________________
સાહિત્ય અને શિલ્પમાં “કલ્યાણત્રય”
(३) श्री सुमति बिंबानि कारितानि प्रतिष्ठितानि श्रीखरतरगच्छे श्रीजिनभद्रसूरि पट्टालंकार श्री जिनचंद्रसूरिभिः वा० कमलराज गणिवराणां शिष्य वा० उत्तमलाभ गणि प्रणमति ।
પ્રસ્તુત રચના અહીં ચિત્ર ૪માં રજૂ કરી છે. તે સં ૧૫૧૮ / ઈ. સ. ૧૪૬૨ની હોવાની લેખથી નિશ્ચિત છે.
૨૩૯
‘કલ્યાણત્રય’ની રચના અર્થપૂર્ણ હોવા ઉપરાંત તેની વિભાવના અને અભિવ્યક્તિ મનોહારી અને પ્રભાવક હોઈ શકે છે, તે તથ્ય આબૂના દૃષ્ટાંત પરથી અને કુંભારિયાના ફલકાકાર ખંડ પરથી કળી શકાય છે. આ વિષયની પ્રતીક-રચના કરવાનો પ્રારંભ ક્યારે થયો હશે ? વસ્તુપાલ-તેજપાલના સમય પૂર્વે તે થતી હોવાનો કોઈ ગ્રંથ કે અભિલેખનો આધાર મને હજી સુધી મળ્યો નથી. જિન નેમિનાથના ગિરનાર ૫૨ થયેલાં ત્રણ કલ્યાણકોની વાત તો આગમભાષિત હોઈ, પુરાતનકાળથી જાણીતી હતી. રૈવતગિરીશ્વર યાદવ નેમિનાથનું ત્યાં તીર્થસ્થાન પણ ઠીક ઠીક પ્રાચીન કાળથી અસ્તિત્વમાં હોવાના અલ્પ પણ નકારી ન શકાય તેવા નિર્દેશો છે : પણ જિનના ‘કલ્યાણત્રય’ જેવી કેવળ વૈભાવિક, અમૂર્ત પરિકલ્પનાને સંમૂર્ત કરવાનો પ્રથમ જ વાર, અને એથી મૌલિક વિચાર તો કદાચ મંત્રી તેજપાળને અને એમની શિલ્પી-શ્રેણીને આવ્યો હોય તેવા તર્ક કરી શકાય. અન્ય વિશેષ પ્રાચીન પ્રમાણો લભ્ય ન બને ત્યાં સુધી તો એ યશ મંત્રીવર્ય તેજપાળને આપીએ તો ખોટું નથી૭ !
પરિશિષ્ટ
ગિરનાર પરનું ‘કલ્યાણત્રય' ચૈત્ય તેજપાળ મંત્રીએ કરાવ્યાનાં સમકાલિક તેમ જ સમીપકાલિક લેખકોનાં પ્રમાણો ઉ૫૨ જોઈ ગયા છીએ; પણ બે કર્તાઓ એવા છે કે તેઓ પ્રસ્તુત ચૈત્યના નિર્માણનો યશ સચિવેશ્વર વસ્તુપાલને અર્પે છે. તેમાં એક તો છે કલ્પપ્રદીપ કિંવા વિવિધ તીર્થકલ્પના રચયિતા આચાર્ય જિનપ્રભસૂરિ. એમના સંસ્કૃતમાં રચાયેલા ‘શ્રી ઉજ્જયંતસ્તવ’માં સંબંધકર્તા પદ્ય નિમ્નાનુસારી છે :
अत अवात्र कल्याणत्रय मन्दिरमादधे श्रीवस्तुपालोमन्त्रीश श्चमत्कारित भव्यहृत् ॥६॥
Jain Education International
(જિનપ્રભસૂરિએ તો ત્યાં “વસ્તુપાલવિહાર”માં રહેલ “અષ્ટાપદ”ની સામેની “સમ્મેતશિખર’”ની રચનાને “નંદીશ્વરદ્વીપ” માનવાની ભૂલ પણ કરી છે.)
- वि० ती० क० पृ० ७
બીજો ગિરનાર સંબંધી ઉલ્લેખ પિપ્પલગચ્છીય હીરાણંદસૂરિના વસ્તુપાલરાસ(સં. ૧૪૮૫ / ઈ. સ. ૧૪૨૯)માં મળે છે : ત્યાં પણ પ્રસ્તુત મતલબનું કહ્યું છે : યથા :
For Private & Personal Use Only
..
www.jainelibrary.org