SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨૪ તર્કરહસ્યદીપિકા હેતુથી થતું અનુમાન પણ કેવળવ્યતિરેકી જ છે. અનિષ્ટની આપત્તિ(પ્રસંગ) આપીને પણ કેવલવ્યતિરેકી હેતુનો પ્રયોગ કરવામાં આવે છે. ઉદાહરણાર્થ, આ જીવિત શરીર આત્માથી રહિત નથી, અન્યથા તેમાં પણ પથ્થર આદિની જેમ પ્રાણાદિના અભાવની આપત્તિ આવે. તેના પ્રયોગનો પ્રકાર આવો છે – આ જીવિત શરીર સાત્મક અર્થાત આત્માથી યુક્ત છે, કેમ કે તેમાં પ્રાણ આદિ છે, જે સાત્મક નથી તે પ્રાણાદિયુક્ત પણ નથી જેમ કે પથ્થર. આ પ્રસંગપૂર્વક કેવલવ્યતિરેકી હેતુનું ઉદાહરણ છે. 40. વનનુમાન મેક્વાન સ્વરૂપ ૨ વ્યારથ્રાય વિષય વૈવિધ્યપ્રતિपादनायैवमाहुः- अथवा तत्पूर्वकमनुमानं त्रिविधं त्रिप्रकारम् । के पुनस्त्रयः प्रकारा इत्याह पूर्ववदित्यादि, पूर्वं कारणं विद्यते यत्रानुमाने तत्पूर्ववत्, यत्र कारणेन कार्यमनुमीयते, यथा विशिष्टमेघोन्नत्या भविष्यति वृष्टिरिति । अत्र कारणशब्देन कारणधर्म उन्नतत्वादि ह्यः । प्रयोगस्त्वेवम्, अमी मेघा वृष्ट्युत्पादकाः, गम्भीरगर्जितत्वेऽचि(त्वे चि )रप्रभावत्वे च सत्यत्युन्नतत्वात्, य एवं ते वृष्टयुत्पादका यथा वृष्ट्युत्पादकपूर्वमेघाः, तथा चामी, તમી તથા 40. આમ અનુમાનસૂત્રની વ્યાખ્યા અનુમાનના સ્વરૂપ અને ભેદની દૃષ્ટિએ કરીને હવે વિષયની દષ્ટિએ અનુમાનના વિષયની ત્રિવિધતાનું પ્રતિપાદન કરવા માટે કહે છે – અથવા પ્રત્યક્ષપૂર્વક અનુમાનના ત્રણ પ્રકાર છે. તે ત્રણ પ્રકારો કયા છે? – એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે પૂર્વવત્ ઇત્યાદિ. જે અનુમાનમાં પૂર્વ અર્થાત્ કારણ ઉપસ્થિત હોય અર્થાત જે અનુમાનમાં કારણ ઉપરથી કાર્યનું અનુમાન કરવામાં આવે છે તે પૂર્વવત્ અનુમાન છે, જેમ કે વિશિષ્ટ અર્થાત ગાઢ કાળાં વાદળોને ચઢી આવેલાં જોઈને ભવિષ્યન્ત કાળમાં વરસાદ વરસવાનું અનુમાન. અહીં “કારણ' શબ્દથી કારણના ઉન્નતત્વ, ઘનઘોર કૃષ્ણવર્ણ વગેરે ધર્મો સમજવા જોઈએ. આ અનુમાનનો પ્રયોગ આ પ્રમાણે છે – આ વાદળાં અવશ્ય વરસાદ લાવશે કેમ કે તે ખૂબ ગડગડાટ કરી ગંભીર ગર્જના કરે છે, લાંબો વખત સ્થિર રહેનારાં છે, ઝટ હવામાં વિખેરાઈ જનારાં નથી, તથા અતિ ઉન્નત અર્થાત્ ઘનઘોર કાળાં છે. જે વાદળાં આવી વિશિષ્ટતા ધરાવતાં હોય છે તે અવશ્ય વરસે છે જેમ કે પહેલાં દેખેલાં વૃષ્ટિ કરનારાં વાદળો, આ વાદળો પણ એ પ્રકારનાં છે, તેથી આ વાદળો પણ અવશ્ય વરસશે. 41. નમૂત્રતત્વાથિયુનામપિ પેલાનાં વૃયનર્વિવર્ણનાત્ ઋથमैकान्तिकं कारणात्कार्यानुमानमिति चेत् । न, विशिष्टस्योन्नतत्वादेर्धर्मस्य Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy