SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૧૯ વખતે તપૂર્વકપૂર્વક' શબ્દ જ ધ્યાનમાં રાખવો જોઈએ. ‘તપૂર્વકમાં “તત્' શબ્દથી પ્રત્યક્ષપ્રમાણ અભિપ્રેત છે. એટલે “તપૂર્વક'નો અર્થ થશે– પ્રત્યક્ષપ્રમાણ જેની પૂર્વે છે અર્થાત્ જેનું સાધકતમ કારણ છે તે, પ્રત્યક્ષપ્રમાણનું ફળ અર્થાત પ્રત્યક્ષજ્ઞાન. આ પ્રત્યક્ષજ્ઞાન એ લિંગનું સાધનનું) પ્રત્યક્ષજ્ઞાન છે. “તપૂર્વકપૂર્વક' એટલે લિંગજ્ઞાન જેની પૂર્વે છે અર્થાત્ જેનું કારણ છે તે લિંગિજ્ઞાન (સાધ્યજ્ઞાન) અર્થાત અનુમિતિ. તાત્પર્ય એ કે પ્રત્યક્ષથી ધૂમ આદિ લિંગનું જ્ઞાન ઉત્પન્ન થાય છે અને ધૂમાદિ લિંગનું જ્ઞાન અગ્નિ આદિ લિંગીના અર્થાત સાધ્યના જ્ઞાનને ઉત્પન્ન કરે છે. “ઇન્દ્રિયાર્થસશિકત્પન્ન' વિશેષણ સિવાય પ્રત્યક્ષલક્ષણમાં વપરાયેલાં બાકીનાં બધાં વિશેષણોની અનુવૃત્તિ અનુમાન લક્ષણમાં કરી લેવી અને તે વિશેષણોથી વિપર્યય આદિ જ્ઞાનોની વ્યાવૃત્તિ પણ પહેલાં જણાવ્યા મુજબ અહીં સ્વયં કરી લેવી. 35. તથા દ્વિતીનપૂર્વાયા વિનામાવલંબથસ્મૃતિ-. त्पूर्वकपूर्वकत्वात्तज्जनकस्यानुमानत्वनिवृत्त्यर्थमर्थोपलब्धिग्रहणं कार्य, स्मृतेस्त्वर्थं विनापि भावात् । ततोऽयमर्थः । अर्थोपलब्धिरूपमव्यभिचरितमव्यपदेश्यं व्यवसायात्मकं ज्ञानं तत्पूर्वकपूर्वकं यतो लिङ्गादेः समुपजायते तदनुमानमिति । तथा ते द्वे प्रत्यक्षे लिङ्गलिङ्गिसंबन्धदर्शनं लिङ्गदर्शनं च पूर्व यस्य तत्तत्पूर्वकमिति विग्रहविशेषाश्रयणादनुमानस्याध्यक्षफलद्वयपूर्वकत्वं ज्ञापितं द्रष्टव्यम् । तथा तानि प्रत्यक्षादिसर्वप्रमाणानि पूर्वं यस्य तत्तत्पूर्वकमिति विग्रहविशेषाश्रयणेन सर्वप्रमाणपूर्वकत्वमप्यनुमानस्य लभ्यते । न च तेषां पूर्वमप्रकृतत्वात्कथं तच्छब्देन परामर्श इति प्रेर्यम् । यतः साक्षादप्रकृतत्वेऽपि प्रत्यक्षसूत्रे व्यवच्छेद्यत्वेन प्रकृतत्वादिति । अस्यां व्याख्यायां नाव्याप्त्यादिदोषः कश्चनापि । [35. દ્વિતીય લિંગદર્શનથી અર્થાત્ લિંગનું બીજીવાર પ્રત્યક્ષજ્ઞાન થવાથી અવિનાભાવસંબંધની અર્થાત્ વ્યામિની સ્મૃતિ પણ થાય છે, તેથી આ વ્યામિની સ્મૃતિ પણ લિંગદર્શનપૂર્વક થતી હોવાથી “તપૂર્વકપૂર્વક' કહેવાય, પરિણામે વ્યાપ્તિસ્મૃતિના જનક દ્વિતીયલિંગદર્શનને અનુમાન પ્રમાણ માનવાની આપત્તિ આવે, આ આપત્તિના વારણ માટે અનુમાનપ્રમાણના લક્ષણમાં “અર્થોપલબ્ધિ'નો અધ્યાહાર કરી લેવો જોઈએ, કેમ કે સ્મૃતિ અર્થોપલબ્ધિરૂપ નથી, તે તો અર્થ વિના પણ ઉત્પન્ન થાય છે. તેથી બાપ્તિસ્મૃતિને ઉત્પન્ન કરનાર દ્વિતીય લિંગદર્શન અનુમાન પ્રમાણ નથી. આનો સાર એ કે અવ્યભિચારી અવ્યપદેશ્ય વ્યવસાયાત્મક તપૂર્વકપૂર્વક જ્ઞાનરૂપ (અર્થાત પ્રત્યક્ષપ્રમાણથી ઉત્પન્ન લિંગદર્શનથી જન્મેલ લિંગિજ્ઞાનરૂપી અર્થોપલબ્ધિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy