SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૩ મતો समन्तभद्र: ‘‘તેવાડામ-નમોયાન-ચામાિિવભૂતય:। मायाविष्वपि दृश्यन्ते नातस्त्वमसि नो महान् ॥११॥" [ આસમી૰?!? ] - 34. બીજી વાત એ કે જ્ઞાન સ્વીકાર્ય યા ઉપાદેય ત્યારે જ બની શકે જ્યારે જ્ઞાનનું સ્વરૂપ નિશ્ચિતપણે જાણવું શક્ય હોય, પરંતુ તે જ અશક્ય છે. તે આ પ્રમાણે જગતમાં અનેક મતમતાન્તર છે. બધા દાર્શનિક ચિન્તકો પોતાનાં ભિન્ન ભિન્ન તત્ત્વજ્ઞાનોનું પ્રતિપાદન કરે છે અને દરેક પોતાના તત્ત્વજ્ઞાનને યથાર્થ કહે છે અને અન્યના તત્ત્વજ્ઞાનને અયથાર્થ કહે છે. તેથી ‘આ તત્ત્વજ્ઞાન સાચું કે તે ?’ એનો નિશ્ચય કરવો શક્ય નથી. જૈનો કહે છે કે ‘સમસ્ત વસ્તુઓનો હસ્તામલકવત્ સાક્ષાત્કાર કરનારા ભગવાન વર્ધમાનના ઉપદેશથી થનારું જ્ઞાન સાચું છે, સમ્યક્ છે, બીજા મતોનો ઉપદેશ તો અસર્વજ્ઞોએ આપ્યો છે, તેથી તેમના મતોનું જ્ઞાન મિથ્યા છે, ખોટું છે.’ ત્યારે મનમાં સહજ જ પ્રશ્ન ઊઠે છે કે ‘વર્ધમાન સર્વજ્ઞ હતા, તે જ સમસ્ત વસ્તુઓનો સાક્ષાત્કાર કરતા હતા, પરંતુ બૌદ્ધ વગેરે મતવાદીઓના દેવ સુગત, કપિલ, વગેરે અસર્વજ્ઞ હતા એ કેવી રીતે માની શકાય ? વર્ધમાનની સર્વજ્ઞતા તથા બુદ્ધ વગેરેની અસર્વજ્ઞતાને ગ્રહણ કરનારું કોઈ પ્રમાણ જ જો મળતું ન હોય તો એ શંકા તો રહે છે જ અને વધુ પુષ્ટ બને છે કે ‘કોણ સર્વજ્ઞ હતું – વર્ધમ!ન કે બુદ્ધ વગેરે ?' ‘સ્વર્ગથી ઊતરી આવીને દેવો વર્ધમાનની પૂજા કરતા હતા, તેમના પ્રાતિહાર્યો હતાં, તેથી વર્ધમાન જ સર્વજ્ઞ હતા, બુદ્ધ વગેરે સર્વજ્ઞ ન હતા' આ તર્ક તો સાવ પાંગળો છે, કેમ કે વર્ધમાનના નિર્વાણને લગભગ અઢી હજાર વર્ષો વીતી ગયાં છે, તે સમયે દેવો આવ્યા હતા કે નહિ એ સંદિગ્ધ છે. દેવોની વાત જવા દો, વર્ધમાન થયા હતા કે નહિ એને સિદ્ધ ક૨વાનું કોઈ પ્રમાણ આજ મળતું નથી. ‘જો ભગવાન વર્ધમાન ન થયા હોય તો આજકાલ જે જૈન સમ્પ્રદાય ચાલે છે તેને કોણે પ્રવર્તાવ્યો ? તેથી આ સમ્પ્રદાયના પ્રવર્તન ઉપરથી વર્ધમાનનું અસ્તિત્વ અને તેમની સર્વજ્ઞતા સિદ્ધ થાય છે’ કહેવું પણ અસંગત છે, કેમ કે આ સમ્પ્રદાય વર્ધમાને પોતે પ્રવર્તાવ્યો છે કે પછી કોઈ ધૂર્તે?, એનો નિશ્ચય કરવો, સાધક પ્રમાણના અભાવમાં, અસંભવ છે. વિના પ્રમાણ તો અમે એક પણ વાત સ્વીકારતા નથી. આમ આ ચર્ચામાં હવે વધુ કંઈ કહેવાની આવશ્યકતા રહેતી નથી. વળી, જગતમાં માયાવી લોકો પોતે સર્વજ્ઞ ન હોવા છતાં પણ પોતાની સર્વતાનો ઢંઢેરો પીટવા માટે વિવિધ પ્રકારની ઇન્દ્રજાળ ઊભી કરીને દેવોનું આકાશમાંથી આવવું-જવું અને દેવોએ પોતાની પૂજા કરવી વગેરે ચમત્કારો આમ Jain Education International ૩૧ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy