SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ બૌદ્ધમત ૫૭ - 64. નગુદ્ધિ ક્ષક્ષયો ભાવ, વોર્થ તર્દિક સ્વાય'તિ જ્ઞાનમ્ | उच्यते- निरन्तरसदृशापरापरक्षणनिरीक्षणचैतन्योदयादविद्यानुबन्धाच्च पूर्वक्षणप्रलयकाल एव दीपकलिकायां दीपकलिकान्तरमिव तत्सदृशमपरं क्षणान्तरमुदयते, तेन समानाकारज्ञानपरंपरापरिचयचिरतरपरिणामानिरन्तरोदयाच्च पूर्वक्षणानामत्यन्तोच्छेदेऽपि स एवायमित्यध्यवसायः प्रसभं प्रादुर्भवति । दृश्यते च यथा लूनपुनरुत्पन्नेषु नखकेशकलापादिषु 'स एवायम्' इति प्रतीतिः तथेहापि किं न संभाव्यते सजनेन । तस्मात् सिद्धमिदं यत्सत्ततक्षणिकमिति । अत एव युक्तियुक्तमुक्तमेतत् 'क्षणिकाः सर्वसंस्काराः' इति । 64. નિત્યવાદી- જો પદાર્થો ક્ષણિક છે અર્થાત્ પ્રતિ ક્ષણ નાશ પામીને નવા નવા ઉત્પન્ન થતા હોય તો “આ તે જ છે' એવું સ્થિરતામૂલક અને સ્થિરતાગ્રાહી પ્રત્યભિજ્ઞાન કેવી રીતે થશે? બૌદ્ધ – પ્રત્યભિજ્ઞાન થાય છે એ વાત સાચી, પરંતુ જેમ છીપમાં રજતનું જ્ઞાન ભ્રાન્ત છે તેવી જ રીતે “આ તે જ છે' એવું પ્રત્યભિજ્ઞાન પણ સદશ ક્ષણોમાં થતું એકત્વનું જ્ઞાન હોવાથી બ્રાન્ત જ છે, તે સત્ય નથી. સાચી વાત તો એ છે કે – પદાર્થો પ્રતિક્ષણ નાશ પામી રહ્યા છે અને તેમની જગાએ નવા નવા સંદેશ પદાર્થો તરત જ અન્તર વિના જ ઉત્પન્ન થતા રહે છે. ઉદાહરણ તરીકે દીવાની જ્યોતિ પ્રતિક્ષણ નાશ પામે છે અને અનન્તર ઉત્તર ક્ષણે તેની જગાએ પૂર્વ દીપજ્યોતિ જેવી જ નવી જ દીપજયોતિ ઉત્પન્ન થાય છે, આ વાત સૂક્ષ્મ નિરીક્ષણથી સહજપણે જ અનુભવાય છે, પરંતુ સામાન્ય લોકો તો એમ જ સમજે છે કે “આ તે જ દીપક છે.” બરાબર આવી જ રીતે પદાર્થોનો ઉત્પત્તિની અનન્તર ક્ષણે અત્યન્ત વિનાશ થવા છતાં પણ તેમની જગાએ બીજા જ તદન નવા સંદેશ પદાર્થો નિરન્તર ઉત્પન્ન થતા રહેવાના કારણે સમાન આકારના જ્ઞાનની પરંપરા પેદા થવાથી આપણને ભિન્ન ભિન્ન સદશ ક્ષણિક પદાર્થોમાં પણ “આ તે જ છે' એવી નિશ્ચયાત્મક એકતાબુદ્ધિ હઠાત્ યા બલાત્ ઉત્પન્ન થાય છે. આનું કારણ છે આપણી સ્થૂળ દષ્ટિ. આપણે સમાન આકારવાળા પદાર્થોમાં નિરન્તર ચિરકાલીન પરિચયના કારણે તથા તેમના પ્રતિક્ષણ ઉત્પન્ન નિરન્તર સંદેશ પ્રતિનિધિઓના કારણે ભ્રમમાં પડી જઈએ છીએ કે “આ તે જ પદાર્થ છે', જ્યારે ખરેખર તો તે પૂર્વેક્ષણવર્તી પદાર્થ સમૂળ નાશ પામી ગયો છે અને તેની જ જગાએ બરાબર તેના જેવા જ આકારવાળો બીજો નવો જ પ્રતિનિધિરૂપ પદાર્થ મોજૂદ છે. દીપશિખાની વાત જવા દો, પરંતુ વાળ કપાવતી વખતે વાળ અને નખોને કપાવી ફેંકી દઈએ છીએ પણ જ્યારે બીજા તેવા જ વાળ અને નખ ઊગે છે ત્યારે પણ આપણને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy