________________
પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને સુદામાપુરીના અપરનામથી સુપ્રસિદ્ધ પોરબંદર, પૌરાણિક પરંપરા અનુસાર, ગુજરાતના પ્રાચીનતમ નગરો માંહેનું, આમ તો લગભગ પ્રભાસ જેટલું પ્રાચીન, હોવું સંભવે; પણ પોરબંદરને લગતા ઐતિહાસિક નિર્દેશો પ્રમાણમાં ઉત્તરકાલીન જોવા મળે છે. એનો જૂનામાં જૂનો ઉલ્લેખ ધુમલીના ઈ સ ૯૮૮ના તુલ્યકાલીન વર્ષના બાષ્કલદેવના તામ્રશાસનમાં થયેલો છે. ભૂતાંબિલિકા(ધુમલી)માંથી અણહિલ્લપુરના એક બ્રાહ્મણને અપાયેલા આ દાનપત્રમાં “પૌરવેલાકુલ” એટલે કે પોરબંદરનો ઉલ્લેખ થયેલો છે. પોરબંદરને લગતા આ ઉલ્લેખ અને ત્યારપછીના પુરાતત્ત્વીય પ્રમાણો વચ્ચે ખાસ્સું અઢી શતાબ્દી જેટલું અંતર પડી જાય છે : જેમકે ત્યારબાદના તો છેક વાઘેલા સમયના—૧૩મી સદીનાચાર ઉત્કીર્ણ લેખો છે. જો કે એમાંથી વિશેષ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થતી ન હોવા
છતાં પો૨બંદ૨નું એ કાળમાં અસ્તિત્વ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સિદ્ધ કરવામાં ઉપયોગી છે. આ પૈકીનો સૌથી જૂનો સંવત્ ૧૩૦૪નો લેખ અહીંના હોળી ચકલા પાસેના જૈન મંદિરની વાસુપૂજ્યની આરસની પ્રતિમાના આસન પર અંકિત થયેલો છે. ત્યાર પછીનો અહીંની જૂની મીઠી માંડવીનો વાઘેલા રાજા વિસળદેવનો સંવત્ ૧૩૧૫નો સુરભી લેખ આજે તો ગુમ થયો છે. તે પછી કેદારકુંડમાં વિષ્ણુમૂર્તિની નીચે સંવત્ ૧૩૨૭ વંચાય છે, તે તો નામનો જ, કહેવા પૂરતો જ, ખપનો છે. છેવટે ખારવાવાડમાં પદમણી માતાના મંદિરમાં સારંગદેવ વાધેલાના સમયના સંવત્ ૧૩૩૧ના ઘસાઈ ગયેલા લેખની નોંધ કરી લઈએ'.
વાઘેલા સમયના અંત પછી રીતસરનો કોઈ લેખ પ્રાપ્ત નથી થયો. ઝુંડાળા પાસેના પોરાવમાતાના પ્રાંગણમાં એક સંવત્ ૧૩૯૧નો પાળિયાનો તેમ જ હોળી ચકલા પાસેના સંવત્ ૧૬૩૧ના પાળિયાનો અહીં ગામની હસ્તી સિદ્ધ કરવા સિવાય વિશેષ ઉપયોગ નથી. પણ ત્યારપછીનાં તરતનાં વર્ષોમાં પોરબંદર વિશે કંઈ જ જાણવા મળતું નથી. એક નાનકડા ગામ તરીકેનું એનું અસ્તિત્વ કલ્પી શકાય તેમ છે. પણ ત્યારબાદ મોગલ સમયમાં, ખાસ કરીને જહાંગીરના શાસનકાળ દરમિયાન, પોરબંદર ફરીને સૌરાષ્ટ્રના તળપદા ઇતિહાસમાં દેખા દે છે. ધુમલી અને રાણપર છોડી છાયામાં વસેલ જેઠવા રાણાઓની સત્તા નીચે પોરબંદર આવે છે. તેમ જ રાજધાની પણ હવે ત્યાં ખસેડવામાં આવે છે. પોરબંદરનું વાણિજ્ય, વહાણવટું હવે વિકસે છે; અને પોરબંદર અભ્યુદયની દિશા તરફ પગલાં માંડે છે. આ શાંતિ અને સમૃદ્ધિના આરંભના દિનોમાં નગરના મધ્યભાગે શાંતિનાથ જિનાલય અને લગભગ એવી જ શૈલીનું ગોપાલલાલનું વૈષ્ણવ મંદિર (તેમ જ નરસિંહજીના નાનકડા મંદિરનાં) નિર્માણ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org