SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ તર્કરહસ્યદીપિકા 12. એક માનીને પણ ઈશ્વરને સર્વજ્ઞ અવશ્ય માનવા જોઈએ. બધા પદાર્થોની બધી અવસ્થાઓનો સાક્ષાત્કાર કરવો એ જ ઈશ્વરની સર્વજ્ઞતા છે. જો ઈશ્વર સર્વજ્ઞ ન હોય તો તેને ઉત્પન્ન કરવાનાં કાર્યોની રચનામાં ઉપયોગી બનનારા, જગતના ખૂણેખૂણે ફેલાયેલા વિચિત્ર પરમાણુકણોનું સમ્યક્ પરિજ્ઞાન ન હોવાથી તેમને જોડી પદાર્થોનું યથાવત્ સર્જન કરવું તેના માટે અત્યન્ત કઠિન બની જાય, કહો કે અસંભવ બની જાય.] સર્વજ્ઞ હોતાં તો તે સર્વ પ્રાણીઓના ઉપભોગને યોગ્ય કાર્યોને ઉત્પન્ન કરવા માટેની સઘળી સામગ્રીને તે બરાબર એકઠી કરી લેશે અને તે બધાં પ્રાણીઓનાં પુણ્યપાપ અનુસાર સુખ-દુઃખરૂપ ફળોને સાક્ષાત્ જાણીને તે ફળો ભોગવવા માટે તેમને સ્વર્ગ અને નરક આદિમાં પણ મોકલી શકશે. આમ ઈશ્વર સર્વજ્ઞ હોવાથી ઉચિતનું ઉલ્લંઘન કરતા નથી. ઈશ્વરભક્તોએ કહ્યું પણ છે કે- “તે જગન્નાથ ઈશ્વરનાં અવ્યાહત (સર્વગત) જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ એ ચાર સહસિદ્ધ છે. અર્થાત્ તે ચાર એક સાથે રહેતા સિદ્ધ છે. અથવા તે ચાર ઈશ્વર સાથે સદાકાળ રહેતા સિદ્ધ છે. આ બિચારો અજ્ઞાની અને અનીશ્વર (અસમર્થ) સંસારી જીવ પોતાનાં સુખ-દુઃખને ભોગવવા માટે ઈશ્વર વડે ઘેરાયેલો સ્વર્ગે તથા નરકે જાય છે. અર્થાત્ ઈશ્વર સંસારીઓને તેમનાં કર્મ અનુસાર સ્વર્ગ અને નરકમાં મોકલે છે.” [મહાભારત, વનપર્વ, ૩૦/૨૮] 13. अथवा नित्यैकसर्वज्ञ इत्येकमेव विशेषणं व्याख्येयम् । नित्यः सदैकोऽद्वितीयः सर्वज्ञो नित्यैकसर्वज्ञः । एतेनानादिसर्वज्ञमीश्वरमेकं विहायान्यः कोऽपि सर्वज्ञः कदापि न भवति । यत ईश्वरादन्येषां योगिनां ज्ञानान्यपरं सर्वमतीन्द्रियमर्थं जानानान्यपि स्वात्मानं न जानते, ततस्ते कथं सर्वज्ञाः स्युरित्यावेदितं भवति । 13. અથવા નિત્ય, એક અને સર્વજ્ઞ એમ ત્રણેને જુદાં ત્રણ વિશેષણો ન માનતાં નિયૅકસર્વજ્ઞ' એવું એક જ વિશેષણ માનવું જોઈએ. એનો અર્થ આ છે– ઈશ્વર સદૈવ એક અદ્વિતીય સર્વજ્ઞ છે, બીજો કોઈ નિત્ય સર્વજ્ઞ નથી. આ અનાદિ સર્વજ્ઞ એક ઈશ્વરને છોડીને બીજો કોઈ પણ ક્યારેય સર્વજ્ઞ થયો નથી. ઈશ્વરથી અતિરિક્ત અન્ય યોગીઓ જો કે જગતના સમસ્ત અતીન્દ્રિય પદાર્થોને જાણે છે પણ તેઓ પોતાના સ્વરૂપને જાણતા નથી, તેમનું જ્ઞાન અસ્વસંવેદી છે, તેથી આવા અનાત્મજ્ઞ યોગી સર્વજ્ઞ કેવી રીતે હોઈ શકે? 14. તથા નિત્યબુદ્ધિાશ્રયો નિત્યાય ગુણ સ્થાન, क्षणिकबुद्धिमतो हि पराधीनकार्यापेक्षणेन मुख्यकर्तृत्वाभावादनीश्वरत्वप्रसक्तिरिति । ईदृशविशेषणविशिष्टो नैयायिकमते शिवो देवः ॥१३॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy