________________
૨૬ ૨.
નિર્ગસ્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨
આથમણી કોર નમી રહેલો સૂરજ પશ્ચિમના મુખમંડપને આખરી તેજથી ઉજમાળી રહ્યો હતો. જંગલમાં જ રાત ન થઈ જાય તેટલા સારુ પાછા ફરતી વખતે બમણી ઝડપથી ડગ ઉપાડ્યાં. નદીના ઉપરવાસે બપોરેકના વરસાદ થયો હશે. એથી વળતી વેળાએ વહેણમાં તાણ ઘણું વધી ગયેલું લાગ્યું. નળવાળા ખડકાળ ભાગમાં તો હવે પાણીના લોઢ ઊછળતા હતા. એમાં થઈને જવાને બદલે તેને પડખેથી સાચવી સાચવી, તારવી તારવી, અણિયારી દાંતી વચાળેથી હાડકાને વાંસડાના ટેકાથી અને નાજુકાઈથી, સિફતથી પસાર કરી છેલ્લે મુખ્ય વહેણમાં આવ્યા ત્યારે સાંજ ઢળી ગયેલી. હાલકડોલકે ચઢેલું ને હમણાં ઊંધું વળી જશે તેવું લાગતું હોડકું હવે સ્થિર થયું. સામા પ્રવાહનો સામનો કરવાનો ન હોઈ, વેગવાન વહેણના સહારે લાગતું જ તીરવેગે ઊપડ્યું ને અર્ધા કલાકમાં જ સામે કાંઠે પહોંચી ગયા.
વર્ષો બાદ એકાએક એ દિવસની સાહસિક યાત્રાનું સ્મરણ થઈ જતાં ગેરસપ્પા અને વિકટ અટવીથી રક્ષાયેલ એનાં દેવમંદિરોની ઐતિહાસિક સમસ્યાઓ વિશે વિચાર કરવા મન થયું. આ મંદિરોના નિર્માતા કોણ? ગેરસપ્પાની મધ્યકાળમાં શું સ્થિતિ હતી, કેવીક પ્રસિદ્ધિ હતી, એ પાસાંઓ પર ઇતિહાસ અને પુરાતત્ત્વની ઉપલબ્ધ નોંધોમાં તો કોઈ ઉજાશ પ્રાપ્ત નથી થતો, પણ ત્યાંથી મળી આવેલા શિલોત્કીર્ણ લેખો અને સંપ્રતિ ઉપલબ્ધ બનેલી દિગંબર જૈન ભટ્ટારકોની યાત્રા-નોંધોના સંક્ષિપ્ત ઉલ્લેખોથી કેટલીક સ્પષ્ટતા મળી રહે છે.
શિલાલેખોમાં ગેરસપ્પાનું “ગેરસપ્ટે” નામ મળે છે. અહીંથી મળેલા જૈન લેખોમાં એક તો ૧૨મી શતાબ્દી જેટલો પ્રાચીન છે. ચૌદમા-પંદરમા શતકમાં વિજયનગર મહારાજ્યના એક સામંત રાજકુળનું અહીંથી છેક સમુદ્રના કંઠાળ પ્રદેશ પર્યત મૂડબિદરી સુધીના તુળવ-પ્રદેશમાં શાસન ચાલતું હતું. સઘન વનરાજ, પૂર્વ અને દક્ષિણે દુર્ગમ પહાડો અને ઉત્તરે વેગવતી, સદાનીરા શિરાવતીથી રક્ષાયેલ ગેરસોપેને માનવીય આક્રમણો તો નડ્યાં નથી, પણ નિસર્ગપ્રદત્ત એ દુર્ભયતા, અને પ્રતિવર્ષ અતિવૃષ્ટિને કારણે જ કાળાંતરે તેનાં લય અને વિસ્મરણ થયાં છે. અને એક વાર પડતી શરૂ થયા પછી એની કાઠમંડિત, ઈંટેરી અને પથ્થરની ઇમારતો પર ઝાડીનું આક્રમણ આરંભાયા પછીથી વિના રોકટોક આગળ ધપ્યું ગયું. છેવટે પૂરા શહેર પર વગડાનું અબાધિત સામ્રાજ્ય સ્થપાઈ ગયું. ઈ. સ. ૧૬૨૫માં પોર્ટુગીઝ પ્રવાસી Della Valle અહીંથી પસાર થયો ત્યારે અહીંનો રાજમહાલય ખંડિયેર બની ચૂકેલો એવી નોંધ મૂકી ગયો છે.
અહીંનાં મંદિરો ૧૪મી-૧૫મી શતાબ્દીમાં બનેલાં. રાજકુળ સાથે સંબંધવાળા શ્રેષ્ઠીપરિવારો અહીં વસતા થયેલા અને જૈનધર્મને રાજ્યાશ્રય પણ સારા પ્રમાણમાં મળતો રહેલો. એ કાળે ગેરસોપેની જૈન તીર્થરૂપે ખ્યાતિ સ્થપાઈ ચૂકી હશે કેમકે એની યાત્રાએ ઉત્તરાપથમાંથી પણ દિગંબર જૈન યાત્રિકો ૧૭મા સૈકાના આરંભ સુધી તો આવતા. અહીંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org