________________
ગિરનારસ્થ “કુમારવિહાર”ની સમસ્યા
૨૫૭
બહુત્તિરિ જિણાલઈ શાંતિ આરાહુ
પુનઈ કોઠારી થાપીઉ એ ૩૧ આ પૂનસી કે પૂના કોઠારી કોણ હતા તેની સ્પષ્ટતા બે તપાગચ્છીય મુનિઓની રચનામાંથી મળે છે. તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિશિષ્ય શુભાશીલગણિના પંચશતીપ્રબોધસંબંધ(સં. ૧૫૨૧ | ઈ. સ. ૧૪૬૫)માં બે સ્થળે આ મંદિરના નિર્માતા સંબદ્ધ ઉલ્લેખ પ્રાપ્ત છે. જેમ કે (ક્રમાંક પ૬૪મું) “શ્રીમુનિસુંદરસૂરિ સંબંધમાં કહ્યું છે કે (તપાગચ્છીય) જયચંદ્રસૂરિના શિષ્ય રત્નશેખરસૂરિ થયા. તેમના સમયમાં પૂર્ણસિંહ કોઇગારિક તથા સંઘપતિ લથા? ધા) કે ગિરિનારગિરિ પર પ્રાસાદો કરાવ્યા અને ત્યાં બિમ્બપ્રતિષ્ઠા કરી. સંબંધ ક્રમાંક ૩૪૬નું તો શીર્ષક જ આ હકીકત સૂચવે છે. “પૂનસિંહ કોઠાગારિકકારિતગિરનાર તીર્થપ્રાસાદ સંબંધ” નામક શીર્ષક છે ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે :
तपागच्छाधिराजश्रीरत्नशेखरसूरीणामादेशात् श्रीगिरनारतीर्थे पुनसिंह कोष्ठागारिको महान्तं प्रासादं कारयामास ।
तत्र श्रीऋषभदेवं प्रतिष्ठियत् । तत्र बहुलक्षटंकधनव्ययः । ચૈત્યપરિપાટીકારો પૂનસી વસાહીમાં જયાં શાંતિનાથની પ્રતિષ્ઠા હોવાનું કહે છે ત્યાં શુભાશીલ ગણિ ઋષભદેવ મૂલનાયક હોવાની વાત કરે છે જે કદાચ સ્મૃતિદોષને કારણે હોય. પ્રસ્તુત પ્રાસાદ તપાગચ્છીય રત્નશેખરસૂરિના ઉપદેશથી બંધાયો હતો તેવી વિશેષ હકીકત અહીં
મળે છે.
બીજા લેખક પ્રતિષ્ઠાસોમના સોમસૌભાગ્યકાવ્ય(સં. ૧૫૨૪ | ઈ. સ. ૧૪૬૮)માં થોડી વિશેષ હકીકત નોંધાયેલી છે. ત્યાં કહ્યા પ્રમાણે બિદરના સુલતાનના માન્ય શ્રેષ્ઠિ પૂર્ણસિંહ કોઠાગારિક (અને એમના ભાઈ બંધુરમને) ગુરુવચનથી ગિરનારગિરિ પર ઊંચું મંદિર બાંધ્યું. તેમાં ગચ્છનાથના આદેશથી જિનકીર્તિસૂરિએ પ્રતિષ્ઠા કરી : યથા :
श्रीपूर्णसिंहकोष्ठागारिकनामा महेभ्यराट शुशुभे । सुंदर बिदरनगरे मान्यः श्रीपातसाहि विभोः ॥८१॥ तेन श्रीगुरुवाक्यवर्जितहृदयेन नृणाम् । बंधुरमनाख्य बांधव सहितेन नरेन्द्र महितेन ॥८२॥ श्रीमगिरिनारगिरावकारि जिनमंदिरं महोत्तुंगं । जिनकीर्तिसूरिराजः प्रतिष्ठितं गच्छनाथगिरौ ॥८३।।
નિ. ઐ, ભા. ૨-૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org