SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ નૈયાયિકમત ૧૦૩ વાદી અને પ્રતિવાદી બન્ને નિર્વિવાદપણે સ્વીકારતા હોય તે ઉદાહરણને દષ્ટાન્ત કહે છે. મૂળ શ્લોકમાં ‘પ' શબ્દ સમુચ્ચયાર્થક છે. 'થ' શબ્દનો અર્થ અહીં આનન્તર્ય (“આના પછી') કરવાનો છે. (૬) સિદ્ધાન્ત– બધા દર્શનવાળાઓનાં પોતપોતાનાં સ્વીકૃત શાસ્ત્ર આદિ સિદ્ધાન્ત કહેવાય છે. (૭) અવયવ-અનુમાનના અંગભૂત પક્ષ આદિ અવયવો છે. (૮) તર્ક- સંદેહ પછી થનારો વિધિરૂપ સંભાવના પ્રત્યય તર્ક કહેવાય છે, જેમ કે “અત્યારે અહીં સ્થાણુની સંભાવના છે.” તર્કમાં પદાર્થમાં મળતા સદ્ભૂતધર્મની તરફ અર્થાત અન્વયધર્મની તરફ જ્ઞાનનો ઝુકાવ હોય છે. (૯) નિર્ણયતકે જે પદાર્થની સંભાવના દેખાડેલી તે પદાર્થના યથાર્થ નિશ્ચયને નિર્ણય કહે છે, જેમ કે “આ સ્થાણુ જ છે. પહેલાં તર્ક ઉત્પન્ન થાય છે, પછી નિર્ણય થાય છે, એટલે તે બેનો દ્વન્દ સમાસ કરવામાં આવ્યો છે. (૧૦) વાદ- તત્ત્વનો નિર્ણય કરવા માટે શિષ્ય ગુરુ સાથે જે ચર્ચા કરે તેને વાદ કહે છે. (૧૧) જલ્પ– પ્રતિવાદીને હરાવવાની ઇચ્છાથી કરવામાં આવતો શાસ્ત્રાર્થ જલ્પ કહેવાય છે. (૧૨) વિતંડા–પોતાના પક્ષનું સ્થાપન ન કરતાં, વસ્તુતત્ત્વને બિલકુલ સ્પર્યા વિના જ જેમ તેમ બકવાદ કરવો એને વિતંડા. કહે છે. (૧૩) હેત્વાભાસ– હેતુના યથાર્થ લક્ષણથી રહિત હોવા છતાં હેતુ જેવો ભાસતો મિથ્યાતુ હેત્વાભાસ છે. (૧૪) છલ- બીજાના વચનનું ખંડન કરવા માટે તેણે જે શબ્દનો પ્રયોગ કર્યો હોય તે શબ્દના અર્થમાં અનેક વિકલ્પો કરવા તે છલા કહેવાય છે. (૧૫) જાતિ–મિથ્યા દૂષણોને જાતિ કહે છે. (૧૬) નિગ્રહસ્થાન–જેમને કહેવાથી વક્તાનો પરાજય થઈ જાય તે નિગ્રહસ્થાન કહેવાય છે. આ પ્રમાણ આદિ પદાર્થોનું વિશેષ નિરૂપણ અર્થાત્ સ્વરૂપવ્યાખ્યાન આ પ્રમાણે છે 16. तत्रादौ प्रमाणस्य प्ररूपणां चिकीर्षुः प्रथमतस्तस्य सामान्यलक्षणं संख्यां च प्राह- 'अर्थोपलब्धिहेतुः स्यात्प्रमाणम्' । अर्थस्य ग्राह्यस्य बाह्यस्य स्तम्भकुम्भाम्भोरुहादेः, आन्तरस्य च ज्ञानसुखादेरुपलब्धिर्ज्ञानमअॅपलब्धिः। व्याख्यानतो विशेषप्रतिपत्तिरिति न्यायादत्राव्यभिचारिण्यव्यपदेश्या व्यवसायात्मिका चार्थोपलब्धिाह्या, न तूपलब्धिमात्रम् । तस्या यो हेतुः कारणं स प्रमाणं स्याद्भवेत् । अर्थोपलब्धिस्तु प्रमाणस्य फलम् । अयमत्र भाव:- अव्यभिचारादिविशेषणविशिष्टार्थोपलब्धिजनिका सामग्री तदेकदेशो वा चक्षुःप्रदीपज्ञानादिर्बोधरूपोऽबोधरूपो वा साधकतमत्वात्प्रमाणम् । तज्जनकत्वं च तस्य प्रामाण्यम् । तज्जन्या त्वर्थोपलब्धिः फलमिति । इन्द्रियजत्वलिङ्गजत्वादिविशेषणविशेषिता सैवोपलब्धिर्यतः स्यात्, तदेव प्रत्यक्षादिप्रमाणस्य विशेषलक्षणं वक्ष्यते । केवलमत्राव्य Jain Education International For Private & Personal Use Only : WWW.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy