SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ઉજ્જયંતગિરિના પૂર્વ પ્રકાશિત અભિલેખો વિશે [1. ૨૫]..........મવત્ અભિલેખ વસ્તુપાળ-તેજપાળના સમકાલિક વરહુડિયા કુટુંબે ગિરનાર પર (અને અન્યત્ર કરેલ) સુકૃતોની (અમુકાશે અપભ્રષ્ટ સંસ્કૃતમાં) નોંધ લે છે. સંપ્રતિ લેખના પ્રથમ લેખકના મૂળ લેખમાં તેની પૂરેપૂરી અને સાધાર ચર્ચા થઈ ચૂકી હોઈ, તેને પૂર્ણતયા બેહાલ રાખવાની નોંધ સિવાય અહીં વિશેષ કહેવું અનાવશ્યક છે. ઉદયન મંત્રીના દ્વિતીય પુત્ર ચાહડના પુત્ર પદ્મસિંહના (ચાર પૈકીના) બે પુત્રો, મહત્તમ સામંતસિંહ તથા મહામાત્ય સલક્ષણસિંહ, ઉજજયંતગિરિ પર સં. ૧૩૦૫(ઈ. સ. ૧૨૪૯)માં પિતૃશ્રેયાર્થે પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યાનો લેખ ધરાવતું પબાસણ વર્તમાને વસ્તુપાલવિહારમાં ગર્ભગૃહમાં મૂલનાયક મલ્લિનાથની પ્રતિમાની ગાદીરૂપે બહુ પાછળના સમયે સ્થાપી દેવામાં આવ્યું છે. કાંટેલાના પ્રસ્તુત મહત્તમ સામંતસિંહના સં. ૧૩૨૦ | ઈ. સ. ૧૨૬૪ના લેખ અનુસાર તેમણે રૈવતાચલ (ગિરનાર) પર નેમિનાથના પ્રાસાદના ઉપરના ભાગે પાર્શ્વનાથના બિંબવાળો પ્રાસાદ કરાવ્યાનો જે ઉલ્લેખ છે તે જોતાં પ્રસ્તુત સં. ૧૩૦૫ની ચર્ચા હેઠળનો ગિરનારનો લેખ તે પાર્શ્વનાથ-પ્રાસાદના મૂળનાયકની પ્રતિમાનો જ અસલી લેખ માનવાનો રહે છે. મૂળ લેખ આ પ્રમાણે છે : १ ॥moll संवत १३०५ वर्षे वैषाख शुदि ३ शनौ श्रीपत्तनवास्तव्य श्रीमालज्ञातीय ठ० चाहड सुंत मह [0] पद्मसिंहपुत्र ठ० पृथ्वीदेवी अंगज [महणा]नुज महं. श्री सामंतसिंह २ ॥तथा महामात्यश्रीसलखणसिंहाभ्यां श्री पार्श्वनाथबिंबं पित्रोः श्रेयसेऽत्र कारितं [1] ततो बृहद्गच्छे श्रीप्रद्युम्नसूरिपटोद्धरश्रीमानदेवसूरिशिष्यश्रीजयानंद [सूरिभिः] પ્રતિષ્ઠિત [i] શુષ મવતું આ સિવાય કદાચ આ જ મંદિરનો મૂળ હશે તેવો, પિપ્પલગચ્છના ધનેશ્વરસૂરિના શિષ્ય વિજયસિંહસૂરિ વિરચિત પ્રશસ્તિ ધરાવતો, લગભગ ૨૭ પદ્યોવાળા પણ અતિ ખંડિત લેખમાં પણ આ પરિવાર સંબંધી, અને એમનાં સુકૃતોની નોંધ લેતી કેટલીક વાતો અસ્પષ્ટ રૂપે જળવાઈ રહી છે. તેમ જ કારાપકનું ટૂંકાવેલું વંશવૃક્ષ ઉપરના લેખને, અને અહીંની એ ખંડિત મોટી પ્રશસ્તિ અને કાંટેલાના કુંડના લેખના આધારે નીચે મુજબ બને છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy