ટ અનુમાન છે. ઉદાહરણાર્થ, બગલાઓને દેખીને જલનું અનુમાન કરવું. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે-આ પ્રદેશ જલવાળો છે] કેમ કે અહીં બગલાઓ છે, જ્યાં બંગલા સદા રહે છે એ પ્રદેશ જલવાળો હોય છે, જેમ કે કોઈ બગલાઓવાળું જલાશય, અથવા બીજું ઉદાહરણ, કોઈ વૃક્ષ ઉપર દેખાયેલા સૂર્યને કાલાન્તરમાં પર્વત ઉપર જોઈને સૂર્યની ગતિનું અનુમાન સામાન્યતોદષ્ટ અનુમાન છે. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છેસમીપવર્તી વૃક્ષ પર અત્યારે દેખાતા સૂર્યનું કેટલોક કાળ વીત્યા પછી દૂરવર્તી પર્વત ઉપર દેખાવું ગતિ વિના શક્ય નથી, કેમ કે તે એક સ્થાને દેખેલી વસ્તુનું અન્ય સ્થાને દર્શન છે, જેમ કે એક સ્થાને દેખેલા દેવદત્ત-અન્ય સ્થાને દેખાવું. જેમ એક સ્થાને દેખેલા દેવદત્તનું અન્ય સ્થાને દેખાવું ગમનપૂર્વક છે તેમ સૂર્યની બાબતમાં પણ છે. અહીં “અન્ય સ્થાને દેખાવું એ હેતુ ગતિનું કાર્ય નથી, કેમ કે ગતિનું કાર્ય તો સંયોગ આદિ છે.
44. अन्ये त्वेवं वर्णयन्ति । समानकालस्य स्पर्शस्य रूपादकार्यकारणभूतात्प्रतिपत्तिः सामान्यतोदृष्टानुमानप्रभवा । अत्र प्रयोगः, ईदृशस्पर्श
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org