SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ તર્કરહસ્યદીપિકા સુખાદિનું જ્ઞાન થાય છે. અહીં સુખાદિનું જ્ઞાન પ્રમાણફળ છે તથા મનરૂપ ઈન્દ્રિય તથા આત્મા અને મનનો સન્નિકર્મ પ્રત્યક્ષપ્રમાણરૂપ છે. આવી જ રીતે સર્વત્ર સાધકતમ અંશમાં પ્રમાણરૂપતા અને કાર્યરૂપ અંશમાં ફલરૂપતાનો વિચાર કરીને પ્રમાણફલવિભાગ સમજી લેવો જોઈએ. અિહીં એ નોંધવું જોઈએ કે નૈયાયિકોના મતે પ્રત્યભિજ્ઞાન પ્રત્યક્ષજ્ઞાનરૂપ જ છે. અને તેથી તેનું સાધકતમ કારણ તો ઇન્દ્રિયાર્થસમિકર્ષ જ છે જ્યારે સ્મૃતિ તો સહકારી કારણ છે. વાચસ્પતિ મિશ્ર પોતાની ન્યાયવાર્તિકતાત્પર્યટીકામાં પ્રત્યભિજ્ઞાનમાં પ્રત્યક્ષત્વને ઘટાવતાં કહે છે કે સંસ્કાર યા સ્મરણરૂપ સહકારીના બળે વર્તમાનમાત્રગ્રાહી ઇન્દ્રિય પણ અતીતાવસ્થાવિશિષ્ટ વર્તમાનને ગ્રહણ કરી શકવાના કારણે પ્રત્યભિજ્ઞાનજનક બની શકે છે. આચાર્ય હેમચન્દ્ર પણ તૈયાયિકનો આ જ મત જણાવે છે. પોતાની પ્રમાણમીમાંસા નામની કૃતિમાં નૈયાયિકના મુખમાં હેમચન્દ્ર નીચેના શબ્દો મૂકે છે– એકલી નહિ પણ સ્મરણસહકૃત ઇન્દ્રિય એત્વને વિષય કરનારા અર્થાત જાણનારા પ્રત્યક્ષજ્ઞાનને ઉત્પન્ન કરે છે, આ કારણે અમે પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષ કહીએ છીએ. આમ તૈયાયિકો “આ તે જ છે એવા આકારવાળા એકત્વગ્રાહી પ્રત્યભિજ્ઞાનને પ્રત્યક્ષ જ ગણે છે અને તેના સાધકતમ કારણ તરીકે ઇન્દ્રિય યા ઇન્દ્રિયસન્નિકર્ષને જ ગણે છે જ્યારે સ્મરણને તો તેઓ સહકારી કારણ ગણે છે.] 31. પતિદેવેન્ટિયાર્થસંનિષતિસૂત્રે પ્રસ્થાર: પદ્યવસ્થાનુન્નોવેલ્થमाह-'इन्द्रियार्थसंपर्कोत्पन्नम्' इत्यादि । अत्र संपर्कः संबन्धः । अव्यभिचारि च' इत्यत्र चकारो विशेषणसमुच्चयार्थः । अव्यभिचारिकमिति पाठे त्वव्यभिचार्येवाव्यभिचारिकं स्वार्थे कप्रत्ययः । व्यपदेशो नामकल्पना । अत्रापि व्याख्यायां 'यतः' इत्यध्याहार्यम् । भावार्थः सर्वोऽपि प्राग्वदेवेति ।। 34. ગ્રન્થકાર હરિભદ્રસૂરિએ આ “ઈન્દ્રિયાર્થસકિત્પન્ન' સૂત્રને પદ્યરૂપમાં પરિવર્તિત કરવાની ઇચ્છાથી “સત્રિકર્ષના સ્થાને “સમ્પર્ક શબ્દનો પ્રયોગ કર્યો છે. “અવ્યભિચારિ’પદ પછી મૂકવામાં આવેલો “ઘ' શબ્દ અન્ય વિશેષણોનો સમુચ્ચય કરે છે, “ઘ' સમુચ્ચયાર્થક છે. ‘અર્થોમવારમ્' આ પાઠમાં અવ્યભિચારીને જ અવ્યભિચારિક કહેલ છે કેમ કે અહીં “ક” પ્રત્યયનો સ્વાર્થમાં જ પ્રયોગ કરવામાં આવ્યો છે. વ્યપદેશ એટલે શબ્દકલ્પના. આ વ્યાખ્યામાં “વત: (જેનાથી)' શબ્દનો અધ્યાહાર કરી લેવો જોઈએ. બાકીનો બધો ભાવાર્થ પૂર્વોક્ત રીતે જ સમજી લેવો. 32. अथ प्रत्यक्षतत्फलयोरभेदविवक्षया प्रत्यक्षस्य भेदा उच्यते । प्रत्यक्षं द्वेधा, अयोगिप्रत्यक्षं योगिप्रत्यक्षं च । यदस्मदादीनामिन्द्रियार्थसंनिकर्षा Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy