SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનારસ્થ “કુમારવિહારની સમસ્યા ઉજ્જયંતગિરિ પર મુખ્ય જૈન દેવળો ધરાવતી હારની ઉત્તર સીમા પર આવેલું છેલ્લું મંદિર “કુમારવિહાર”ના નામે હાલ કેટલાક દશકાથી પ્રસિદ્ધિમાં છે. ગુજરાતના ઇતિહાસાદિ વિષયના વિદ્વાનો પણ ગિરનાર પર સોલંકીરાજ કુમારપાળે “કુમારવિહાર' બંધાવ્યાનો (કોઈ પણ પુરાણા આધાર સિવાય) ઉલ્લેખ કરે છે. કુમારપાળના આદેશથી શ્રીમાલી રાણિગના પુત્ર સોરઠના દંડનાયક આંબાક કિંવા આમ્રદેવ દ્વારા ગિરિ પર ચઢવાની પદ્યા (પાજા) બંધાવેલી એવા તત્કાલીન સાહિત્યિક ઉલ્લેખો અને સં. ૧૨૨૨-૨૩ / ઈસ. ૧૨૬૬-૬૭માં તે કરાવેલી તેવા અભિલેખો મોજૂદ છે. પણ સમકાલિક વા સમીપકાલિક કોઈ લેખકો (પૂર્ણતલ્લગચ્છીય હેમચંદ્રાચાર્ય વા રાજગચ્છીય સોમપ્રભાચાર્ય) કુમારપાળે ઉજ્જયંતગિરિ પર જિનચૈત્ય બંધાવ્યાનું કહેતા નથી. તે પછી જોઈએ તો મંત્રી દ્રય વસ્તુપાળ-તેજપાળે ગિરિ પર ઈ. સ. ૧૨૩૧-૧૨૩૪માં નવાં મંદિરો રચેલાં, જે જિનાલયો તેમના કાલ પૂર્વે રચાઈ ગયેલાં (જેમ કે તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિ અને શાસનાધિષ્ઠાત્રી અંબિકાદેવી), તેને અનુલક્ષીને તેમણે કંઈ ને કંઈ સુકૃત કરાવેલું; પણ “કુમારવિહાર”માં તેમણે કશું કરાવ્યું હોવાની નોંધ તેમના સમકાલિક લેખકો–નાગેન્દ્રગથ્વીય ઉદયપ્રભસૂરિ, હર્ષપુરીયગચ્છીય નરેન્દ્રપ્રભસૂરિ, ભૃગુપુરીય જયસિંહસૂરિ, કવિ સોમેશ્વર, કવિ અરિસિહ ઠક્કર અને કવિ બાલચંદ્ર,–વા ઉત્તરકાલીન લેખકો જેવા કે નાગેન્દ્રગથ્વીય મેરૂતુંગાચાર્ય (પ્રબંધચિંતામણિ ઈ. સ. ૧૩૦૫), હર્ષપુરીયગચ્છીય રાજશેખર સૂરિ (પ્રબંધકોશ : ઈ. સ. ૧૪૪૧) પણ આવો કશો જ ઉલ્લેખ કરતા નથી. આ સિવાય કુમારપાલ સંબદ્ધ લખાયેલા ૧૪મા શતકના પ્રબંધો– કુમારપાલચરિત્ર (તપાગચ્છીય જયસિંહસૂરિ : ઈ. સ. ૧૩૮૬), કુમારપાલ-ભૂપાલચરિત(તપાગચ્છીય જિનમંડન ગણિ : સં. ૧૪૯૨ | ઈ. સ. ૧૪૩૬ ), કે કુમારપાલચરિત્રસંગ્રહમાં પ્રકટ થયેલ કુમારપાલ સંબદ્ધ ૧૪મા શતકમાં રચાયેલ જુદા જુદા પાંચેક વિસ્તૃત પ્રબંધોમાં પણ આવી કોઈ જ વાત નોંધાયેલી નથી. ગિરનાર-તીર્થ સંબદ્ધ જે સાહિત્ય ઉપલબ્ધ છે, અને નવું પ્રકાશમાં આવી રહ્યું છે, તેમાં પણ ગિરનાર પર કુમારવિહારનો ઉલ્લેખ નથી. જેમકે નાગેન્દ્રગથ્વીય વિજયસેનસૂરિનો રેવંતગિરિ-રાસ (આ. ઈ. સ.૧૨૩૪), તપાગચ્છીય ધર્મઘોષસૂરિનો ગિરનારકલ્પ (આ. ઈ. સ. ૧૨૬૪), રાજગચ્છીય જ્ઞાનચંદ્ર તેમ જ અજ્ઞાતગચ્છીય વિજયચંદ્ર કૃત રૈવતગિરિતીર્થ પર રચાયેલાં (અહીં પ્રકાશિત) સંસ્કૃત સ્તોત્રો (આ. ઈ. સ. ૧૩૨૦-૧૩૨૫), ખરતરગચ્છીય જિનપ્રભસૂરિના કલ્પપ્રદીપ અંતગર્ત “રૈવતકગિરિકલ્પ સંક્ષેપ”, “શ્રીઉજ્જયંતસ્તવ”, “ઉજજયંતમહાતીર્થકલ્પ” અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy