SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૨ कल्याणत्रये श्रीनेमिनाथबिंबानि प्रतिष्ठितानि नवांगवृत्तिकार श्रीमद् अभयदेवसूरिसंतानीय श्रीचंद्रसूरिभिः श्रे० सुमिग श्रे० वीरदेव० श्रेष्ठी गुणदेवस्य भार्या जयतश्री साहुपुत्र वईरा पुना लुणा विक्रम खेता हरपति कर्मट राणा कर्मटपुत्र खीमसिंह तथा वीरदेवसुत अरसिंह प्रभृतिकुटुंबसहितेन गांगदेवेन कारितानि..... (મુનિશ્રી વિશાલવિજયજી કલ્યાણત્રય'નું “શ્રી નેમિનાથ ભગવાનના ત્રણ કલ્યાણકોના દિવસોમાં ભરાવેલાં (મંદિર)નાં બિંબોની......પ્રતિષ્ઠા કરી એવું અર્થઘટન કરે છે : (એજન પૃ. ૨૨); તે બરોબર નથી.) એમ જણાય છે કે અગાઉ કથિત સં. ૧૩૪૩નાં “કલ્યાણત્રય'નો ઉલ્લેખ કરતા લેખમાં પ્રતિષ્ઠાપક આચાર્ય શ્રી ચંદ્રસૂરિનું નામ આપવું રહી ગયું હોઈ, તે માટે જુદો લેખ દેવાની જરૂરત ઊભી થઈ હશે. પ્રસ્તુત “ચંદ્રસૂરિનો સં. ૧૩૪૪ ઈ. સ. ૧૨૮૮માં “ઋષભદેવની પ્રતિમા ભરાવ્યાનો એક અન્ય લેખ મંદિરમાં મોજૂદ છે. (એજન પૃ. ૧૧૦). નેમિનાથ મંદિરના રંગમંડપના, અને કલ્યાણત્રયવાળા ગોખલાની બાજુમાં રહેલા એક સ્તંભ પર સં. ૧૩૪૪ | ઈ. સ. ૧૨૮૮માં પ્રસ્તુત કલ્યાણત્રયની પૂજા માટે ૧૨૦ વિસલપ્રિયદ્રમ્મ ભંડારમાં અપાયાનો પણ લેખ છે, જે ઘટના તેની પ્રતિષ્ઠા પછી લગભગ દોઢેક વર્ષ બાદની છે : ओम् ॥ संवत् १३४४ वर्षे आषाढ सुदि पूर्णिमायां । देव श्री नेमिनाथचैत्ये श्रीकल्याणत्रयस्य पूजार्थं श्रे० सिरधर तत्पुत्र श्रे० गांगदेवेन वीसल प्रीयद्रमा (म्मा)णां १२० श्रीनेमिनाथदेवस्य भांडागारे निक्षिप्तं । वृद्धफल भोग(य) मासं प्रति द्रम ३ चटंति । पूजार्थं । आचंद्र कालं यावत् । शुभं भवतु ॥श्री।। (અહીં પણ વિશાલવિજયજી મંદિરમાં “ત્રણે કલ્યાણકોની પૂજા માટે” એવો અર્થ ઘટાવે છે તે બંધબેસતો નથી. અહીં કલ્યાણકોની પૂજાની વાત નથી, પણ ‘કલ્યાણત્રય'ના પ્રતીકરૂપ રચનાની પૂજાની વાત સમજવાની છે.) - આ પ્રતિમા મુખમંડપની અસલ ચોકીઓથી પૂર્વ તરફની વધારેલી ચોકીમાં જાળીયુક્ત ભિત્તિને આધારે રથિકા સાથે ટેકવેલી છે; અને તે ચૌમુખ નહીં, એકમુખ છે; તેથી એક પ્રકારનો કલ્યાણત્રય'નો “પટ્ટ' છે, ત્રણે પરિમાણોમાં વિસ્તરતી રચના નથી (ચિત્ર ૩); વિશેષમાં તેમાં સૌથી ઉપરની ત્રીજી મૂર્તિ ગાયબ થઈ છે, પણ તેમ છતાં આયોજન સરસ લાગે છે. મંદિરના ઉપર ચર્ચિત અભિલેખોમાં કહેલ ‘કલ્યાણત્રય' તે આ જ રચના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002106
Book TitleNirgrantha Aetihasik Lekh Samucchaya Part 2
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherKasturbhai Lalbhai Smarak Nidhi Ahmedabad
Publication Year2002
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy