SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ૨0 તર્કરહસ્યદીપિકા ઉત્પત્તિ જે લિંગ આદિથી થાય છે તેને અનુમાન પ્રમાણ કહે છે. તેવી જ રીતે બે પ્રત્યક્ષ અર્થાત લિંગલિંગિસમ્બન્ધદર્શન અને લિંગદર્શન જેના ઉત્પાદક કારણો છે તે તપૂર્વક જ્ઞાન અનુમાન છે. આવા દ્વિવચનાત્ત તતશબ્દથી વિશેષ વિગ્રહ કરવાથી સૂચવાય છે કે અનુમાન પ્રત્યક્ષપ્રમાણના ફળરૂપ બે પ્રત્યક્ષજ્ઞાનો વડે ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે પ્રત્યક્ષ આદિ બધાં પ્રમાણ જેની પૂર્વે છે તે તત્પર્વક જ્ઞાનને અનુમાન કહે છે. આવા બહુવચનાન્ત શબ્દથી વિગ્રહ કરવાથી એ જાણવા મળે છે કે અનુમાનની ઉત્પત્તિમાં પ્રત્યક્ષ વગેરે બધાં પ્રમાણો કારણ છે. શંકા- પ્રત્યક્ષથી અન્ય પ્રમાણોની વાતનો પ્રસંગ પહેલાં આવ્યો નથી તો પછી બહુવચનાત્ત તન્શબ્દના વિગ્રહમાં તેમનું ગ્રહણ કેવી રીતે કરી શકાય? સમાધાન–જો કે અન્ય પ્રમાણોનો સાક્ષાત્ પ્રસંગ નથી આવ્યો તેમ છતાં પ્રત્યક્ષના લક્ષણસૂત્રમાં તે અન્ય પ્રમાણોની વ્યાવૃત્તિ તો કરવામાં આવી છે. તેથી વ્યવચ્છેદ્યરૂપે તેમની વાત કે તેમનો પ્રસંગ આવેલો જ છે. તેથી તન્શબ્દથી તેમનું ગ્રહણ થઈ શકે છે. આમ એક પૂર્વક' શબ્દનો લુપ્ત નિર્દેશ માનીને કરવામાં આવતી અનુમાનની આ વ્યાખ્યા આવ્યાપ્તિદોષ, અતિવ્યાપ્તિદોષ, આદિ દોષોથી રહિત છે. તેનામાં કોઈ દોષ નથી. 36. ये तु पूर्वशब्दस्यैकस्य लुप्तस्य निर्देशं नाभ्युपगच्छन्ति तेषां प्रत्यक्षफलेऽनुमानत्वप्रसक्तिः तत्फलस्य प्रत्यक्षप्रमाणपूर्वकत्वात् । अथाकारकस्याप्रमाणत्वात् कारकत्वं लभ्यते, ततोऽयमर्थः- अव्यभिचारिताव्यपदेश्यव्यवसायात्मिकार्थोपलब्धिजनकमेवाध्यक्षफलं लिङ्गज्ञानमनुमानमिति चेत्; उच्यते-एवमपि विशिष्टज्ञानमेवानुमान प्रसज्यते । न च ज्ञानस्यैवानुमानत्वम्, “स्मृत्यनुमानागमसंशयप्रतिभास्वप्नज्ञानोहाः सुखादिप्रत्यक्षमिच्छादयश्च मनसो लिङ्गानि" [ न्यायभा० १११६] इति वचनात् सर्वस्य बोधाबोधरूपस्य विशिष्टफलजनकस्यानुमानत्वादित्यव्याप्तिलक्षणदोषः । अतोऽर्थोपलब्धिरव्यभिचारादिविशेषणविशिष्टा तत्पूर्वकपूर्विका यतस्तदनुमानमित्येव व्याख्यानं युक्तिमत् । 36. જે વ્યાખ્યાકારો એક “પૂર્વક' શબ્દના લોપનો નિર્દેશ નથી માનતા, તેમના મતમાં પ્રત્યક્ષપ્રમાણના ફળરૂપ પ્રત્યક્ષજ્ઞાનને અનુમાન પ્રમાણ માનવાની આપત્તિ આવશે, કેમ કે પ્રત્યક્ષપ્રમાણનું ફળ પણ પ્રત્યક્ષપ્રમાણપૂર્વક જ હોય છે, પરિણામે તપૂર્વક (અર્થાત પ્રત્યક્ષપ્રમાણપૂર્વક) હોવાથી તે પ્રત્યક્ષપ્રમાણનું પ્રત્યક્ષજ્ઞાનરૂપ ફળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy