SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ તર્કરહસ્યદીપિકા વચન “સ્યાદ્વાદદેશ' છે અર્થાત્ સ્યાદ્વાદના વિરોધીઓના મતોનું ખંડન કરી તેમની મહિમાને ક્ષીણ કરનારું છે તે સ્યાદ્વાદદેશક છે. આમ સ્યાદ્વાદદેશકનો અર્થ છે – જેનાં વચનો સ્યાદ્વાદમાં જે વિરોધાદિ દોષો છે જ નહિ તે વિરોધ આદિ દોષોનો આરોપ કરનારા અન્ય મતવાદીઓના સિદ્ધાન્તોનું ખંડન કરે છે તે. આ રીતે સ્યાદ્વાદદેશક' વિશેષણ સ્પષ્ટપણે જણાવે છે કે જિન ભગવાનનાં વચન ઉક્ત યા અનુક્ત બધાં બૌદ્ધાદિ દર્શનોનો તથા સંભવ અને ઐતિધને પ્રમાણ માનનારા ચરક વગેરેના મતોનો ઉચ્છેદ કરનારાં છે. આમ શાસ્ત્રકારે જૈનદર્શન સિવાયનાં અન્ય દર્શનોની હેયતાનું સૂચન કરી જ દીધું છે. 14. “વિનં નવી મા સર્વતનવાવ્યોથે નિદ્યતે'રૂત્યુ ન્યતા છે अत्र च नमनक्रिया प्राक्कालसंबन्धिनी, क्त्वाप्रत्ययस्य प्राक्कालवाचकत्वात्, निगदनक्रिया तु वर्तमानजा । ते चैकेनैव ग्रन्थकृता क्रियमाणे नानुपपन्ने, अपरथा सकलव्यवहारोच्छेदप्रसंगात् । न चैवं भिन्नकालयोः क्रिययोरेककर्तृकता बौद्धमते संभवति, तेन क्षणिकवस्त्वभ्युपगमात् । ततः कश्चिद्बौद्धमतस्य प्रस्तुतग्रन्थस्यादावुक्तत्वेनोपादेयतां मन्येत, तन्निवारणाय प्रागुक्तविशेषणसंगृहीतमपि बौद्धमतनिरसनं पुनरिह सूचितं द्रष्टव्यम् । एतेषां परदर्शनानां निरसनप्रकारो ग्रन्थान्तरादवसेयः । तदेवं जिनस्य विशेषणद्वारेण सत्यदर्शनतां सर्वपरदर्शनजेतृवचनतां चाभिदधता अखिलान्यदर्शनानां हेयता जैनदर्शनस्योपादेयता च सूचिता मन्तव्या । ततो नास्माद् ग्रन्थकारात् सत्यासत्यदर्शनविभागानभिज्ञानामप्यपकार: कश्चन संभवतीति, तद्विभागस्यापि व्यञ्जितવાતું 14. ગ્રન્થકારે પ્રથમ શ્લોકમાં ‘fનનં નવા સર્વદુર્શનવાળ્યોથે નિદ્યતે' અર્થાત જિનપ્રભુને નમસ્કાર કરીને બધાં દર્શનોના વાચ્ય અર્થાત્ પ્રતિપાદ્ય અર્થનું હું નિરૂપણ કરું છું એવી પ્રતિજ્ઞા કરી છે. આનું તાત્પર્ય એ છે કે પહેલાં નમસ્કાર કરીને હવે હું ગ્રન્થનું કથન કરું છું. સ્વી પ્રત્યય અતીતકાલનો વાચક છે, તેથી અહીં નમનક્રિયા પ્રાકૂકાલીન છે તથા ગ્રન્થકથનક્રિયા વર્તમાનકાલીન છે. જૈિન મતમાં આત્માને દ્રવ્યદૃષ્ટિએ નિત્ય પણ માનવામાં આવ્યો છે. તેથી એક જ ગ્રન્થકાર પ્રાકાલીન નમનક્રિયા તથા ઉત્તરકાલીન ગ્રન્થકથનક્રિયાનો કર્તા હોઈ શકે છે, તેમાં કોઈ વિરોધ નથી. જો ભિન્નકાલીન બે ક્રિયાઓને કર્તા એક સંભવતો ન હોય અર્થાતુ પૂર્વ અને ઉત્તર પર્યાયોમાં એક અનુસ્મૃત આત્માનું અસ્તિત્વ ન માનવામાં આવે તો જગતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002138
Book TitleBharatiya Tattvagyan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2009
Total Pages819
LanguageGujarati
ClassificationBook_Devnagari & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy