SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પોરબંદરની વાસપૂજ્ય જિનની વાઘેલાકાલીન પ્રતિમા અને તેનો અભિલેખ ૭૩ જૂના કોટની અંદર નીલકંઠ મહાદેવના સં. ૧૨૯૦ | ઈ. સ. ૧૨૩૪ (કે પછી સં. ૧૨૬૦ ઈસ. ૧૨૦૪)ના લેખવાળા મંદિરની સમીપ પણ ઉત્તરાભિમુખ જૈનમંદિર ઊભેલું છે. તેનો સમય શૈલીની દષ્ટિએ, ૧૩મી શતાબ્દી ઉત્તરાર્ધનો અંતભાગ જણાય છે. ચૈત્યપરિપાટીમાં ઉલ્લિખિત જિન ઋષભનું મંદિર તે નિશ્ચયતયા આ પુરાણું મંદિર જણાય છે. ૭. ધુમલીમાં સુપ્રસિદ્ધ નવલખા મંદિરથી દક્ષિણમાં એક જૈન મંદિરનું (વાણિયાવસીનું) ખંડેર ઊભું છે. આજે તો તેમાં થોડાક થાંભલા માત્ર ઊભાં છે. તેમાંથી મળી આવેલી જિનપ્રતિમાનું રેખાંકન James Burgess ના Antiquities of KathiçwÒd and Kutch, London 1876, Plate XLVI પર રજૂ કર્યું છે.) ૮. જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ. ૪૯પ-૯૬; તથા ત્રિપુટી મહારાજ, જૈન પરંપરાનો ઇતિહાસ (ભાગ ત્રીજો), અમદાવાદ ૧૯૬૪. ૯, પાદટીપ ક્રમાંક ૧ અનુસાર ૧૦. જુઓ જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ પ્રથમ ભાગ, Singhi Jain Series, No. 18, Bombay 1943. ૧૧. જુઓ શ્રી વાસુપૂજ્ય ચરિત્ર, જૈન આત્માનંદ સભા, ભાવનગર વિસં. ૧૯૯૭ | ઈ. સ. ૧૯૪૧, પૃ. ૨૨૭. ૧૨. રોહિણી-અશોકચંદ્રવાળી કથા ૧૩માં શતકથી વિશેષ પ્રાચીન છે કે નહીં તેનો નિર્ણય થવા ઉપર આ તર્કની સંભવ્યતા-અસંભવ્યતાનો નિશ્ચય નિર્ભર છે. આ કથાનક તરફ અમારું ધ્યાન (સ્વ) પં. બાબુલાલ શાહે દોર્યું છે, જેનો અહીં સાનંદ ઉલ્લેખ કરીએ છીએ. 93. Cf. Umakant Premanand Shah, Studies in Jain Art, Banares 1955, pl. XXVII, fig. 73. ૧૪. આ પ્રતિમા હાલ ખંભાતના ચિંતામણિના દેરાસરમાં પ્રતિષ્ઠિત થયેલી છે. ૧૫. પચાસેક વર્ષ પહેલાં મુનિશ્રી ભુવનવિજયજી તેમ જ ત્રિ. ઓ. શાહે કરેલી વાચના મણિભાઈ વોરા અને સાંપ્રત લેખકે થોડીક શુદ્ધ કરેલી, જેની વિશેષ પરીક્ષણ દ્વારા વિશુદ્ધિ શ્રી અમૃતલાલ ભોજક તથા શ્રી લક્ષ્મણ ભોજકે કરેલી છે. લેખકો તેમની સહાયનો અહીં ઉલ્લેખ કરતાં હર્ષ અનુભવે છે. (મૂળ લેખના લેખકો શ્રી ત્રિભોવનદાસ શાહ, શ્રી મણિભાઈ વોરા, અને શ્રી મધુસૂદન ઢાંકી છે.) વિશેષ નોંધ : પોરબંદરની વાસુપૂજ્યની પ્રતિમા તથા તેના લેખના ચિત્રો સંબોધિ ૩. ૨-૩, અમદાવાદ ૧૯૭૪માં મૂળ લેખમાં છપાયા છે. એ ચિત્રો ફરીને પ્રાપ્ત ન થઈ શકવાથી અહીં પુનઃ પ્રગટ થઈ શક્યાં નથી. નિ, ઐ. ભા૨-૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy